નારિયળ પાણી આપશે જાદુઈ પરિણામ
આરોગ્ય માટે તો નારિયેળ પાણીને અનેક ફાયદા હોવાનું તમને ખબર હશે. પરંતુ એ ખબર છે કે નારિયેળ પાણીમાં કેટલાય એવા પણ ગુણ છે જે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. વાળ માટે નારિયેળ કોઈ જાદુથી ઓછું નથી. તે વાળની અનેક સમસ્યાઓને દૂર કરે છે. આવો આજે તમને નારિયેળ પાણી અને તેલના કેટલાક એવા પ્રયોગ અંગે જણાવીશું જેનાથી તમારા વાળની સુંદરતા અનેકગણી વધી જશે.
અનેક ગૂણોથી ભરપૂર નારીયેળ પાણી
નારિયેળ પાણી તમારા વાળ હાઈડ્રેટેડ રાખે છે અને સ્કાલ્પને પોષણ આપે છે. આ બ્લડ સર્ક્યૂલેશન વધારવામાં પણ મદદ કરે છે. લગભગ અડધો કપ નારિયેળ પાણી લો અને સ્કાલ્પમાં મસાજ કરો. 5 મિનિટ સુધી મસાજ કોર અને પછી 20 મિનિટ સુધી વાળને એમ જ રહેવા દઈ ત્યારબાદ શેમ્પૂ કરી લો. સપ્તાહમાં ત્રણ દિવસ આટલું કરો.
નારિયેળ પાણી અને લીંબુનો રસ
અડધો કપ નારિયેળ પાણીમાં એક ચમચી લીંબુનો રસ ભેળવો. સ્કાલ્પ પર તેનાથી મસાજ કરો અને બાકી બચેલા પાણીને વાળ પર લગાવી દો. 15 મિનિટ જેટલો સમય રાખ્યા બાદ શેમ્પૂ કરી લો. આવું સપ્તાહમાં એક જ વાર કરો. જ્યાં નારિયેળ પાણીથી તમારા વાળ હાઈડ્રેટેડ રહેશે તો બીજી તરફ લીંબુથી કોલેજન પ્રોડક્શન વધશે. જેનાથી વાળ જલ્દી જલ્દી વધશે. તો સ્કાલ્પનું Ph બેલેન્સ પણ જળવાશે.
એલોવેરા સાથે નારિયેળ પાણી
નારિયેળ અને એલોવેરા બે એવા તત્વો છે જે તમારા વાળના સૌથી સારા ફ્રેન્ડ્સ છે. તેનું મિશ્રણ વાળમાં ડેન્ડ્રફ, ખંજવાળ અને ડ્રાયનેસ જેવી સમસ્યાથી છૂટકારો આપશે. એ માટે બે ચમચી એલોવેરા જ્યુસને અડધા કપ નારિયેળ પાણીમાં મિક્સ કરો અને એક સ્પ્રે બોટલમાં ભરી વાળ પર સપ્રમાણ છંટકાવ કરો. આ મિશ્રણને વાળ પર લગાવી 4 દિવસ સુધી એમ જ રાખી શકો છો.
નારિયેળ પાણી અને એપલ વિનેગરનું મિશ્રણ
આ કોમ્બિનેશન વાળ માટે એક સારું કંડિશન સાબિત થશે. આનાથી ડ્રાઇનેસ, વાળનો મેલ, ખોળો જેવી સમસ્યાઓથી છૂટકારો મળશે અને સ્કાલ્પનું PH પણ જળવાઈ રહેશે. આ માટે એક કપ નારિયેળમાં એક ચમચી એપલ સાઇડ વિનેગર ભેળવો. આ મિશ્રણને થોડી માટે વાળમાં લગાવો અને પછી શેમ્પૂ કરી લો.