ક્રિકેટ ફેસ્ટિવલ ની શરૂઆત 31 માર્ચ થી થઈ રહી છે એટલે કે આઈ પી એલ 2023ની શરૂઆત થઈ રહી છે અને તે પણ ગુજરાત ના અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે પહેલી મેચ રમાશે જેમ જેમ આઈ પી એલ નજીક આવી રહી છે
તેમ ક્રિકેટનો ક્રેઝ પણ હવે ચરમસીમા એ પહોંચી ચુક્યો છે અમદાવાદના ગતરાડ ગામ ખાતે એકાના ક્રિકેટ સ્પોર્ટ્સ દ્વારા ક્રિકેટ એકેડેમી અને એકાના ક્રિકેટ ગ્રાઉન્ડ નો પ્રારંભ 27 ફેબ્રુઆરી 2023 ના રોજ થી કરવામાં આવ્યો આ એકેડેમી નું ઉદ્ઘાટન અમરાઈવાડી ના ધારાસભ્ય ડો.હસમુખ પટેલ અને સામાજિક કાર્યકર શિવમસિંગ ચૌહાણ (યુથ ઓફ યુનિવર્સ) ના હસ્તે કરવામાં આવ્યું હતું
એકાના ક્રિકેટ એકેડેમી અને એકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ના માલિક અભિષેકસિંગ છે જેમને અમદાવાદ ના ક્રિકેટરો ને ટ્રેનિંગ આપવા માટે આ એકેડેમી અને ક્રિકેટ ગ્રાઉન્ડ ની શરૂઆત કરી છે આ એકેડેમી માં આઈ સી સી લેવલ 1 ના કોચ અને રાજસ્થાન રોયલ સ્પોર્ટ્સ ના સાયકોલોજીકલ સર્ટિફિકેટ ધરાવનાર અભિષેકસિંગ કોચિંગ આપવાના છે આ એકેડેમી ના ઉદ્ઘાટન માં ગતરાડ ગામ ના પૂર્વપ્રમુખ દિલીપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા એકેડેમી માં આવનાર તમામ છોકરા નું ખાસ ધ્યાન આપવામાં આવશે ક્રિકેટ ને લાગતી તમામ તાલીમ એકાના ક્રિકેટ એકેડેમી અને એકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવશે.