બીગ બોસ ફેમ આસિમ રિયાઝ પર બાઈક સવારે કર્યો હુમલો..

લોકપ્રિય ટીવી રિયાલિટી શો બીગ બોસ થી રાતોરાત જાણીતા થયેલા મોડેલ કમ એક્ટર આસિમ રિયાઝ પર એક બાઇક સવારે હુમલો કર્યો હોવાના અહેવાલ વહેતા થયા હતા. આસિમે પોતે આ સમાચાર સોશ્યલ મિડિયા પર મૂક્યા હતા અને લખ્યું હતું કે મને ખૂબ ઇજા પહોંચી છે.

આસિમે એવો દાવો કર્યો હતો કે હું સાઇકલ પર જતો હતો ત્યારે એક બાઇક સવારે જાણીબૂઝીને મારી સાથે બાઇક ટકરાવી હતી. ત્યારબાદ મારા પર હુમલો કર્યો હતો. અને મારપીટ કરી હતી. પોતાની આ કેફિયત સાથે આસિમે એક વીડિયો ક્લીપ પણ મૂકી હતી. તેને પગ અને ખભામાં ઇજા થઇ હતી.

આસિમ રિયાઝ ઘાયલ થયાના સમાચારની સાથે જ તેણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું અને આસિમના હજારો ફેન્સે તેના માટે પ્રાર્થના શરૂ કરી હતી. એવા ઘણા ફેન્સ પણ હતા જેમણે આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને આસિમને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. કેટલાક ફેન્સે એમ પણ કહ્યું હતું કે આ મામલે આસિમે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઇએ અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

જ્યારે કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર આસિમ પર થયેલા હુમલાને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો ત્યારે એક ફેન્સે એમ પણ કહ્યું કે આસિમને પબ્લિસિટીની જરૂર નથી કારણ કે તે પહેલેથી જ ટી-સિરીઝ અને અરિજિત સિંહ જેવા સ્ટાર્સ સાથે કામ કરી રહ્યો છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *