શું તમે ઇન્ડિયાની બહાર જવાનું વિચારો છો? તો ચોક્કસથી જાણી લો આ કડક કાયદાઓ વિશે …

શું તમે પણ ભારતની બહાર વિદેશમાં જવાનો વિચાર કરી રહ્યા છો? તો તે પહેલાં દુનિયાના એવા કેટલાક દેશોના અજીબોગરીબ કાયદાઓ વિશે અવશ્ય જાણી લો. આ નિયમોને જાણીને એક સમયે તમે પણ વિચારમાં પડી જશો. તો ચાલો જાણીએ આ અજીબોગરીબ કાયદાઓ વિશે…

1 ) ઇટલી :

મોટાભાગના લોકો ચા તેમજ કોફીના શોખીન હોય છે. પોતાનો સ્ટ્રેસ દુર કરવા માટે લોકો પોતાની ઈચ્છા અનુસાર, ગમે તે સમયે કોફી કે ચાનું સેવન કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, દુનિયાનો એક દેશ એવો છે જ્યાં કોફી પીવા માટે ચોક્કસ સમય ફાળવવામાં આવ્યો છે. ઇટલીમાં બ્રેકફાસ્ટ સમયે કોફી મંગાવવી યોગ્ય છે. પરંતુ બ્રેકફાસ્ટનો સમય પૂરો થઇ ગયા પછી કોફી મંગાવવી યોગ્ય નથી. કારણ કે, ત્યાંના લોકો અનુસાર, 11 વાગ્યા પછી એટલે કે સવારે બ્રેકફાસ્ટ કરી લીધા પછી કોફી પીવાથી શરીરનું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

2 ) જાપાન :

મોટા ભાગના દેશોમાં હોટેલમાં જમતી વખતે લોકો વેઈટરની સર્વિસથી ખુશ થઈને તેને ટીપ આપતા હોય છે. પરંતુ જાપાનમાં વેઈટરને ટીપ આપવી તે એનું અપમાન કરવા સમાન છે. કારણ કે, ત્યાંના લોકો અનુસાર, વેઈટરની જવાબદારી છે કે, તે એના કસ્ટમરનું યોગ્ય રીતે ધ્યાન રાખે. વધારે પૈસા કમાવા માટે તે આ કામગીરી નથી કરતો.

3) સિંગાપોર :

ઘણા લોકોને જમ્યા પછી ચ્યુંઈગમ ખાવાની આદત હોય છે, તો વળી ઘણાને આ જ ચ્યુંઈગમથી નફરત હોય છે. પરંતુ સિંગાપોરમાં ચ્યુંઈગમ ખાવાથી સખ્ત મનાઈ છે. ત્યાં ચ્યુંઈગમ ખરીદવા અને વેચવા પર ૧૯૯૨ થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમ સ્કૂલ, પાર્ક, મુવી થીએટર તેમજ રસ્તાઓને સ્વચ્છ રાખવા માટે કરવામાં આવ્યો હતો. જોકે, સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાના કારણે ચ્યુંઈગમ ખાવાનું માન્ય ગણાય છે, પરંતુ તેના સિવાય ચ્યુંઈગમનું ખરીદ કે વેચાણ કરતા લોકોને દંડ ફટકારવામાં આવે છે.

4 ) ચાઇના :

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અન્નનો બગાડ કરવો યોગ્ય નથી. જ્યાં આપણા ત્યાં ડીશમાં ખાવાનું બાકી રહે, તે અયોગ્ય ગણવામાં આવે છે, ત્યાં દુનિયાનો એક એવો દેશ છે જ્યાં ડીશમાં ખાવાનું બાકી રાખવું ફરજીયાત છે. એક અહેવાલ અનુસાર, ચાઈનામાં જમવાની યોગ્ય રીત એ છે કે, જમતી વખતે ડીશમાં થોડુંક જમવાનું બાકી રાખવું. કારણ કે, જો ખાવાની ડીશ સંપૂર્ણપણે ખાલી હોય તો તે વ્યક્તિને હજુ પણ ભૂખ છે તેમ ગણવામાં આવે છે.

5 ) રશિયા :

ફૂલો એ પ્રેમ, લાગણી અને હૂંફ દર્શાવવાનો સૌથી સરળ માર્ગ છે. પરંતુ રશિયામાં કોઈને પીળા રંગના ફૂલ ગિફ્ટમાં આપવા અશુભ ગણવામાં આવે છે. આ ઉપરાંત કોઈને ફૂલ ગિફ્ટમાં આપતી વખતે ખાસ એ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે , આ ફૂલો એકી સંખ્યામાં અપાય. કારણ કે, પીળા રંગના ફૂલો તેમજ બેકી સંખ્યામાં ફૂલો એ માત્ર ફ્યુનરલમાં (અંતિમ સંસ્કાર) આપવામાં આવે છે.

6 ) થાઈલેન્ડ :

પૈસાનું મહત્વ તો સૌ કોઈ જાણે જ છે, પરંતુ થાઈલેન્ડમાં આ બાબત પર સખત નિયમ લગાવવામાં આવ્યો છે. થાઈલેન્ડમાં ત્યાંના પૈસા (થાઈ બાહ્ત) પર ભૂલથી પણ પગ મુકવામાં આવે તો કાયદાના ઉલ્લંઘન કરવા બદલ તમને સજા થઇ શકે છે. જોકે, પૈસા પર પગ મુકવાથી તે ફાટી જાય છે તેમજ બીજી વાર ઉપયોગમાં નથી આવી શકતા, પરંતુ થાઈલેન્ડનો આ નિયમ બીજા કારણસર લગાવવામાં આવ્યો છે. આ મુજબ ,પૈસા પર પગ મુકવાથી તમે રોયલ ફેમીલીનું અપમાન કરી રહ્યા છો. આથી આ સખત નિયમ લગાવવામાં આવ્યો છે.

7 ) વેનિસ :

ઉલ્લેખનીય છે કે ,કબૂતરને ખાવાના ચણ આપવા એ એક સામાન્ય બાબત છે. પરંતુ વેનિસમાં કબૂતરને ખાવા આપવા બદલ તમને દંડ થઇ શકે છે. વેનિસ સરકાર દ્વારા આ નિયમ લગાવવામાં આવ્યો. કારણ, કે કબૂતરો શહેરના પ્રાચીન સ્મારકોને નુકશાન પહોચાડી રહ્યા હતા તેમજ કબૂતરોના લીધે લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હતો. આથી કબૂતરોને ચણ આપવા બદલ વેનિસમાં તમને ખાસો એવો દંડ ફટકારવામાં આવી શકે છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *