મુંબઈ એર કસ્ટમ્સે દુબઈ જઈ રહેલા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે અને ₹1.49 કરોડના 1559.6 કેરેટ કુદરતી અને લેબ દ્વારા બનાવેલા હીરા જપ્ત કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “જપ્ત કરાયેલા હીરાને ચાના પેકેટમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા.” આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
અગાઉ, કોચીન કસ્ટમ્સના અધિકારીઓએ શુક્રવારે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનના પાછળના ટોઇલેટમાંથી આશરે રૂ. 85 લાખનું સોનું રિકવર કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સોનું બે ત્યજી દેવાયેલી બેગમાંથી મળી આવેલી પેસ્ટના રૂપમાં હતું. આ સોનાનું વજન અંદાજે 1,709 ગ્રામ હતું.
કોચીન કસ્ટમ્સે જણાવ્યું હતું કે, “ઈન્ડિગો એરલાઈન્સના સ્ટાફ પાસેથી મળેલી માહિતીના આધારે, AUH થી ફ્લાઈટ 6E 1404 ના પાછળના ટોયલેટમાંથી પેસ્ટના રૂપમાં સોનાના બે દાવા વગરના પેકેટ મળી આવ્યા હતા.” વધુ તપાસ ચાલુ છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube
The post મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટમ્સ દ્વારા 1.49 કરોડના હીરા જપ્ત, દુબઈ જઈ રહેલા 1 મુસાફરની ધરપકડ first appeared on SATYA DAY.