શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..
શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે,
આંગણ અવસર આવ્યોરે
શ્રીજી પધાર્યા શ્રીયમુનાજી પધાર્યા….૨
શ્રીમહાપ્રભુજી પધાર્યા રે
શ્રીજીબાવાએ કૃપા….
સોના સુરજ આજ ઉગ્યો આંગણીયે,
પધાર્યો પુષ્ટિ આધારા રે….૨
હૈયે હરખન ના માયે સાહેલી,
ધન્ય ભાગ્ય અમારા રે….૨
શ્રીજીબાવાએ કૃપા કરી…
આંગણ વાળી સ્વચ્છ કરાવ્યા,
તોરણીય બંધાવ્યા રે….૨
કુમ કુમના રૂડા ચોક પુરાવી,
ફૂલડાં તો વેરાવ્યા રે…
શ્રીજીબાવાએ કૃપા….
શ્રીજી નીરખીને મારી આંખો હરખાયે રે
મંગલ ગીત ગવાય રે….૨
ઝાંજ મૃદંગને બજે શરણાઈ,
રંગ રાસ રમાય રે….૨
શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે…
હું હરખાતી ધેલી બનીને,
કોને કહેવા જવું રે…ર
જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં,
શ્રીનાથજી દેખાય રે….ર
શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે આંગણ…