Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કેમ 8 લાખની કાર 5 વર્ષમાં તમને 14 લાખ રૂપિયામાં પડશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ઓટોમોબાઇલ > જાણો કેમ 8 લાખની કાર 5 વર્ષમાં તમને 14 લાખ રૂપિયામાં પડશે
ઓટોમોબાઇલ

જાણો કેમ 8 લાખની કાર 5 વર્ષમાં તમને 14 લાખ રૂપિયામાં પડશે

Gujju Media
Last updated: June 12, 2026 3:50 pm
By Gujju Media
5 Min Read
Share
CAR 1206.jpg.webp
SHARE

કાર ખરીદવી તો સહેલી છે, પણ પાંચ વર્ષ સુધી ચલાવવાનું ગણિત લાખો રૂપિયાનું બજેટ ખોરવી નાખશે!

Contents
  • ઇંધણનો મોટો આંચકો: ૫ વર્ષમાં ૩ થી ૪ લાખનો ધુમાડો
  • વાર્ષિક સર્વિસ, મેઇન્ટેનન્સ અને વીમાનું અનિવાર્ય ભારણ
  • ટાયર, બેટરીનું રિપ્લેસમેન્ટ અને કિંમતમાં થતો મોટો ઘટાડો
  • બજેટનું આયોજન કેવી રીતે કરશો?

નવું વાહન ખરીદવું એ દરેક વ્યક્તિ કે પરિવાર માટે એક ઉત્સાહ અને ગર્વની ક્ષણ હોય છે. શોરૂમમાં ચમકતી કાર જોઈને મોટાભાગના લોકો તેની કિંમત, લુક અને આકર્ષક ફીચર્સના આધારે તાત્કાલિક ખરીદીનો નિર્ણય લઈ લે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કાર ખરીદવી એ તો માત્ર શરૂઆત છે, અસલી આર્થિક સફર તો તેને ઘરમાં લાવ્યા પછી શરૂ થાય છે. ઘણા ગ્રાહકો કારની ઓન-રોડ પ્રાઇસ જોઈને બજેટ બનાવે છે, પણ આગામી ૫ વર્ષમાં તેની પાછળ થનારા છુપા ખર્ચાઓ (Hidden Costs) ને નજરઅંદાજ કરી દે છે. આ જ કારણે ઓટોમોબાઈલ નિષ્ણાતો હંમેશાં ‘ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ’ એટલે કે માલિકીના કુલ ખર્ચને સમજવાની સલાહ આપે છે.

બદલાતી જીવનશૈલી વચ્ચે મધ્યમ વર્ગના પરિવારોમાં કાર ખરીદવાનો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તહેવારો અને સેલ દરમિયાન લોકો આકર્ષક લોન ઈએમઆઈ (EMI) જોઈને કાર બુક કરાવી લે છે. પરંતુ કારના શોરૂમની બહાર નીકળતા જ જે ખર્ચાઓ શરૂ થાય છે, તે આગામી પાંચ વર્ષમાં વાહનની મૂળ કિંમત કરતાં ૫૦% થી ૬૦% જેટલો વધારાનો આર્થિક બોજ સરવાળે વધારી દે છે. જો તમે પણ નવી કાર લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે વાસ્તવિક નાણાકીય ગણતરીઓ જાણી લેવી જોઈએ.

- Advertisement -

ઇંધણનો મોટો આંચકો: ૫ વર્ષમાં ૩ થી ૪ લાખનો ધુમાડો

ધારો કે તમે મધ્યમ વર્ગની અત્યંત લોકપ્રિય એવી રૂપિયા ૮ લાખની કિંમતની એક સેગમેન્ટ પેટ્રોલ કાર ખરીદો છો. સામાન્ય રીતે એક સામાન્ય પરિવાર પોતાની કારને વર્ષ દરમિયાન આશરે ૧૨,૦૦૦ કિલોમીટર જેટલી ચલાવે છે. આજના પેટ્રોલના ભાવો અને કારની સરેરાશ માઇલેજને ધ્યાનમાં રાખીએ તો, માત્ર ઇંધણ પાછળ જ વાર્ષિક રૂપિયા ૬૦,૦૦૦ થી લઈને રૂપિયા ૮૦,૦૦૦ નો સીધો ખર્ચ થાય છે. આ ગણતરીએ પાંચ વર્ષના ગાળામાં તમે કારમાં આશરે રૂપિયા ૩,૦૦,૦૦૦ થી રૂપિયા ૪,૦૦,૦૦૦ નું માત્ર પેટ્રોલ પુરાવી ચુક્યા હશો.

- Advertisement -

વાર્ષિક સર્વિસ, મેઇન્ટેનન્સ અને વીમાનું અનિવાર્ય ભારણ

કારને ચાલુ અને સલામત રાખવા માટે નિયમિત સર્વિસિંગ કરાવવી ફરજિયાત છે. કારની બ્રાન્ડ અને એન્જિનના આધારે વાર્ષિક મેઇન્ટેનન્સનો સરેરાશ ખર્ચ રૂપિયા ૮,૦૦૦ થી રૂપિયા ૧૫,૦૦૦ ની વચ્ચે આવે છે. એટલે કે પાંચ વર્ષમાં માત્ર એન્જિન ઓઇલ બદલવા અને જનરલ સર્વિસ પાછળ જ રૂપિયા ૪૦,૦૦૦ થી રૂપિયા ૭૫,૦૦૦ ખર્ચાઈ જાય છે.

આ ઉપરાંત, કાયદાકીય રીતે અને ગાડીની સુરક્ષા માટે વીમો (Car Insurance) લેવો અને દર વર્ષે તેને રીન્યુ કરાવવો અનિવાર્ય છે. પ્રીમિયમ કારનો સરેરાશ વાર્ષિક વીમો રૂપિયા ૧૫,૦૦૦ થી ૨૫,૦૦૦ ની આસપાસ આવે છે. પાંચ વર્ષના સમયગાળામાં વીમા પાછળ જ તમારા ખિસ્સામાંથી રૂપિયા ૭૫,૦૦૦ થી લઈને રૂપિયા ૧,૨૫,૦૦૦ સુધીની રકમ નીકળી જાય છે.

- Advertisement -

ટાયર, બેટરીનું રિપ્લેસમેન્ટ અને કિંમતમાં થતો મોટો ઘટાડો

પાંચ વર્ષની સફર દરમિયાન કારના ટાયર અને બેટરી પણ ઘસાઈ જાય છે. સામાન્ય રીતે ૪૦ થી ૫૦ હજાર કિલોમીટર ચાલ્યા પછી કારના ચારેય ટાયર બદલવા પડે છે, જેનો એકસાથે ખર્ચ રૂપિયા ૨૦,૦૦૦ થી રૂપિયા ૧૪૦,૦૦૦ સુધીનો આવી શકે છે. જ્યારે ૩ થી ૪ વર્ષમાં કારની બેટરી બદલવાનો ખર્ચ રૂપિયા ૫,૦૦૦ થી રૂપિયા ૧૦,૦૦૦ ની વચ્ચે થાય છે.

આ બધા ખર્ચથી અલગ, સૌથી મોટો આર્થિક ફટકો ‘ડેપ્રિશિયેશન’ એટલે કે કારની કિંમતમાં થતો ઘટાડો આપે છે. તમે રૂપિયા ૮ લાખમાં ખરીદેલી કાર જ્યારે પાંચ વર્ષ પછી સેકન્ડ હેન્ડ માર્કેટમાં વેચવા જશો, ત્યારે તેની રીસેલ વેલ્યુ માંડ ૪ થી ૫ લાખ રૂપિયા ઉપજશે. એટલે કે વાહનની સંપત્તિના મૂલ્યમાં સીધો ૩ થી ૪ લાખ રૂપિયાનો ઘટાડો નોંધાય છે.

- Advertisement -
- Advertisement -

બજેટનું આયોજન કેવી રીતે કરશો?

જો આ તમામ અનિવાર્ય અને છુપા ખર્ચાઓ જેવા કે ઇંધણ, ઇન્સ્યોરન્સ, નિયમિત મેઇન્ટેનન્સ, ટાયર-બેટરી બદલવાનો ખર્ચ અને લોન પર ચૂકવાતું વ્યાજ એકસાથે ઉમેરવામાં આવે, તો ૮ લાખની મૂળ કિંમતની કાર ૫ વર્ષ પૂરા થતા સુધીમાં તમારા ખિસ્સામાંથી કુલ રૂપિયા ૧૨ લાખથી ૧૪ લાખ રૂપિયા કઢાવી લે છે. આનો અર્થ એ થયો કે તમારે કાર ચલાવવા માટે તેની મૂળ કિંમત ઉપરાંત રૂપિયા ૪ લાખથી ૬ લાખ વધારાના વાપરવા પડશે. તેથી જ નવું વાહન લેતી વખતે માત્ર ડાઉન પેમેન્ટ કે ઈએમઆઈ ન જુઓ, પરંતુ તમારા માસિક અને વાર્ષિક કમાણીના આધારે વાસ્તવિક ઓપરેટિંગ કોસ્ટની ગણતરી કરીને જ આગળ વધો.

Yamaha R2 ની બુકિંગ ઓપન! નો રિસ્ક ઓફર સાથે રૂ. 10,000માં બુક કરો તમારી ડ્રીમ બાઇક
ટાટા પંચે રચ્યો ઈતિહાસ: ભારતની સૌથી ઝડપથી વેચાતી SUV બની, 7 લાખથી વધુ પરિવારોની બની પસંદ
ટોયોટાની કાર ખરીદવી હવે પડશે મોંઘી: ઇનોવા અને ફોર્ચ્યુનરના ભાવમાં થયો ધરખમ વધારો, જાણો નવા રેટ લિસ્ટ
બોલ્ડ ડિઝાઇન, ફ્યુચરિસ્ટિક લુક: નવી Kia Seltos નો ટીઝર જારી, આ દિવસે થશે વર્લ્ડ પ્રીમિયર!
શું તમારી બાઈકનું એર ફિલ્ટર બરાબર કામ કરે છે? એન્જિનને બચાવવા માટે આટલું ખાસ જાણો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 11 02T114026.282.jpg.webp
૧૦મું બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણનો મોટો ધડાકો! બિઝનેસ લીડર્સ સામે કહી આ વાત
બિઝનેસ
Insurance Rules.jpg.webp
કાર-બાઇક ઇન્શ્યોરન્સમાં IRDAIનો મોટો નિર્ણય, 15 ડિસેમ્બરથી લાગુ થશે 4 નવા વિકલ્પો
ઓટોમોબાઇલ
iNDIA 2026 10 29T125601.088.jpg.webp
ઇટલીના આ રેસ્ટોરાંમાં જમતી વખતે ફોન વાપરવા પર પ્રતિબંધ, મળશે ખાસ ‘રીયૂનિયન કિટ’
બિઝનેસ
iNDIA 2026 10 29T115025.596.jpg.webp
NSE ના શેર પર બ્રોકરેજ ફર્મ Jefferies ની મોટી ભવિષ્યવાણી: શેર પહોંચી શકે છે ₹૨૩૦૦ સુધી…
શેરમાર્કેટ
1793266549 Chanakya Niti.jpg.webp
જીવનની મોટી મુસીબતો પણ બની જશે સરળ, અપનાવો ચાણક્ય નીતિના આ અચૂક મંત્ર!
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

car4.jpg.webp
ઓટોમોબાઇલ

ટાટાની મોટી જાહેરાત: ભારત બનશે જગુઆર લેન્ડ રોવરનું નવું મેન્યુફેક્ચરિંગ હબ, હજારોને મળશે રોજગારી

By Gujju Media
3 Min Read
1768230169 dharmishtha 1 40.jpg.webp
ઓટોમોબાઇલ

રસ્તામાં કાર બગડશે તો તાત્કાલિક મળશે મદદ, સ્કોડા લાવી ‘સુપર કેર’ પ્રોગ્રામ

By Gujju Media
3 Min Read

“Mahindra Thar Roxx અને Force Gurkha: લોન અને EMI વિગતો”

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
ભજન

નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન

  નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન નંદલાલાને માતા યશોદાજી સાંભરે મમતા મૂર્તિ મારી રહી…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
Lemon Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?