બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત પાછલા કેટલાક દિવસોથી ખરાબ છે. થોડા દિવસો પહેલા આ કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. હવે અમિતાભને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે. જોકે અમિતાભે ડોક્ટરોની સલાહ પર વધારે ધ્યાન આપ્યું નથી. હાલના એક બ્લોગ પોસ્ટમાં બિગ બીએ જણાવ્યું કે તેમણે એક દિવસમાં 18 કલાકની શિફ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે તેમનું જૂનું કામ બાકી હતુ અને હોસ્પિટલમાં જવાના કારણે કામ ન થઈ શક્યું. અમિતાભ બચ્ચને જણાવ્યું કે એક જ દિવસમાં તેમણે સુપરહિટ ટીવી શો કૌન બનેગા કરોડપતિના 3 એપિસોડ શૂટ કરી લીધા.તેમણે બ્લોગમાં લખ્યું, હા સર, હું કામ કરું છું. હું રોજ કામ કરું છું. મેં કાલે પણ કામ કર્યું હતું જે 18 કલાકમાં ખતમ થયું. તેના દ્વારા મને પ્રેમ અને આશીર્વાદ મળે છે. જણાવી દઈએ કે તબિયત ખરાબ હોવાના કારણે અમિતાભ 25મા કલકત્તા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નહોતા જઈ શક્યા. તેના ઉદ્ધાટન સમારોહમાં અમિતાભ પાછલા 6 વર્ષથી સતત ઉપસ્થિત રહ્યા છે
તબિયત ખરાબ હોવા છતાં અમિતાભે પૂરું કર્યું શુટિંગ

By
Chintan Mistry
1 Min Read

You Might Also Like
- Advertisement -
- Advertisement -
Popular News
- Advertisement -