Pakistan Ban Twitter: પાકિસ્તાને બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને બંધ કરવાની પુષ્ટિ કરી છે. એ પણ જણાવ્યું કે, તેણે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને કારણે ફેબ્રુઆરીમાં પ્લેટફોર્મ પર અસ્થાયી વિક્ષેપનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઘણા સમયથી પ્લેટફોર્મ X બંધ થવાનો ડર હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા યુઝર્સને ફેબ્રુઆરીના મધ્યથી એલોન મસ્કની માલિકીના પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ એ જ સમય હતો જ્યારે પાકિસ્તાનના જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કથિત ધાંધલધમાલ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે પ્લેટફોર્મને બંધ કરવાની પુષ્ટિ કરી છે
મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે, “પાકિસ્તાન સરકારની કાયદેસરની સૂચનાઓનું પાલન કરવામાં અને તેના પ્લેટફોર્મના દુરુપયોગ અંગેની ચિંતાઓને દૂર કરવામાં Twitter/Xની નિષ્ફળતાને કારણે પ્રતિબંધ લાદવો જરૂરી બની ગયો છે.” મંત્રાલયે આક્ષેપ કર્યો હતો કે સોશિયલ મીડિયા કંપનીએ “મહત્વપૂર્ણ” મુદ્દાઓને ઉકેલવામાં પાકિસ્તાની સત્તાવાળાઓને સહકાર આપવા માટે અનિચ્છા દર્શાવી હતી.
“પાકિસ્તાનમાં Twitter/X પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા જાળવવા અને આપણા રાષ્ટ્રની અખંડિતતા જાળવવાના હિતમાં લેવામાં આવ્યો છે.”
સિંધ હાઈકોર્ટે એક્સને સસ્પેન્ડ કરવાના નિર્ણયની આકરી ટીકા કરી અને સરકારને એક સપ્તાહની અંદર પ્લેટફોર્મ પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો. SHCના મુખ્ય ન્યાયાધીશ અકીલ અહમદ અબ્બાસીએ અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સસ્પેન્ડ કરવા અંગેની અરજીઓની સુનાવણી કરતા જણાવ્યું હતું કે, “નજીવી બાબતોને બંધ કરીને આંતરિક મંત્રાલય શું હાંસલ કરી રહ્યું છે “