8 માર્ચ એટલે વુમન્સ ડે , વિશ્વ ભરમાં આ દિવસ વુમન્સ ડે તરીકે ઉજવાય છે, આજ સ્ત્રી પુરુષ સમોવડી બની છે, એ તો ઠીક એવું કોઈ કામ નથી કે જે સ્ત્રીઓ ના કરી શકે. અંતરિક્ષથી માંડી વાહનમાં હવા ભરવા સુધીનું કામ સ્ત્રીઓ કરતી થઇ ગઈ છે.
જામનગરમાં શરુ સેક્શન રોડ ઉપર એક પેટ્રોલ પમ્પ છે, આ પેટ્રોલ પમ્પમાં તમામેં તમામ કર્મચારીઓ માત્ર મહિલાઓ જ છે, આ મહિલા કર્મચારી વાહનમાં હવા ભરવાથી માંડી હાથમાં નોઝલ ઉપાડી પેટ્રોલ-ડીઝલ ફિલર તરીકેની જવાબદારી બખૂબી નિભાવે છે, વહેલી સવારે 6 થી છેક રાત્રે 11 વાગ્યા સુધી બે શિફ્ટમાં મહિલાઓ કામ કરતી જણાય છે, છેલ્લા ત્રણ વર્ષથી આ પમ્પમાં માત્ર મહિલા કર્મચારીઓ જ કામ કરે છે. આ પમ્પમાં કુલ 27 મહિલા કર્મચારીઓ છે.
એક સમય હતો કે જયારે મહિલાઓ વાહનમાં પેટ્રોલ ભરવા જતા સમયે પેટ્રોલ પમ્પ ઉપર જતા શરમાતી હતી, હવે તો બેધડક પેટ્રોલ ફીલિંગ કરાવનું કામ કરે છે , એટલે સુધી કે પેટ્રોલ પમ્પ દ્વારા ચલાવતી આનુસંગિક સેવાઓ પણ મહિલા કર્મચારી આપે છે. વાહનના વહીલમાં હવા ભરવાનું કામ પણ મહિલાઓ કરે છે. પંપની મહિલા કર્મચારી કહે છે કે કોઈ કામ નાનું નથી હોતું, કા તો કામ છે, અમે ધગશથી કામ કરીયે છીએ
ત્રણ વર્ષ અગાઉ પુરુષો પેટ્રોલ -ડીઝલ ભરાવા આ પમ્પ ઉપર જતાં ત્યારે આંખો છોડતા હતા, કે આટલા નાના શહેરમાં મહિલાઓ પેટ્રોલમાં કામ કરે ? ધીમે ધીમે વાહન ચાલકો પણ ટેવાતા થઇ ગયા, અને મેનેજમેન્ટ પણ અનુકૂળ થઇ ગયું, લેડીઝ સિન્સિયર, ઓનેસ્ટ, વ્યવસ્થિત હોય છે, એવો મેનેજમેન્ટનો અનુભવ થયો છે. મહિલાઓનું કામ સંતોષકારક છે, એવું મેનેજમેન્ટનું કહેવું છે