Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સારા આરોગ્ય માટે આ ૫ સ્વાસ્થ્ય સંકલ્પ પૂરતા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > સારા આરોગ્ય માટે આ ૫ સ્વાસ્થ્ય સંકલ્પ પૂરતા
હેલ્થ

સારા આરોગ્ય માટે આ ૫ સ્વાસ્થ્ય સંકલ્પ પૂરતા

Gujju Media
Last updated: January 5, 2026 7:49 pm
By Gujju Media
4 Min Read
Share
Dharmishtha 20260105 184329 0000.jpg.webp
SHARE

સારા આરોગ્ય માટે આ ૫ સ્વાસ્થ્ય સંકલ્પ પૂરતા છે

Contents
  • ૧. આખું અનાજ અને સમતોલ આહાર અપનાવો
  • ૨. પ્રોટીન અને ફાઈબરને આપો પ્રાથમિકતા
  • ૩. નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ
  • ૪. લિક્વિડ સુગરથી દૂર રહો
  • ૫. સ્વાસ્થ્યના આંકડાઓને નિયમિત રીતે ટ્રેક કરો

આજની ઝડપી અને તણાવભરી જીવનશૈલીમાં સારું સ્વાસ્થ્ય જાળવવું મોટો પડકાર બની ગયો છે. મોટાભાગના લોકો બીપી, સુગર, કોલેસ્ટ્રોલ, પેટની ચરબી અને થાક જેવી સમસ્યાઓથી પીડાય છે. ઘણા લોકો માને છે કે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે મોંઘી દવાઓ અથવા ખાસ ઉપચાર જરૂરી છે, પરંતુ હકીકતમાં સ્વસ્થ જીવનનું રહસ્ય આપણી રોજિંદી ટેવો અને યોગ્ય પસંદગીઓમાં છુપાયેલું છે.

વર્ષ 2026માં જો તમે તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી હોય, તો બ્લડ પ્રેશર, બ્લડ સુગર, ખરાબ કોલેસ્ટ્રોલ અને વધતી પેટની ચરબી પર નિયંત્રણ લાવવું અત્યંત જરૂરી છે. ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થ કોચ રેણુ રાવેજા જણાવે છે કે માત્ર ૫ સરળ પરંતુ અસરકારક સ્વાસ્થ્ય સંકલ્પો અપનાવવાથી વ્યક્તિ દીર્ઘાયુ અને નિરોગી જીવન તરફ આગળ વધી શકે છે.

- Advertisement -

૧. આખું અનાજ અને સમતોલ આહાર અપનાવો

સ્વસ્થ શરીર માટે યોગ્ય આહાર સૌથી મહત્વપૂર્ણ છે. રોજિંદા ભોજનમાં રિફાઈન્ડ ખોરાકની જગ્યાએ આખું અનાજ (Whole Grains) જેમ કે જ્વાર, બાજરી, ઘઉં, ઓટ્સ અને બ્રાઉન રાઈસનો સમાવેશ કરવો જોઈએ. સમતોલ આહારનો અર્થ એ છે કે તમારી પ્લેટમાં પોષક તત્વોનું યોગ્ય પ્રમાણ હોવું.

પ્લેટનો અડધો ભાગ શાકભાજીથી ભરેલો હોવો જોઈએ, એક હથેળી જેટલું પ્રોટીન (દાળ, દહીં, પનીર, ઈંડા વગેરે), મુઠ્ઠીભર કાર્બોહાઈડ્રેટ્સ અને સાથે દહીં અથવા છાશનો સમાવેશ કરવો લાભદાયક છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના અભ્યાસ અનુસાર, આવો સંતુલિત આહાર અપનાવવાથી કોઈપણ કારણસર થતા મૃત્યુનું જોખમ લગભગ 23% સુધી ઘટી શકે છે.

- Advertisement -

૨. પ્રોટીન અને ફાઈબરને આપો પ્રાથમિકતા

પ્રોટીન શરીરના સ્નાયુઓને મજબૂત રાખવામાં અને ઉંમર વધતા થતી સ્નાયુઓની ક્ષતિ અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજી તરફ, ફાઈબર આંતરડાની સ્વસ્થતા જાળવે છે અને આંતરડાના માઇક્રોબાયોમને સુધારી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

અભ્યાસ દર્શાવે છે કે જે લોકો પ્રોટીનયુક્ત આહાર લે છે, તેમાં સ્નાયુઓના નુકસાનમાં લગભગ 40% સુધીનો ઘટાડો જોવા મળે છે. તેથી દરરોજના ભોજનમાં દાળ, કઠોળ, દહીં, શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો અત્યંત જરૂરી છે.

- Advertisement -

૩. નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ

સ્વસ્થ રહેવા માટે માત્ર યોગ્ય આહાર પૂરતો નથી, પરંતુ શરીરને સક્રિય રાખવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો દર સપ્તાહે 150 થી 300 મિનિટ સુધી મધ્યમ સ્તરની શારીરિક પ્રવૃત્તિ કરવાની સલાહ આપે છે. સાથે સાથે, ઓછામાં ઓછી અઠવાડિયામાં બે વખત સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે.

પ્રખ્યાત જર્નલ ‘લેન્સેટ’ના અભ્યાસ મુજબ, દરરોજ આશરે 7 હજાર ડગલાં ચાલવાથી હૃદય રોગનું જોખમ 25% અને ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 14% સુધી ઘટાડી શકાય છે. નિયમિત કસરત મનને પણ તણાવમુક્ત રાખે છે.

- Advertisement -
- Advertisement -

૪. લિક્વિડ સુગરથી દૂર રહો

આજકાલ ચા, કોફી, પેકેજ્ડ જ્યુસ અને સોફ્ટ ડ્રિંક્સનો વધુ પડતો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે, પરંતુ આ પેય પદાર્થો શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઝડપથી વધારે છે. લિક્વિડ સુગર સીધા બ્લડ સુગર પર અસર કરે છે અને વજન વધારવાનું મુખ્ય કારણ બની શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, ખાંડનું સેવન કુલ દૈનિક કેલરીના 10% કરતાં ઓછું હોવું જોઈએ અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે તેને 5% કરતાં પણ ઓછું રાખવાની ભલામણ કરવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી ખાંડ વગરની ચા-કોફી અને ઘરેલું પીણાં પસંદ કરવા જોઈએ.

૫. સ્વાસ્થ્યના આંકડાઓને નિયમિત રીતે ટ્રેક કરો

ઘણા લોકો સ્વસ્થ હોવાનું માને છે, પરંતુ સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ આંકડાઓની જાણ ન હોવાને કારણે સમસ્યાઓ મોડે પકડાય છે. તેથી નિયમિતપણે બ્લડ પ્રેશર (BP), HbA1c (સુગર), કોલેસ્ટ્રોલ અને વજન ચકાસવું ખૂબ જરૂરી છે.

- Advertisement -

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે ઘટે છે. નિષ્ણાતો દર 3 થી 6 મહિને એકવાર સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવવાની સલાહ આપે છે, જેથી કોઈપણ સમસ્યા સમયસર ઓળખી શકાય.

લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે કોઈ ચમત્કારિક ઉપાય નથી, પરંતુ રોજિંદી જીવનમાં નાના પરંતુ યોગ્ય સંકલ્પો અપનાવવાથી મોટો ફેરફાર શક્ય છે. યોગ્ય આહાર, નિયમિત કસરત, ખાંડ પર નિયંત્રણ અને સ્વાસ્થ્યની દેખરેખ – આ પાંચ સંકલ્પો તમારા જીવનને વધુ નિરોગી અને આનંદમય બનાવી શકે છે.

શું તમે પણ ઘરે BP માપવામાં ભૂલ કરો છો? જાણો ડૉક્ટરે જણાવેલી બ્લડ પ્રેશર ચેક કરવાની સાચી રીત
રોજ લીંબુ અને ચિયા સીડ્સનું પાણી પીવાથી શું થાય? જાણો શરીર પર થતી અદ્ભુત અસરો
નાની વાતે પેઇન કિલર લેવાની આદત શરીરના આ અંગોને કરી શકે છે ફેઈલ, જાણો ડોક્ટરની ચેતવણી
શું તમે રસોઈમાં સરસવનું તેલ વાપરો છો? જાણો તે કેવી રીતે હૃદયને રાખે છે મજબૂત
ઊંઘતી વખતે મોઢામાંથી કેમ નીકળે છે લાળ? આ આદતને સામાન્ય ન સમજશો, જાણો તેની પાછળનું વિજ્ઞાન
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

GOLD 0308.jpg.webp
અમદાવાદ, મુંબઈમાં આજે 24 કેરેટ સોનું ક્યા ભાવે વેચાઈ રહ્યું છે?
બિઝનેસ
Stock Market 0308.jpg.webp
શેરબજારમાં આજે મોટી હિલચાલ: ઓલા ઇલેક્ટ્રિકના એક્સ-રાઇટ્સ ઇશ્યૂ અને ટાટા એલેક્સી, હીરો મોટર્સના પરિણામો પર નજર
શેરમાર્કેટ
Shardiya Navratri.jpg.webp
આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, માં કૂષ્માંડા લાવશે જીવનમાં સુખ અને સમૃદ્ધિ
ધર્મદર્શન
1792025868 Amitabh Bachchan 2.jpg.webp
“લોકો કોમેન્ટમાં બુઢ્ઢો કહે છે…” ઓનલાઇન ટ્રોલિંગ પર KBCના મંચ પર છલકાયું અમિતાભ બચ્ચનનું દર્દ!
એન્ટરટેઈન્મેન્ટ
Banana Raita 2.jpg.webp
નવરાત્રિના પાંચમા દિવસે માં સ્કંદમાતાને ચઢાવો કેળાના રાયતાનો ભોગ, વ્રતમાં પણ ખાઈ શકાય છે આ સ્વાદિષ્ટ રેસિપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

INDIA 1 42.jpg.webp
હેલ્થ

હોર્મોન્સનું સંતુલન બગડ્યું છે? જાણો કેવી રીતે કુદરતી પદ્ધતિથી તેને ફરી રિસેટ કરી શકાય

By Gujju Media
4 Min Read
1770860305 dharmishtha 1 22.jpg.webp
હેલ્થ

પેટની સમસ્યાઓથી છો પરેશાન? સ્વામી રામદેવના આ આસનો અને ડાયેટ ટિપ્સ આપશે કાયમી ઉકેલ

By Gujju Media
3 Min Read
BONE21.jpg.webp
હેલ્થ

માત્ર ફેફસાંમાં જ નહીં, હાડકામાં પણ થઈ શકે છે ટીબી! જાણો આ ગંભીર બીમારી ક્યારે થાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?