Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અટલજી સાથે જોડાયેલા 6 કિસ્સા, જે તમે કદાચ નહિ જાણતા હોવ: પગપાળા સંસદ આવતા હતા, નવાઝને ફોન પર લાગ્યો હતો ઝટકો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > વિશ્વ > અટલજી સાથે જોડાયેલા 6 કિસ્સા, જે તમે કદાચ નહિ જાણતા હોવ: પગપાળા સંસદ આવતા હતા, નવાઝને ફોન પર લાગ્યો હતો ઝટકો
વિશ્વ

અટલજી સાથે જોડાયેલા 6 કિસ્સા, જે તમે કદાચ નહિ જાણતા હોવ: પગપાળા સંસદ આવતા હતા, નવાઝને ફોન પર લાગ્યો હતો ઝટકો

Gujju Media
Last updated: October 30, 2018 8:00 am
By Gujju Media
4 Min Read
Share
Image result for atal bihari vajpayee RIP
SHARE

અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વમાં છદ્મ આવરણ નહીવત્ હતું. તેમજ સાર્વજનિક જીવનમાં શાલીનતા પણ જાળવી રાખતા હતા. દરેક પરિસ્થિતિમાં તેમનું આચરણ સહજ રહેતું હતું. અટલજી સાથે લાંબા સમય સુધી રહેલા લાલકૃષ્ણ અડવાણી, તેમના નજીકના સહયોગીઓ અને કેટલાક લેખકોએ તેમની સાથે જોડાયેલાં રસપ્રદ કિસ્સાઓ સમયાંતરે શેર કર્યાં છે. અટલજી એવું વ્યક્તિત્વ હતા કે તે સંસદ માં પગપાળા આવતા હતા. પંડિત નહેરુ પણ અટલજીથી પ્રભાવિત હતા. તેમની ભાષણ શૈલીથી અડવાણીજીને ઘણો કોમ્પ્લેક્સ રહેતો હતો.

૧. ટીવી બંધ કરી દીધું તો નારાજ થઇ ગયા

અટલજી જ્યારે નવ વર્ષ બીમાર રહ્યા અને શરીર લકવાગ્રસ્ત થઇ ગયું હતું ત્યારે તેઓ ઘણીવાર ટીવી જોતા હતા. 2014માં થયેલી ચૂંટણીના પરિણામો પણ તેમણે ટીવી પર જોયા. તેઓ બોલતા ન હતા પરંતુ તેમના ચહેરા પર આવી રહેલા હાવભાવ સમાચારોને લઇને તેમના રિએક્શન્સ જણાવી દેતા હતા. પરિવારના સભ્યો અને સહયોગીઓ તેમને અખબાર વાંચીને સંભળાવતા હતા. એકવાર ટીવી પર ગૃહની કાર્યવાહીનું પ્રસારણ થઇ રહ્યું હતું, ત્યારે કોઇએ ટીવી બંધ કરી દીધું તો અટલજી બાળકની જેમ ગુસ્સે થઇ ગયા. ત્યારબાદ જ્યારે ફરી ટીવી ચાલુ કરવામાં આવ્યું તો તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. જ્યારે જૂની ફિલ્મો ટીવી પર આવી રહી હોય તો તેઓ મૌન બનીને જોયા કરતા હતા.

- Advertisement -

2. પગપાળા સંસદ આવતા હતા

લાલકૃષ્ણ અડવાણીએ એકવાર ભાસ્કરને 1957નો એક કિસ્સો જણાવ્યો હતો. ત્યારે અટલજી પહેલીવાર સાંસદ બન્યા હતા. બીજેપી નેતા જગદીશપ્રસાદ માથુર અને અટલજી બંને એકસાથે ચાંદની ચોકમાં રહેતા હતા. પગપાળા જ સંસદ આવતા-જતા હતા. છ મહિના પછી અટલજીએ રિક્ષામાં જવા માટે કહ્યું તો માથુરજીને આશ્ચર્ય થયું. તે દિવસે તેમને એક સાસંદ તરીકેનો 6 મહિનાનો પગાર એકસાથે મળ્યો હતો. માથુરજીના શબ્દોમાં આ જ અમારી એશ હતી.

- Advertisement -

3. ચૂંટણી હારીને ફિલ્મ જોવા જતા રહ્યા હતા

અડવાણીના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં નયાબાંસની પેટાચૂંટણી હતી. અમે ખૂબ મહેનત કરી, પરંતુ અમે હારી ગયા. અમે બંને દુઃખી હતા. અટલજીએ મને કહ્યું કે ચલો સિનેમા જોઇ આવીએ. અજમેરી ગેટમાં અમારી ઓફિસ હતી અને પાસે જ પહાડગંજમાં થિયેટર. ખબર ન હતી કઇ ફિલ્મ લાગેલી છે. પહોંચીને જોયું તો રાજ કપૂરની ફિલ્મ હતી- ‘ફિર સુબહ હોગી’. મેં અટલજીને કહ્યું- “આજે આપણે હાર્યા છીએ પરંતુ જોજો સવાર જરૂર થશે.” અમે ઘણીવાર અજમેરી ગેટથી ઝંડેવાલા તકતાંગેમાં જમવા જતા હતા.

- Advertisement -

૪. બાળકની જેમ ડિઝ્નીલેન્ડની મજા માણી

કરિયરનો કોઇપણ પડાવ કેમ ન હોય, તેમની અંદરનું બાળક હંમેશાં જીવતું રહ્યું. 1993ની વાત છે. અમેરિકા પ્રવાસના સમયે, ફુરસતના સમયમાં તેઓ ગ્રાન્ડ કેનિયન અને ડિઝ્નીલેન્ડ પહોંચી ગયા. બાળક જેવી જિજ્ઞાસા સાથે તેઓ લાઇનમાં ઊભા રહ્યા. ટિકિટ ખરીદી અને રાઇડ્સનો આનંદ લીધો. તેમના વ્યક્તિત્વનું આ પાસું બહુ ઓછું જાણીતું છે.

- Advertisement -
- Advertisement -

૫. કારગિલ યુદ્ધ બાદ કહ્યું હતું- હું પોતાની જાતને ભારત રત્ન કેવી રીતે આપી શકું…

કારગિલ યુદ્ધ બાદ અટલજીને તેમના કેટલાક મંત્રીઓએ કહ્યું, “અમે તમને ભારત રત્ન આપવા માગીએ છીએ.” અટલજીએ વઢતા કહ્યું, “હું પોતાની જાતને ભારત રત્ન આપી દઉં શું? ભવિષ્યમાં કોઈ સરકારને લાગશે તો આપશે, હું પોતાની જાતને નહીં આપું.” કારગિલ યુદ્ધ બાદ સંબંધ સુધારવા માટે વાજપેયીએ 2001માં પરવેઝ મુશર્રફને આગ્રા બોલાવ્યા હતા. આતંકવાદ શબ્દને લઈને વાજપેયીની દ્રઢતાના કારણે મુશર્રફે ઉદાસ થઈને પાકિસ્તાન પરત ફરવું પડ્યું હતું.

૬. નવાઝને ફોન પર લાગ્યો હતો ઝટકો

- Advertisement -

પાકિસ્તાની પત્રકાર નસીમ ઝેહરાના પુસ્તક ફ્રોમ કારગિલ ટૂ ધ કોપમાં અટલજી તરફથી નવાઝ શરીફનો ભારત પ્રવાસ રદ કરવાનો ઉલ્લેખ છે. જેમાં લખવામાં આવ્યું છે કે 1999માં શરીફ ભારત આવવાના હતા. તેઓએ ફેક્સથી ગુડવિલ મેસેજ પણ ભારત મોકલી દીધો હતો. લગભગ રાત્રે 10 વાગ્યે આવેલો અટલજીનો જવાબ તોપના ગોળા સમાન હતો. તેઓએ લખ્યું હતું કે તેઓ નવાઝને ભારત નથી બોલાવી રહ્યા, પરંતુ પાકિસ્તાનને કારગિલમાં ઉપસ્થિત સેના હટાવવાની માંગ કરી રહ્યા છે. જેથી બંને પક્ષોની વચ્ચે વાતચીતની શરૂઆત થઈ શકે.

source: www.divyabhaskar.co.in

ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા વિશ્વભરના હિન્દુઓ માટે સારા સમાચાર, અમેરિકાના ઓહાયોએ લીધો મોટો નિર્ણય
‘PM મોદી કે ભારત વિરુદ્ધ કોઈ પુરાવા નથી’, ભારત સરકારના ઠપકા બાદ ટ્રુડો ફરી હોશમાં આવ્યા
ઇઝરાયલ વિરુદ્ધની કાર્યવાહીથી ગુસ્સે ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત પર પ્રતિબંધો લગાવ્યા
હવે મોહમ્મદ યુનુસ શેખ હસીનાની પુત્રી પાછળ પડ્યા છે, WHO ને પત્ર લખીને આ વાત કહી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અરાજકતાનો માહોલ, શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ
- Advertisement -
TAGGED:6 cases related to AtaljiAtal BihariAtal Bihari Vajpayee dathAtal Bihari Vajpayee RIPwhich you probably do not knowઅટલ બિહારી વાજપેયીઅટલજી
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

ukraine president volodymyr zelenskyy visits uae as momentum grows for peace talks1
વિશ્વ

રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પહોંચ્યા સંયુક્ત આરબ અમીરાત, જાણો શું છે કારણ

By Gujju Media
3 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 3 2
વિશ્વ

ભગવદ ગીતાને સાક્ષી માની અમેરિકન સાંસ લીધા શપથ, માતા બની આ ખાસ અવસરની સાક્ષી

By Gujju Media
2 Min Read
phoenix settlement trust gandhi development trust handed over mahatma gandhi heritage to india
વિશ્વ

આફ્રિકન ટ્રસ્ટે મહાત્મા ગાંધીનો વારસો ભારતને સોંપ્યો, વિદેશ મંત્રી એસ જયશંકરે આપી માહિતી

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?