વેલેન્ટાઈન ડે ના દિવસે છુપાયેલી છે અસંખ્ય શહાદતની કથાઓ …૧૪ ફેબ્રુઆરી કેમ બન્યો અંધકારભર્યો દિવસ ……..

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯નો દિવસ એટલે અંધકાર ભર્યો દિવસ એમ કહેવું મુશ્કેલ નથી. જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ભારતીય સુરક્ષા કર્મીઓને લઈ જનાર સી. આર. પી. એફના વાહનોના કાફલા ઉપર આત્મઘાતી હુમલો થયો જેમાં, ભારતના ૪૫ સુરક્ષા કર્મીઓના જવાન આ ખતરનાક હુમલામા શહીદ થયા હતા.

જેમાં વાત કરીએ તો જમ્મુ કાશ્મીર રાજ્યના પુલવામા જીલ્લામાં આવેલા અવન્તીપોરા ક્ષેત્રમાં ગુરુવારના રોજ સુરક્ષાકર્મી પર હુમલો થયો  હતો અને આપણા ૪૫ જવાન શહીદ થયા હતા.અને અન્ય જવાનો  ઘાયલ પણ થયા હતા.જો વાત કરીએ તો રિપોર્ટસના બતાવ્યા મુજબ આતંકવાદીઓનું વાહન મહિન્દ્રા સ્કોર્પિયા હતું ….

જેમાં ૩૦૦ કિલોગ્રામ વિસ્ફોટક ભરેલું હતું.આ હુમલા પાછળના જવાબદાર કે અપરાધી કહી શકાય એ છે જૈશ- એ -મહોમ્મદ ….આપણે વાત કરીએ તો આ એવો દિવસ જે કાળો દિવસ પણ કહી શકાય.કારણ કે જે દ્દેશની સીમાડા પર રક્ષા કરી રહેલા જવાનોએ મોતને વ્હાલું કરી દીધું માત્ર ને માત્ર દેશને ખાતર……

તો વાત છે કે આ અંધકારભર્યા દિવસની, જેને ઘણા લોકો ભૂલી ગયા હશે ને યાદ હશે .માત્ર પશ્વિમી સંસ્કૃતિ જ યાદ હશે જે આજે આપણા સૌ માં ઘર કરી ગઈ છે. જેમાં આજે સૌ એ દિવસો પાછળ ઘેલા થયા હોય એવું લાગી રહ્યું છે.એ દિવસ છે ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે.આપણે એ દિવસને મોટા આત્મ ઉત્સાહ સાથે ઉજવીએ છીએ.

 

એક પ્રેમી પોતાની પ્રેમિકાને ગુલાબ આપી આ દિવસને આનંદ ઉત્સાહથી ઉજવે છે. જાણે વિશ્વના ઘણા પ્રદેશોમાં રોમાન્સ અને રોમેન્ટિક પ્રેમની એક ધાર્મિક અને વ્યાપારિક ઉજવણી એટલે જ શાયદ વેલેન્ટાઈન ડે. પરંતુ આ વેલેન્ટાઈન ડે સાથે અસંખ્ય શહાદતની કથાઓ છુપાયેલી છે.હા આપણે એ વાત થી પણ અજાણ છીએ

જેમાં આ એ જ દિવસે આપણા ક્રાંતિકારીઓને લાહોર કાવતરા કેસ માટે 1931માં  ફાંસીની સજાની સુનાવણી કરવામાં આવી હતી.એ બીજું કોઈ નહી પણ એ છે આપણા મહાન ક્રાંતિકારીઓ જેમણે હસતા મોઢે દેશને માટે ફાંસીએ ચઢ્યા એ છે વીર ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ….શું છુપાયેલું છે આ દિવસમાં રાજ ?કે આ દિવસે આપણા મહાનવીરો ના લોહીની નદી વહેતી થઈ ગઈ હતી.કેમ ઉજાગર નથી કરતા આપણે એમને જે આજે પણ પશ્વિમી સંસ્કૃતિ પાછળ આ શહાદતના દિવસને ભૂલી જાય છે.

ચાલો આ  પ્રેમ દિવસને આપણે એક શહીદ દિવસ તરીકે ઉજવીએ…પુલવામા આતંકી હુમલામાં આપણા જવાનોએ શહાદત હોરી છે.પ્રેમ દીવસ એ તો આપણા જવાન માંટે પણ હતો જ ને પણ આખરે હિંદની રક્ષા કરતા કરતા કેટલાય માસુમોએ પોતાના બલીદાન આપ્યા છે.આજે આપણે કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે શું છે આ ૧૪ ફેબૃઆરી તો નાનું બાળક પણ બોલી ઉઠશે કે આ દિવસ એટલે વેલેન્ટાઈન દિવસ. જો આપણા બાળકોને કે યુવાવર્ગને ઉજાગર નહી કરીએ તો ,આજે પણ તેઓ આ પાશ્ચત્ય સંસ્કૃતિ પાછળ ઘેલા બની જશે. તો કેમ નથી ખબર કે આ દિવસે આપણા વીરો એ પોતાના જીવ ત્યાગી દીધા..એ ખબર ખુબ ઓછાને હોય છે.

 

ધરતીનો ખોળો ખુંદનાર આપણા વીરો ક્યારે ભગવાનને પ્યારા થઈ ગયા એની આપણને જાણ પણ નથી હોતી.એ ધરતીના લાલ જે દેશ માટે ઘણું બધું કરી ચુક્યા છે ને કેટકેટલીય આહુતિ આપી દીધી છે,અને એનો પૂરો હક હોય છે દેશ માટે અને એજ સપૂતો માં ભારતીનો  ખોળો ખૂંદશે  …ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે બધા આ ભૂલી રહ્યા છીએ આ કાળભર્યો દિવસને .. ત્યારે આ દિવસને ઉદ્દેશીને ચોક્કસ કહી શકાય કે …

લાલ રક્ત થી ભૂમિનો સેથો પૂરશે એ સપુત, આજ ફરી માતના ખોળે ઉઠશે એ સપુત, આ ભોમકા છે ભોમકાની લાજ જેના હાથમાં, છે ફક્ત અનો હક અહી અને એ જ એનો ખોળો ખૂંદશે .આ સપુત બોલ્યા વિના જ ગગન ઉલેછશે સીમાં પર પહોંચી શકો ન સીમા પાર આવતા સવાલ જેવા ઉઠશે જવાબ એવા જ ફૂટશે …..

આ શહાદતને વર્ણવવા મારી પાસે કોઈ શબ્દ નથી કેમ કે એ માટે આપણા બસ ની કોઈ વાત નથી ત્યારે કહી શકાય કે રોમેન્ટિક પ્રેમના એ દિવસને બાજુમાં મૂકી એક શહાદતના દિવસ તરીકે ઉજવીએ અને આપણા શહીદોને યાદ કરીએ…….

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *