અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન
હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં ..હાંરે વહાલા
હાંરે મારા અંત સમયના બેલી
હાંરે હવે મેલો નહિ હડસેલી
હાંરે હું તો આવી ઊભો તમ દ્વારે શ્રીનાથજી
લઈ જાજે તારા ધામમાં …હાંરે વહાલા
હાંરે નાથ ! કરુણા તણા છો સિંધુ
હાંરે હું તો યાચું છું એકજ બિંદુ
હાંરે એક બિંદુમાં નહિ થાય ઓછું શ્રીનાથજી
લઈ જાજે તારા ધામમાં …હાંરે વહાલા
હાંરે મારું અંતર લેજો વાંચી.
હાંરે નથી મેંદીમાં લાલી લખાતી
હાંરે પાને પાને એ પ્રસરી જાતી શ્રીનાથજી
લઈ જાજે તારા ધામમાં …હાંરે વહાલા
હાંરે તને સમજુને શું સમજાવું
હાંરે કહે તો અંતર ખોલીને બતાવું
હાંરે તારા ભકતોને એક જ આશ શ્રીનાથજી
લઈ જાજે તારા ધામમાં …હાંરે વહાલા
Arji Amari Suno Shreenathji… shreenathji bhajan
Hare Vhala Arji Amari Suno Shreenathji
Lai Jaje Tara Dham Ma,
Hare Vhla Arji Amari.. Suno Shreenathji
Lai Jaje Tara Dham Ma
Hare Mara Aant Samay Na Beli,
Hare Have Melo Nahi Hadseli,
Hare Hu To Aavi Ubho
Tam Dware Shreenathji,
Lai Jaje Tara Dham Ma,
Hare Naath Karuna Tana Cho Sindhu,
Hare Hu To Yachu Chu Ek J Bindu,
Hare Ek Bindu Ma Nahi
Thai Ochhu Shreenathji,
Lai Jaje Tara Dham Ma,
Hare Maru Antar Lejo Vanchi,
Hare Nathi Mehandi Ma Lali Lakhaati,
Hare Paane Paane Ae
Prasari Jaati Shreenathji,
Lai Jaje Tara Dham Ma,
Hare Tane Samju Ne Su Samjavu,
Hare Kahe Antar Kholi Ne Batavu,
Hare Re Tara Bhakto Ni
Ek J Aash Shreenathji,
Lai Jaje Tara Dham Ma,
Hare Vhla Arji Amari.. Suno Shreenathji
Lai Jaje Tara Dham Ma,
Hare Vhla Arji Amari.. Suno Shreenathji
Lai Jaje Tara Dham Ma

