નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીનું નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નેહરુજીની ઓળખ તેમના કાર્યો છે. તેનું નામ નથી. કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ અને લાઈબ્રેરી રાખ્યું છે. નવું નામ સત્તાવાર રીતે 14 ઓગસ્ટથી અમલમાં આવ્યું છે. આ પરિવર્તનને લઈને કોંગ્રેસ દ્વારા પહેલાથી જ કેન્દ્રની નીતિઓને નિશાન બનાવવામાં આવી હતી. કોંગ્રેસ વતી જણાવાયું હતું કે સતત હુમલાઓ છતાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો વારસો હંમેશા જીવંત રહેશે અને તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.
આજે પહેલીવાર રાહુલ ગાંધીએ આ બદલાવ પર મોઢું ખોલ્યું. લેહ-લદ્દાખના બે દિવસના પ્રવાસે રવાના થતા પહેલા પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમણે સ્પષ્ટ કહ્યું કે નહેરુજીની ઓળખ તેમના કાર્યો છે, તેમનું નામ નથી.
#WATCH नेहरू जी की पहचान उनके कर्म हैं, उनका नाम नहीं: नेहरू मेमोरियल संग्रहालय और पुस्तकालय का नाम बदलकर प्रधानमंत्री संग्रहालय और पुस्तकालय करने पर कांग्रेस नेता राहुल गांधी, दिल्ली pic.twitter.com/45nlwDOtNb
— ANI_HindiNews (@AHindinews) August 17, 2023
નેહરુનો વારસો હંમેશ માટે જીવંત રહેશે – રમેશ
રમેશે કહ્યું, “વડાપ્રધાન મોદી સ્વતંત્રતા ચળવળમાં નેહરુના અપાર યોગદાન અને ભારતના રાષ્ટ્ર-રાજ્યના લોકતાંત્રિક, બિનસાંપ્રદાયિક, વૈજ્ઞાનિક અને ઉદાર પાયાના નિર્માણમાં તેમની મહાન સિદ્ધિઓને ક્યારેય ભૂંસી શકતા નથી. તેમણે કહ્યું, “સતત હુમલાઓ છતાં, જવાહરલાલ નેહરુનો વારસો હંમેશ માટે જીવંત રહેશે અને તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.
કોંગ્રેસની ટીકા એ દરબારીઓનો વિલાપ છે – રવિશંકર પ્રસાદ
ભારતીય જનતા પાર્ટી (BJP) એ વળતો પ્રહાર કરતા કહ્યું કે મુખ્ય વિરોધ પક્ષની વિચાર પ્રક્રિયા એકલા નેહરુ-ગાંધી પરિવારની આસપાસ ફરે છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માન આપવામાં માને છે. ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ નહેરુ-ગાંધી પરિવારને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે જ્યારે મોદીએ ખાતરી કરી છે કે તમામ વડા પ્રધાનોને સન્માનજનક સ્થાન આપવામાં આવે. તેમણે કહ્યું કે આ પહેલા અન્ય કોઈ વડાપ્રધાનને મ્યુઝિયમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓની ટીકા એ દરબારીઓના વિલાપ સિવાય બીજું કંઈ નથી.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube
The post ‘નેહરુજીની ઓળખ તેમના કર્મો છે, તેમનું નામ નહીં’, નેહરુ મેમોરિયલનું નામ બદલવા પર રાહુલની પહેલી પ્રતિક્રિયા first appeared on SATYA DAY.