Share Market News ગિફ્ટ નિફ્ટી સપાટ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો ભડકો: જાણો આજના ભારતીય બજારના સંકેતો
Share Market News વૈશ્વિક શેરબજારમાંથી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે નરમ અને મિશ્ર સંકેતો સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે, જેની સીધી અને વિપરીત અસર એશિયન શેરબજારો પર જોવા મળી રહી છે.
આજે એશિયાના પ્રમુખ શેરબજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં જાપાનનું બજાર સૌથી વધુ દબાણ હેઠળ દેખાઈ રહ્યું છે. બીજી તરફ, ભારતીય શેરબજારની શરૂઆત માટેનો પૂર્વસંકેત આપનારો ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) પણ સપાટ ટ્રેડિંગ કરી રહ્યો છે, જેનાથી ભારતીય બજારમાં પણ સાવચેતીભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે.
જાપાનના Nikkei માં ૪૫૦ પોઇન્ટથી વધુનો ગાબડો
એશિયન બજારોના કારોબાર પર નજર કરીએ તો સોમવારના ટ્રેડિંગ સેશનમાં જાપાનનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કી (Nikkei) ૪૫૦ પોઇન્ટથી પણ વધુ ઘટીને ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
અન્ય એશિયન દેશોના શેરબજારોની સ્થિતિ પણ સુસ્ત અને નરમ રહી છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી (Kospi) ઇન્ડેક્સ ૯૦ પોઇન્ટ જેટલો ગગડ્યો હતો, જ્યારે ઇન્ડોનેશિયાનું શેરબજાર આશરે ૪૦ પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.
આ ઉપરાંત શાંઘાઈ અને સિંગાપુરના શેરબજારોમાં પણ સાધારણ નરમાઈ જોવા મળી હતી. એશિયન માર્કેટમાં વ્યાપેલી આ સુસ્તી પાછળ આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં ઊભી થયેલી અનિશ્ચિતતા અને બળતણના ભાવમાં સતત થઈ રહેલો વધારો મુખ્ય કારણ માનવામાં આવે છે.
ક્રૂડ ઓઇલ વાયદો ૧૧૫ ડોલર પ્રતિ બેરલે પહોંચ્યો
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં ફરી એકવાર મોટો ભડકો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં કચું તેલ (Brent Crude) ૧૧૫ ડોલર પ્રતિ બેરલના ઊંચા સ્તરે બોલાઈ રહ્યું હતું.
મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષો અને ક્રૂડ સપ્લાય અટકવાની આશંકાઓને કારણે તેલના ભાવ ઊંચા સ્તરે પહોંચ્યા છે.
ક્રૂડ ઓઇલમાં આ તીવ્ર ઉછાળો ભારત જેવા આયાત પર નિર્ભર દેશો માટે આર્થિક પડકાર ઊભો કરી શકે છે. તેલ કંપનીઓ અને વિદેશી રોકાણકારો (FIIs) આ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે, કારણ કે ક્રૂડ મોંઘું થવાથી મોંઘવારી વધવાનો ખતરો વધી જાય છે.
ભારતીય બજાર અને ગિફ્ટ નિફ્ટીના સંકેતો
એશિયન બજારોમાં નરમાઈ અને ક્રૂડ ઓઇલના ઉછાળા વચ્ચે ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ સોમવારે સવારે સપાટ સ્તરે ટ્રેડ કરતો દેખાયો હતો. બજાર નિષ્ણાતોના મતે, ગિફ્ટ નિફ્ટીનું આ વલણ દર્શાવે છે કે ભારતીય શેરબજાર (BSE Sensex અને NSE Nifty) ની શરૂઆત ખૂબ જ મર્યાદિત અને સાવચેતીભરેલી રહેશે.
Share Market News સ્થાનિક રોકાણકારો એક તરફ કમાણીની નવી તકો અને આઈપીઓ લિસ્ટિંગ પર ધ્યાન આપી રહ્યા છે, તો બીજી તરફ વૈશ્વિક સંકેતો નકારાત્મક હોવાના કારણે મોટા મૂડીરોકાણમાં ઉતાવળ કરવાનું ટાળી રહ્યા છે. આગામી દિવસોમાં એશિયન બજારોની ચાલ અને ક્રૂડ ઓઇલની કિંમતો જ ભારતીય શેરબજારની દિશા નક્કી કરશે

