આલિયા ભટ્ટ કરી શકે છે હોલિવુડમાં એન્ટ્રી

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરની સાથે અયાન મુખરજીની બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરી રહી છે. લેટેસ્ટ ચર્ચા પ્રમાણે હવે આલિયા પણ હોલિવૂડ જઈ રહી છે. આ એક્ટરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ શેર કર્યો હતો.

 

તે તેની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજનની સાથે લોસ એન્જેલસમાં હતી. રિપોર્ટ પ્રમાણે આલિયા એક હોલિવૂડ સેલિબ્રિટી મેનેજરની શોધ કરી રહી છે અને આ માટે તે લોસ એન્જલસની મુલાકાતે ગઈ છે………ત્યારેબીજી તરફ  રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના લગ્નના સમાચારોને લઇને ચર્ચામાં છે ત્યારે આલિયાનો આ નવો પ્લાન જાહેર થયો છે.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં તેમના લગ્નનું એક કાર્ડ વાયરલ થયું હતું. જોકે પછી ખબર પડી કે તે કાર્ડ ફેક હતું પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આલિયા અને રણબીર આ નવેમ્બરમાં લગ્ન કરવા જઇ રહ્યા છે……… નોંધનીય છે કે આલિયા ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે શૂટિંગ શરૂ કરશે. દરમિયાનમાં ભણસાલી આલિયા ભટ્ટ માટે કોઈ ટ્યૂટરની શોધ કરી રહ્યા છે.

 

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *