રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી શનિવારે બદ્રીનાથ મંદિર દર્શન કરવા પહોંચી ગયા હતા. અહીં તેઓએ બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી) ને ચંદન અને કેસર ખરીદવા માટે રૂપિયા 2 કરોડની રકમ ભેટ આપી હતી.
આ અગાઉ બીકેટીસીના સીઇઓ બી.ડી. સિંહ ધર્મધિકારી અને અધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલે અંબાણીને શુભેચ્છા પાઠવી હતી. બદ્રીનાથ મંદિર પહોંચ્યા પછી, અંબાણીએ ભગવાન બદ્રીની ઉપાસના કરી અને દેશની સમૃદ્ધિ માટે કામના કરી હતી. તેમણે મંદિરના આંતરિક ગૃહમાં, ગીતાનો પાઠ પણ સાંભળ્યો હતો.
તેમણે ખાતરી આપી કે તમિલનાડુમાં ચંદનનાં જંગલોમાં, બીકેટીસી માટે તેમના પિતાના નામ પર જમીન ખરીદશે. તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરની મુલાકાત લેવા આવ્યા હતા.
છ મહિનાના અંત પછી, 10 મી મેના રોજ, ઉત્તરાખંડના ચંબોલીમાં આવેલ ભગવાન બદ્રીનાથના મંદિરના પટ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તેના એક દિવસ પછી એક એનઆરઆઈ દ્વારા 1.25 કરોડ રૂપિયાની કિંમતો મુકુટ અને મણીથી સજાવેલ છત્ર ચઢાવ્યો હતો.