Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બાળકને દવા આપતા પહેલા આ 2 નામ વાંચો, નહીં તો મુશ્કેલી થઈ શકે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > બાળકને દવા આપતા પહેલા આ 2 નામ વાંચો, નહીં તો મુશ્કેલી થઈ શકે
હેલ્થ

બાળકને દવા આપતા પહેલા આ 2 નામ વાંચો, નહીં તો મુશ્કેલી થઈ શકે

Gujju Media
Last updated: August 25, 2026 12:04 pm
By Gujju Media
5 Min Read
Share
iNDIA 2026 08 25T113844.694.jpg.webp
SHARE

શરદી-કફની દવા બની શકે જોખમી? સરકારની નવી ગાઈડલાઈન જાણો

Contents
  • કઈ દવાઓ પર મૂકવામાં આવ્યો છે સંપૂર્ણ પ્રતિબંધ?
  • આ પહેલાં પણ કફ સિરપ પર લેવાયા છે કડક નિર્ણયો
  • માતા-પિતા માટે ખાસ ચેતવણી: જાતે ડૉક્ટર ન બનો!

હવામાન બદલાતાની સાથે જ બીમારીઓનો રોગચાળો ખૂબ ઝડપથી ફેલાવા લાગે છે, અને તેની ચપેટમાં સૌથી પહેલા નાના બાળકો આવે છે. બદલાતી ઋતુમાં બાળકોને શરદી, ઉધરસ કે ઝીણો તાવ આવવો એ જાણે એક સામાન્ય બાબત બની જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના માતા-પિતા ડૉક્ટર પાસે જવાને બદલે ઘરમાં પડેલી જૂની દવાઓ કે સિરપ બાળકોને પીવડાવી દેતા હોય છે. પરંતુ હવે જો તમે પણ આવું કરી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો, કારણ કે તમારી આ નાનકડી ભૂલ બાળકની જિંદગી પર ભારે પડી શકે છે.

કેન્દ્ર સરકારે બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. સરકારે ‘ક્લોરફેનિરામાઈન મેલેટ’ (Chlorpheniramine Maleate) અને ‘ફેનિલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ’ (Phenylephrine Hydrochloride) ના મિશ્રણથી બનતી ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર કડક પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય બાળકોના જીવ બચાવવાના હેતુથી લેવામાં આવ્યો છે, કારણ કે આવી ઓવર-ધ-કાઉન્ટર (OTC) દવાઓ પીવડાવવાથી ઘણા નાના બાળકોની તબિયત ગંભીર રીતે લથડી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આવો જાણીએ આ નવા નિયમ અને તેનાથી જોડાયેલી મહત્વની બાબતો વિશે.

- Advertisement -

કઈ દવાઓ પર મૂકવામાં આવ્યો છે સંપૂર્ણ પ્રતિબંધ?

કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, જે દવાઓ અથવા કફ સિરપમાં ક્લોરફેનિરામાઈન મેલેટ અને ફેનિલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડનું મિશ્રણ હોય, તેના ઉત્પાદન અને વેચાણ પર તુરંત અસરથી રોક લગાવી દેવામાં આવી છે. સામાન્ય રીતે આ બંને ઘટકોનો ઉપયોગ શરદી, સદી-જુકામ, નાક વહેવું કે બંધ નાકની સમસ્યામાં રાહત આપતી દવાઓમાં મોટા પ્રમાણમાં થતો આવ્યો છે.

- Advertisement -

બાળરોગ નિષ્ણાતો (Pediatricians) નું કહેવું છે કે નાના બાળકો માટે આ કેમિકલ યુક્ત ઘટકો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાત સમિતિનું માનવું છે કે બાળકોમાં શરદી-ઉધરસની સારવાર માટે બજારમાં આના કરતાં વધુ સુરક્ષિત અને અસરકારક વિકલ્પો ઉપલબ્ધ છે, તેથી આ હાનિકારક કોમ્બિનેશનની કોઈ જરૂર નથી.

આ નિર્ણય કોઈ ઉતાવળમાં લેવામાં આવ્યો નથી, પરંતુ નિષ્ણાત સમિતિ (Expert Committee) અને ‘ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ’ (DTAB) ની ભલામણોના આધારે લેવાયો છે. હવેથી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ દવાના પેકિંગ, લેબલ અને જાહેરાતો પર સ્પષ્ટ ચેતવણી લખવી પડશે, જેથી માતા-પિતા આ જોખમ વિશે અગાઉથી જાગ્રત થઈ શકે.

- Advertisement -

આ પહેલાં પણ કફ સિરપ પર લેવાયા છે કડક નિર્ણયો

બાળકોની દવાઓ અને કફ સિરપને લઈને સરકારે કડકાઈ દાખવી હોય તેવો આ પહેલો કિસ્સો નથી. અગાઉ ઓક્ટોબર ૨૦૨૫ માં પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બે વર્ષથી નાના બાળકોને ચોક્કસ પ્રકારના કફ સિરપ આપવા પર સખત મનાઈ ફરમાવી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ઝેરી કે ભે ભેળસેળયુક્ત કફ સિરપ પીવાથી ૧૧ થી વધુ માસૂમ બાળકોના કરૂણ મોત નીપજ્યા હોવાના અહેવાલો આવ્યા બાદ સરકારે તે પગલું ભર્યું હતું.

તે સમયે પણ આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડી હતી કે સામાન્ય રીતે ૫ વર્ષથી નાની વયના બાળકોને કોઈ પણ પ્રકારના કફ સિરપ આપવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી બાળકના ફેફસાં અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર વિપરીત અસર પડી શકે છે.

- Advertisement -
- Advertisement -

માતા-પિતા માટે ખાસ ચેતવણી: જાતે ડૉક્ટર ન બનો!

આરોગ્ય વિભાગ અને બાળરોગ નિષ્ણાતોએ તમામ માતા-પિતાને નમ્ર અપીલ કરી છે કે તેઓ નાના બાળકોને ડૉક્ટરની યોગ્ય સલાહ વગર ઘરગથ્થુ રીતે કે મેડિકલ સ્ટોર પરથી સીધી કોઈ દવા કે સિરપ ન આપે.

  • બાળકોનું નાજુક શરીર: નાના બાળકોનું શરીર અને તેમની રોગપ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો જેટલી મજબૂત હોતી નથી. તેથી, તીવ્ર અસર કરતી દવાઓ તેમના લિવર, કિડની અને શ્વાસ લેવાની પ્રક્રિયા પર આડઅસર (Side Effects) કરી શકે છે.

  • કુદરતી રીતે રિકવરી: એ સમજવું ખૂબ જરૂરી છે કે સામાન્ય શરદી-જુકામ કે વાયરલ ઇન્ફેક્શન ૧ થી ૨ અઠવાડિયામાં બાળકના શરીરમાં આપોઆપ ઠીક થઈ જાય છે. મોટાભાગના કિસ્સાઓમાં બાળકને કોઈ ભારે દવાઓની જરૂર જ હોતી નથી.

  • શું કરવું?: જો બાળકને હળવી શરદી કે કફ હોય તો તેને પૂરતો આરામ કરવા દો, હૂંફાળું પ્રવાહી આપો અને ગભરાઈને જાતે દવાઓ આપવાને બદલે હંમેશા સારા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરો.

બાળકોનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક હોય છે. થોડીક આળસ કે બેદરકારી બાળકના ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે, તેથી સરકારના આ નવા નિયમોનું પાલન કરવું અને તબીબી સલાહ વિના દવાઓ ન આપવી એ જ બુદ્ધિમાની છે.

- Advertisement -
નેસ્લે પ્રોડક્ટમાં ભેળસેળ? તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, બાળકો માટે જોખમી તત્વોની હાજરી
શું વારંવાર આવતા ખાટા ઓડકાર પેટમાં અલ્સરના સંકેત છે? જાણો શું કહે છે ડૉક્ટર
રોજ ખાઓ ૫૦ ગ્રામ શેકેલા ચણા, થશે આટલા બધા ફાયદા
માત્ર સુંદરતા માટે જ નહીં, પુરુષોના સ્વાસ્થ્ય માટે પણ અનિવાર્ય છે વિટામિન E; જાણો તેની ઉણપના લક્ષણો
Analogue Paneer: એનાલોગ પનીરના નામે પીરસાતું ‘ધીમું ઝેર’: એનાલોગ પનીરનો કાળો કારોબાર
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

sleep.jpg.webp
હેલ્થ

નવા સ્ટડીમાં ખુલાસો: મોડી રાત સુધી જાગવાથી સ્વાસ્થ્ય પર કેમ પડે છે ગંભીર અસર! જાણો, શરીરની રિકવરીનો ‘ખાસ’ સમય

By Gujju Media
4 Min Read
dharmishtha 1 2026 03 11T151509.130.jpg.webp
હેલ્થ

કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ ઘટાડવા ખાઓ શેકેલા ચણા, જાણો તેના અદ્ભુત ફાયદા

By Gujju Media
2 Min Read
wight2.jpg.webp
હેલ્થ

99% લોકો કરે છે ભૂલ! સ્થૂળતા પહેલાં દેખાતા આ 10 સંકેતોને ઓળખીને રહો ફિટ અને હેલ્ધી

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?