Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પવિત્ર શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીંતર વ્રત અને પૂજાનું પુણ્ય ફળ નહીં મળે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > પવિત્ર શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીંતર વ્રત અને પૂજાનું પુણ્ય ફળ નહીં મળે
ધર્મદર્શન

પવિત્ર શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીંતર વ્રત અને પૂજાનું પુણ્ય ફળ નહીં મળે

Gujju Media
Last updated: July 27, 2026 6:08 pm
By Gujju Media
5 Min Read
Share
1785155892 Copy of Satya web temp 29.jpg.webp
SHARE

શ્રાવણ માસમાં આ નાની બાબતોની રાખશો કાળજી, તો જ મળશે અખંડ સૌભાગ્ય અને સુખ-શાંતિ

Contents
  • શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરો આ ભૂલો
  • શ્રાવણમાં શું કરવું જોઈએ? (નિયમો અને ઉપાયો)

હિન્દુ ધર્મમાં શ્રાવણ (સાવણ) નો મહિનો ખૂબ જ પવિત્ર અને વિશેષ માનવામાં આવે છે. આ આખો મહિનો જગતના પાલનહાર ભગવાન શિવને સમર્પિત છે. આ દરમિયાન ચારેય તરફ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ ના ગુંજારવ સાંભળવા મળે છે. એવી ગાઢ માન્યતા છે કે શ્રાવણના આ પાવન મહિનામાં જે ભક્ત સાચા મનથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરે છે, જલાભિષેક કરે છે અને વ્રત રાખે છે, ભોલેનાથ તેના પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન શિવ એવા દેવતા છે જે ખૂબ જ ભોળા છે અને માત્ર એક લોટો જળ અર્પણ કરવાથી જ પોતાના ભક્તો પર કૃપા વરસાવવા લાગે છે.

પરંતુ, શાસ્ત્રો અને પુરાણોમાં શ્રાવણ મહિનાને લઈને કેટલાક કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂજા-પાઠ કરવાની સાથે-સાથે આ નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. જો આપણે અજાણતા પણ કેટલીક નાની-નાની ભૂલો કરી બેસીએ, તો આપણી પૂજાનું પૂરેપૂરું ફળ આપણને મળતું નથી. તો ચાલો જાણીએ કે શ્રાવણ મહિનામાં આપણે કયા કામોથી બચવું જોઈએ અને શું કરવું જોઈએ.

- Advertisement -

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરો આ ભૂલો

  1. તામ્રસિક ખોરાક અને દારૂનું સેવન: શ્રાવણ મહિનામાં ખાવા-પીવાની બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન લસણ, ડુંગળી, માંસ, મિદ્રા (દારૂ), ઈંડા અને સિગારેટ-તંમાકુ જેવા તામસિક ખાદ્ય પદાર્થો અથવા નશીલી ચીજોથી સંપૂર્ણપણે અંતર જાળવી લેવું જોઈએ. શાસ્ત્રો અનુસાર, આ આખા પવિત્ર મહિનામાં માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ, જેનાથી શરીર અને મન બંને પવિત્ર રહે છે.

  2. ખંડિત કે ગંદા બેલપત્ર ન ચડાવો: ભગવાન શિવને બેલપત્ર અત્યંત પ્રિય છે. બેલપત્ર વગર શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે. પરંતુ પૂજા કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે શિવલિંગ પર ક્યારેય પણ કાપેલા-ફાટેલા, સૂકા, કરમાયેલા કે કીડા લાગેલા બેલપત્ર ન ચડાવો. શિવલિંગ પર હંમેશાં સાફ-સુથરા, આખા અને ઓછામાં ઓછા ત્રણ પાંદડાવાળા (ત્રિદલ) બેલપત્ર જ અર્પણ કરવા જોઈએ.

  3. ક્રોધ, અહંકાર અને અપશબ્દોના પ્રયોગથી બચો: શ્રાવણનો મહિનો માત્ર શરીરથી શુદ્ધ રહેવાનો નથી, પરંતુ માનસિક અને આધ્યાત્મિક રૂપથી પવિત્ર થવાનો પણ છે. એટલા માટે આ દરમિયાન કોઈના પર પણ ગુસ્સો કરવાથી, કોઈનું અપમાન કરવાથી અથવા મોઢાથી અપશબ્દો બોલવાથી બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર માસમાં નકારાત્મક વિચારો રાખવાથી ભોલેનાથ નારાજ થઈ શકે છે.

  4. વડીલોનું અપમાન અને જીવ-હત્યાથી દૂર રહો: શ્રાવણ મહિનામાં કોઈપણ મૂંગા પ્રાણીને સતાવવું અથવા કોઈ જીવને નુકસાન પહોંચાડવું ખૂબ મોટું પાપ માનવામાં આવે છે. આ ઉપરાંત, તમારા માતા-પિતા, ગુરુ અથવા ઘરના વડીલોનું અપમાન કરવાથી પણ બચવું જોઈએ.

શ્રાવણમાં શું કરવું જોઈએ? (નિયમો અને ઉપાયો)

  1. નિયમિત રૂપે કરો જલાભિષેક: શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી શિવ મંદિરે જાઓ અથવા ઘરે જ તાંબાના લોટાથી શિવલિંગ પર જળ, દૂધ અથવા ગંગાજળ અર્પણ કરો. આમ કરવાથી માનસિક શાંતિ મળે છે અને ભોલેનાથની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.

  2. શિવ મંત્રોનો સતત જાપ: શ્રાવણના દિવસોમાં ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્ર અથવા ‘ૐ નમઃ શિવાય’ નો જાપ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મહિનામાં કરેલો જાપ અને ધ્યાન સામાન્ય દિવસોની સરખામણીમાં અનેકગણું વધુ પુણ્ય ફળ પ્રદાન કરે છે.

  3. સાત્વિક આહાર અને સોમવારનું વ્રત: જે શ્રદ્ધાળુઓ શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે, તેમણે આખો દિવસ ઉપવાસ રાખીને સાંજે ફળાહાર અથવા સાત્વિક ભોજન કરવું જોઈએ. ભોજનમાં સિંધવ મીઠા (સૈંધવ નમક) નો પ્રયોગ કરવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

  4. દાન-પુણ્ય અને જીવ સેવા: શ્રાવણ મહિનામાં તમારી ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર કે અન્ય જરૂરી ચીજવસ્તુઓનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. આ ઉપરાંત, ગાયને ઘાસ ખવડાવવું, પક્ષીઓ માટે પાણી રાખવું અને મૂંગા જીવોની સેવા કરવી ભગવાન શિવને ખૂબ જ પ્રસન્ન કરે છે.

જો તમે પણ શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભોલેનાથને ખુશ કરવા માંગતા હો, તો આ નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખો અને તમારી પૂજાને પૂરી શ્રદ્ધા સાથે સંપન્ન કરો.

શું ખોટા કામમાં સાથ આપવો પણ પાપ છે? જાણો શુ કહે છે વિદુર નીતિ
સાવધાન! નવરાત્રીના 9 દિવસમાં ભૂલથી પણ ન કરતા આ કામ, માં દુર્ગા થઈ શકે છે નારાજ
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવશે આ નનકડા છોડ, જાણો કયા નક્ષત્રમાં વૃક્ષારોપણ કરવાથી ચમકશે ભાગ્ય
શું તમારા આગળના દાંત વચ્ચે પણ ગેપ છે? જાણી લો કેટલા નસીબદાર છો તમે!
સ્ફટિક શિવલિંગ કેમ છે મહાદેવનું સૌથી સાત્વિક સ્વરૂપ? જાણો ઘરમાં સ્થાપના કરવાની સાચી વિધિ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

post office2.jpg.webp
પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમમાં પત્ની સાથે કરો રોકાણ! દર મહિને મળશે ₹9,250ની ગેરંટીડ કમાણી
બિઝનેસ
Jio Recharge.jpg.webp
₹200થી ઓછામાં જિયોના બે ધમાકેદાર પ્લાન, ₹189 અને ₹199માંથી કયો છે તમારા માટે બેસ્ટ?
ગેજેટ
iNDIA 2026 09 28T105358.001.jpg.webp
શેર બજારમાં મોટો ઘટાડો: રોકાણકારોના ડૂબ્યા 6 લાખ કરોડ રૂપિયા, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો!
શેરમાર્કેટ
Shukra Vakri 2809.jpg.webp
શુક્ર વક્રી : પિતૃ પક્ષથી દિવાળી સુધી આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધનવર્ષા
ધર્મદર્શન
akshay khana2.jpg.webp
અક્ષય ખન્નાની મોટી ડીલ: મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર મલબાર હિલમાં ખરીદ્યો આલીશાન એપાર્ટમેન્ટ
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1786310341 Copy of Satya web temp 30.jpg.webp
ધર્મદર્શન

ચંદ્રગ્રહણ પહેલાં મંગળના ચિત્રા નક્ષત્રમાં શુક્રનું મહાગોચર; ૪ રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ કાળ

By Gujju Media
4 Min Read
Surya dev 1206.jpg.webp
ધર્મદર્શન

સૂર્યદેવની કૃપાથી જીવનમાં લાવો સકારાત્મક પરિવર્તન

By Gujju Media
3 Min Read
Nakshatra 2703.jpg.webp
ધર્મદર્શન

“શનિ-પુષ્યનો મહાસંયોગ”: ૨૮ માર્ચના રોજ આ નાના ઉપાયો ખોલી દેશે તમારા ભાગ્યના દ્વાર

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?