મુકેશ અંબાણીના ઘરના નોકરોનો કેટલો પગાર?
મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. પરંતુ તમને ક્યારેય વિચાર આવ્યો કે તેમના ઘરમાં કામ કરતાં નોકરોને કેટલો પગાર મળતો હશે અને કેવી રીતે પસંદગી થાય છે? મુકેશ અંબાણીના નોકરોની સેલરી લાખોમાં છે અને ત્યાં પસંદગી પામવી સરળ નથી. આગળ વાંચો કેવી રીતે થાય છે અંબાણીના ઘરે નોકરોની પસંદગી.
આટલું કમાય છે અંબાણીના નોકર
રિપોર્ટ પ્રમાણે, મુકેશ અંબાણીના ઘરે 600 નોકરો છે. અંબાણીના ઘરના નોકરોની સેલરી જાણીને તમને પણ થશે કે ત્યાં કામ કરવા મળે તો સારું! તેમના ઘરમાં એક નોકરને દર મહિને 2 લાખ રૂપિયા પગાર મળે છે. જે તેમની જવાબદારી પ્રમાણે ઓછી-વધારે થઈ શકે છે. આ ઉપરાંત નોકરોને વીમા જેવી સુવિધા પણ મળે છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા દુનિયાના સૌથી મોંઘા મકાનોમાંથી એક છે. જો કે, ત્યાં અંદર પહોંચવું સરળ નથી.
આવી રીતે થાય છે નોકરોની પસંદગી
મુકેશ અંબાણીના ઘરે કામ કરવા માટે એક નહીં અનેક યોગ્યતા હોવી જરૂરી છે. સામાન્ય રીતે નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યૂ આપવું પડે છે તેમ જ અહીં પણ ટેસ્ટ લેવામાં આવે છે. એક કંપની પહેલા નોકરોનો ઈન્ટરવ્યૂ લે છે. ત્યાર બાદ લેખિત પરીક્ષા યોજાય છે. આ પરીક્ષા પાસ કરનારને નેક્સ્ટ રાઉન્ડમાં મોકલવામાં આવે છે. આમાં પસંદગી થાય તો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નાદુરસ્ત હોય તો તેને નોકરી નથી મળતી.
કૂકની પસંદગી
રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીના ઘરે શેફ ઓબેરોય હોટલમાંથી મંગાવવામાં આવે છે. આ શેફને દુનિયાનું દરેક પ્રકારનું ભોજન બનાવતા આવડે છે. રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીના પરિવારને સાઉથ ઈન્ડિયન ફૂડ વધારે પસંદ છે. જો કે તેમના ઘરે દરેક પ્રકારનું ભોજન બને છે.
ડ્રાઈવરની પસંદગી
મુકેશ અંબાણી ડ્રાઈવરની પસંદગી કરવા માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે. આ કંપનીઓને ડ્રાઈવરની પસંદગી કરવાની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે છે. સૌથી પહેલા ડ્રાઈવરની નોકરી માટે અરજી કરનારનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે છે. કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવણી છે કે નહિ તેની તપાસ થાય છે. આ કંપની ડ્રાઈવરને ટ્રેનિંગ આપે છે ત્યાર બાદ ડ્રાઈવરને કપરી પરીક્ષા પાસ કરવી પડે છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ ડ્રાઈવરની નિયુક્તિ થાય છે.