ઘરે જ બનાવો મધ અને નારિયેળના દૂધમાંથી હેયર કંડીશનર: વાળ સિલ્કી અને મુલાયમ બનશે

Honey and Coconut Milk

આપડે વાળની દેખભાળ માટે શેમ્પૂ અને કંડીશનરઉપયોગ કરીએ છીએ. શેમ્પૂ આપણા વાળની સ્કેલ્પને સાફ કરે છે જયારે કંડીશનર વાળને મુલાયમ બનાવી વાળના મૂળમાં પોષણને લોક કરે છે. જો સારાં કંડીશનરનો ઉપયોગ કરવામાં આવે તો વાળનો ગ્રોથ વધે છે. પણ બજારમાં મળતાં કંડીશનરથી વાળને ઘણીવાર નુકસાન પણ થાય છે. જેથી તમે ઘરે જ આયુર્વેદિક કંડીશનર બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. મધ અને નારિયેળનું દૂધ વાળ માટે બહુ જ ફાયદાકારી છે. તેનો ઉપયોગ કરીને કંડીશનર બનાવી શકો છો. તો જાણી લો રીત.

સામગ્રી:

 • 4 ચમચી નારિયેળનું દૂધ
 • 2 ચમચી મધ
 • 1 શાવર કેપ

કઈ રીતે બનાવવું?:

 • 1 બાઉલ લઈને તેમાં નારિયેળ દૂધ અને મધ લઈને બરાબર મિક્સ કરી લો.
 • આ મિશ્રણને 10 મિનિટ સેટ થવા મૂકી દો. 10 મિનિટ પછી તૈયાર થઈ જશે કંડીશનર.

કઈ રીતે લગાવશો:

 • આ પ્રાકૃતિક કંડીશનર વાળમાં લગાવતાં પહેલાં વાળ શેમ્પૂથી ન ધોવા અથવા વાળમાં તેલ પણ લગાવવું નહીં.
 • હેયર બ્રશની મદદથી તમારા વાળની સ્કેલ્પ અને વાળમાં આ કંડીશનર લગાવો.
 • પછી સ્કેલ્પમાં હળવા હાથે મસાજ કરો.
 • હવે 1 કલાક સુધી તેને રહેવા દો.
 • 1 કલાક પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.
 • જલ્દી અને સારાં પરિણામ માટે આ કંડીશનરનો સપ્તાહમાં 2વાર ઉપયોગ કરવો.

ફાયદો:

 • મધમાં નેચરલ એન્ટીબેક્ટેરિયલ એજન્ટ હોય છે. જે સ્કેલ્પમાં ઈન્ફેક્શનથી બચાવે છે.
 • તે વાળને મોઈશ્ચરાઈઝ પણ કરે છે. જેનાથી વાળ કોમળ અને ચમકદાર બને છે.
 • નારિયેળનું દૂધ વાળને જરૂરી પોષણ આપે છે અને વાળનો ગ્રોથ વધારવામાં પણ મદદ કરે છે
 • ડ્રાય અને ડેમેજ વાળની સમસ્યા પણ દૂર કરે છે.

source: www.divyabhaskar.co.in

Join the discussion

Your email address will not be published. Required fields are marked *