લિંક્ડઈનમાં સિક્યોરિટી બગને લીધે થઈ ગરબડ થઈ

એક પોસ્ટમાં ગૂગલના સીઈઓ માટે ભરતીની જાહેરાત થઈ હતી. હજારો યુવાનો ગૂગલમાં કામ કરવાનુ સ્વપ્ન જોઈ રહ્યા છે. તે કંપનીના સીઈઓ માટેની જોબ ઓફર થતાં જ 10 લાખથી વધુ યુવાનોએ તેના માટે આવેદન કર્યુ હતું. પરંતુ વાસ્તવમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ રાજીનામું આપી રહ્યા ન હતા.


લિંક્ડઈનમાં આવેલા બગના લીધે આમ થયું હતું. 200 દેશોમાં 63 કરોડ રજિસ્ટર્ડ સભ્ય ધરાવતી પ્રોફેશનલ નેટવર્કિંગ સાઈટ લિંક્ડઈને આ અંગે સ્પષ્ટતા આપી હતી કે, સિક્યોરિટીમાં બગને લીધે ખોટી જોબ પોસ્ટ થઈ ગઈ હતી. લિંક્ડઈનની આ ભૂલ નેધરલેન્ડના મિશેલ રિજેન્ડર્સે પકડી હતી. લિંક્ડઈનની ઓનર કંપની માઈક્રોસોફ્ટે આ અંગે જણાવ્યુ હતું.


મિશેલે લખ્યું હતું કે, ગૂગલના સીઈઓ માટે નોકરી લિંક્ડઈન પર. બીજા ત્રિમાસિકમાં ગૂગલે લાખો ડોલરનો નફો કર્યો હતો. લિંક્ડઈને ધ્યાન દોરવા બદલ મિશેલનો આભાર માન્યો હતો.લિંક્ડઈન વાસ્તવમાં લોકો માટે કામની અને અર્થપૂર્ણ વાતચીત કરતુ પ્રોફેશનલ પ્લેટફોર્મ છે. કંપનીએ ભૂલ સ્વીકારતા જણાવ્યુ હતુ કે, તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બગને ફિક્સ કરવામાં આવી છે.


જેના લીધે યુઝર્સ કંપની દ્વારા જોબ પોસ્ટ કર્યા બાદ તેમાં એડિટ કરી શકે છે. પ્લેટફોર્મ પર નકલી જોબ પોસ્ટ કરવી તેમની સર્વિસના નિયમોની વિરૂદ્ધમાં છે. આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.આ ગરબડ એક સિક્યોરિટી બગને લીધે થઈ હતી.

લિંક્ડઈન પર કોઈપણ કંપનીના બિઝનેસ પેજ પર કોઈની મંજૂરી વિના બીજી જોબ પોસ્ટ થઈ શકે નહીં. પરંતુ કોઈપણ યુઝરને લિંક્ડઈનમાં ઉપલબ્ધ કંપનીના બિઝનેસ પેજ પર જોબ પોસ્ટ કરવાની મંજૂરી મળે છે. તેની સાથે યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલી જોબ ગૂગલ પર પોપઅપ પણ થાય છે અર્થાત બીજી વેબસાઈટ પર પણ દેખાય છે. લિંક્ડઈને જણાવ્યુ કે, આ બગને લીધે કંપની દ્વારા કરવામાં આવેલી કોઈ પણ જોબ પોસ્ટને યુઝર એડિટ પણ કરી શકે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *