સુઝુકી દ્વારા પોતાની નવી એડવેન્ચર બાઇકનું લૌન્ચિંગ કરવામાં આવ્યું છે. અને કંપનીએ તેની આ નવી બાઇક સુઝુકી V-Stormનો વીડિયો પણ જાહેર કરી દીધો છે. જોકે, થોડા દિવસ પહેલાં જ સુઝુકીએ આ બાઇકનું ટીઝર બહાર પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્ટાઇલિંગમાં આ બાઇક તેનાં જૂનાં મોડલ કરતાં તદ્દન નવું જોવા મળે છે. બાઇકના હેડલેમ્પ્સ નવી ડિઝાઇનના છે. હવે તેમાં હેલોઝન લાઇટ્સને બદલે LED યૂનિટ આપવામાં આવ્યું છે. તેની વિન્ડસ્ક્રીન પણ નવી છે. બાઇકનો ફ્રંટ લુક ઘણો ખરો ઓલ્ડ જનરેશન Suzuki DR Big જેવો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, નવાં મોડલમાં સિંગલ પીસ સીટની જગ્યાએ હવે સ્પ્લિટ સીટ મળશે. અપકમિંગ 2020 Suzuki V-Strom 1000માં ફુલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જે બ્લુટૂથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. અત્યારે આ બાઇકનું કરન્ટ મોડલ અવેલેબલ છે તેમાં 1037cc, V-twin એન્જિન આવે છે, જે 99bhp પાવર અને 103Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 5 નવેમ્બર 2019ના રોજ ઈટલીના મિલાનમાં યોજાનારા EICMA શોમાં રજૂ થવાની છે. ભારતમાં આ બાઇકની કિંમત તેનાં કરન્ટ મોડલ કરતાં થોડી વધારે હશે.
You Might Also Like
More Popular from Gujju Media
- Advertisement -
UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?
શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…
By
Gujju Media
અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો
ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…
By
Gujju Media
જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં
વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…
By
Gujju Media
UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?
શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…
By
Gujju Media
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન હર હર શંભુ ભોળા મને…
By
Gujju Media
- Advertisement -
