Connect with us

ગેજેટ

જાણો શું છે ડિજિલોકર,કેવી રીતે બનાવાય છે ડિજિલોકર પર એકાઉન્ટ

Published

on

આજકાલ ડિજિલોકર એપ ખૂબ જ ચર્ચામાં છે. CBSE બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને SMS મોકલીને પોતાની માર્કશીટ માટે ડિજિલોકર મોબાઇલ એપ ડાઉનલોડ કરવા રહ્યું છે. ડિજિલોકરથી ડિજિટલ માર્કશીટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ વેબસાઇટ ડિજિલોકર.gov.in પર જવાનું છે.

જો કે આ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત નથી. જે વિદ્યાર્થીઓ તેને ડાઉનલોડ કરવા ન માગતા હોય તે તેને ડિજિલોકર.gov.in પર લૉગ ઇન કરીને પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.

ડિજિલોકર એક પ્રકારનું વર્ચુઅલ લૉકર છે, જેને જુલાઇ 2015માં લૉન્ચ કરવામાં આવી હતી. ડિજિલોકરમાં ખાતુ ખોલવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવુ જરૂરી છે. ડિજિલોકરમાં તમે તમારુ પેન કાર્ડ, વોટર આઇડી, પાસપોર્ટ અથવા કોઇ અન્ય મહત્વનાં ડોક્યુમેન્ટ રાખી શકો છો.

આ રીતે બનાવો ડિજિલોકર પર એકાઉન્ટ

ડિજિલોકર પર એકાઉન્ટ બનાવવા માટે સૌપ્રથમ ડિજિલોકર.gov.in અથવા digitallocker.gov.in પર જાઓ. તે બાદ રાઇટ સાઇડ પર sign up પર ક્લિક કરો. તે બાદ એક નવુ પેજ ખુલશે. જ્યાં તમારો મોબાઇલ નંબર નાંખો. ડિજિલોકર તમારા દ્વારા રજીસ્ટર કરવામાં આવેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલશે જેને તમારે એન્ટર કરવો પડશે. તે બાદ યુઝર નેમ અને પાસવર્ડ સેટ કરો. તે બાદ તમે ડિજિલોકરને યુઝ કરી શકો છો.

આ રીતે કરો ડોક્યુમેન્ટ સેવ

ડિજિલોકરમાં તમે તમારા ડોક્યુમેન્ટ સેવા કરવા માગતા હોવ તો સૌપ્રથમ તમારે તે ડોક્યુમેન્ટ્સને સ્કેમ કરવા પડશે. તમે તે ડોક્યુમેન્ટના ફોટો પણ ક્લિક કરી શકો છો અને તમે તે તમામ ડોક્યુમેન્ટ્સને ડિજિલોકરમાં સેવ કરી શકો છો. ડોક્યુમેન્ટ વિશે તમે સંક્ષિપ્તમાં વિગતો પણ લખી શકો છો. જેથી તમને ફાયદો થશે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે ડિજિલોકરમાં તમે તમારી ધોરણ-10 અને 12, ગ્રેજ્યુએશનની માર્કશીટ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ સહિત અનેક ડોક્યુમેન્ટ્સ સેવ કરી શકો છો. જણાવી દઇએ કે અહીં 50MBના ડોક્યુમેન્ટ્સ જ અપલોડ કરી શકો છો.

ગેજેટ

સ્માર્ટ રેઇનકોર્ટ! મોબાઈલનું એક બટન દબાવો અને પહેરાઈ જશે રેઇનકોર્ટ

Published

on

smart-raincourt-push-a-button-on-the-mobile-and-the-raincoat-will-be-worn

ચોમાસાની આ ઋતુમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આખો દિવસ ઘરમાં બેસી રહેવું મુશ્કેલ બની જાય છે. કોઈના કોઈ કામ માટે તો બહાર નીકળવું જ પડે છે. એવામાં રેઈનકોટની જરૂર પડે છે. ઘરની બહાર નીકળીને થોડે દૂર પહોંચતા જ જો વરસાદ શરૂ થઈ જાય તો સમસ્યા ઊભી થાય છે. એવામાં અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. માર્કેટમાં એક એવો Smart Rain Coat રેઈનકોટ આવ્યો છે, જે વરસાદ પડતાની સાથે જ શરીરમાં ફીટ થઈ જશે. આવો જાણીએ આ રેઈનકોટ વિશે.

Smart Rain Coat For Monsoon Season

આ Smart Rain Coat સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આગળની તરફ ઑટો ઝિપ આપવામાં આવી છે, જેવો વરસાદ પડે કે તરત જ પોતાની જાતે જ ખુલી જાય છે. પરંતુ આ માટે તમારે મોબાઈલ ફોન પરથી કમાન્ડ આપવી પડશે. એપ પર કમાન્ડ આપતાની સાથે જ રેઈનકોટ તમારા શરીરમાં ફીટ થઈ જશે. પરંતુ મહત્વની વાત એ છેકે આને ભારતમાં નહીં પરંતુ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીની બજારમાં આ રેઈનકોટ ખૂબ વેંચાઈ રહ્યો છે.

smart-raincourt-push-a-button-on-the-mobile-and-the-raincoat-will-be-worn

કેવી રીતે કામ કરે છે Smart Rain Coat?

ચીનમાં આ Smart Rain Coatને Robotics કહેવામાં આવે છે. આને તમારે શરીર પર ફીટ કરવાનું રહેશે. જેવો વરસાદ આવે કે તરત જ તમારા શરીર પર આગળના ભાગથી ફીટ થઈ જાય છે. ચીનમાં આ પ્રોડક્ટ ઑનલાઈન અવેલેબલ છે. માત્ર પુરુષ જ નહીં આ Smart Rain Coatને બાળકો અને મહિલાઓ માટે પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો માટે આ રેઈનકોટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

Smart Rain Coat Price In India
કિંમતની વાત કરીએ તો સ્માર્ટ રેઈનકોટની કિંમત ઘણી ઓછી છે. આની કિંમત ટી-શર્ટ કરતા પણ ઓછી છે. એટલે કે કોઈપણ વ્યક્તિ આને ખરીદી શકે છે. ભારતીય રૂપિયામાં આ રેઈનકોટની કિંમત 400-1000 રૂપિયાની વચ્ચે છે. ચીની માર્કેટથી પણ આને ખરીદી શકાય છે.

Continue Reading

ગેજેટ

વરસાદમાં સ્માર્ટફોન પલળી ગયો છે? તો ચિંતા છોડો આવીરીતે રાખો સુરક્ષિત

Published

on

Smartphone soaked in rain? So stop worrying and stay safe like this

જો તમે ચોમાસાની ઋતુમાં બહાર જતા હોવ તો ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. હકીકતમાં ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને જો કાળજી લેવામાં નહીં આવે તો તમારા સ્માર્ટફોનના સેન્સિટિવ ભાગોમાં પાણી ક્યારે પ્રવેશી જશે તેની તમને ખબર પણ નહીં પડે.

Smartphone soaked in rain? So stop worrying and stay safe like this

જો તમારી સાથે પણ આવું કંઈક થયું છે જેનાથી વરસાદના સંપર્કમાં આવવાના કારણે તમારા સ્માર્ટફોનમાં પાણી જતુ રહ્યું છે. તો આજે અમે તમને એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે મિનિટોમાં સ્માર્ટફોનમાંથી વરસાદી પાણીને બહાર કાઢી શકો છો અને તે પણ કોઈ રિપેર શોપ પર ગયા વગર.

આ પદ્ધતિઓ છે ખૂબ અસરકારક 
જો સ્માર્ટફોનમાં થોડું પાણી ગયું હોય. તો તમે તેને થોડા સમય માટે એર કંડિશનર રૂમમાં મુકી શકો છો. AC રૂમનો ભેજ ખેંચે છે અને જે પાણી સ્માર્ટફોનમાં ગયું છે તે થોડી મિનિટોમાં બહાર નીકળી જાય છે.

Smartphone soaked in rain? So stop worrying and stay safe like this

ચોખાનો ઉપયોગ
કદાચ તમારામાંથી કેટલાક ચોખાના ઉપયોગ વિશે જાણતા જ હશે. જ્યારે સ્માર્ટફોનમાં પાણી જતું રહે છે ત્યારે તમારે તમારા સ્માર્ટફોનને ચોખાથી ભરેલી બરણીમાં લગભગ એક દિવસ સુધી રાખવો પડશે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરવો. આ ટ્રીકથી સ્માર્ટફોનમાં ગયેલું પાણી ઉડી જશે.

Smartphone soaked in rain? So stop worrying and stay safe like this

આ એપનો કરો ઉપયોગ 
જો તમારા સ્માર્ટફોનની અંદર પાણી જતું રહ્યું છે તો તમારે પ્લે સ્ટોર પરથી બ્લોઅર એપ ડાઉનલોડ કરવી પડશે. હકીકતમાં આ એપનો ઉપયોગ કરવાથી સ્માર્ટફોનમાંથી જોરથી અવાજ આવે છે અને સ્પીકરમાં ગયેલું પાણી આપોઆપ બહાર આવી જાય છે.

Smartphone soaked in rain? So stop worrying and stay safe like this

મોટાભાગના લોકો આ પદ્ધતિ વિશે જાણતા નથી. જો તમે આ પદ્ધતિ વિશે વધુ જાણતા નથી, તો તમે સ્માર્ટફોનમાં પાણી ભરાવવાના કિસ્સામાં આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો અને તમારા સ્માર્ટફોનને પાણીના નુકસાનથી બચાવી શકો છો જેથી તમને લાંબા સમય સુધી નુકસાન ન થાય.

તમારા સ્માર્ટફોનને આ રીતે વરસાદથી સુરક્ષિત રાખો

  • તમે ઝિપ લોક કવરનો ઉપયોગ કરીને સ્માર્ટફોનને પાણીથી બચાવી શકો છો.
  • સ્માર્ટફોનપર ખાસ લેમિનેશન દ્વારા તેને વોટરપ્રૂફ પણ રાખી શકાય છે.
  • આજકાલ બજારમાં ગ્લાસ કવર પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે, જે સ્માર્ટફોનને વરસાદના પાણીથી બચાવે છે.
  • સિલિકોન કવર સ્માર્ટફોનના સંવેદનશીલ ભાગોને પાણીથી બચાવવામાં અસરકારક છે અને તે ખૂબ જ સસ્તા પણ છે.
  • આજકાલ માર્કેટમાં વોટરપ્રૂફ બેગ્સ પણ ઉપલબ્ધ છે જે આઉટિંગ દરમિયાન સ્માર્ટફોનને પાણીથી સુરક્ષિત રાખે છે.

Continue Reading

ગેજેટ

જો વરસદમાં કાર બંધ થઈ જાય તો આ ભૂલ ન કરતાં નહિતર આવશે લાખોનો ખર્ચ

Published

on

રાજ્યભરમાં પડી રહેલા વરસાદે લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે. ઘણા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે તો ઘણા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે લોકોએ પોતાના વાહનોની ચિંતા થઇ રહી છે કે જો તેમના વાહનમાં પાણી ઘુસી જશે તો શું થશે ત્યારે આજે આપણે આ વિશે ચર્ચા કરી લઈએ કે જો વાહનમાં પાણી જતું રહે તો શું કરવું જોઈએ અને કેવી રીત્તે આપણા વાહનોની આ વરસાદમાં કાળજી લઇ શકીએ.

If the car stops in the rain, don't make this mistake or it will cost millions

જયારે પણ ભરાયેલ વરસાદી પાણીમાંથી ગાડી કાઢવામાં આવે છે ત્યારે એર ફિલ્ટરમાં પાણી જવાથી ગાડી બંધ થઇ જતી હોય છે. ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં જયારે ગાડી કાઢતા હોય ત્યારે કાર ઓટોમેટિક હોય કે મેન્યુઅલ પહેલા કાર ધીમે કરવી જો કાર મેન્યુઅલ હોય તો પહેલા ગિયરમાં ધીરે ધીરે કારને પાણીમાંથી કાઢવી જોઈએ. બને ત્યાં સુધી ક્લચનો ઉપયોગ ન કરવો અને એક્સેલેટરથી કંટ્રોલ કરવો જોઈએ.

If the car stops in the rain, don't make this mistake or it will cost millions

 

જયારે પણ પાણીમાં કાર બંધ પડે તો ચાલુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અને કાર ટો દ્વારા અથવા અન્ય રીતે વર્કશોપમાં લઈ જવી અને ત્યાં તેમને રીપેર કરાવવી જોઈએ. જો ચાલુ કાર પાણીમાં બંધ પડી જાય તો તેને સેલ ક્યારેય મારવો નહીં. જયારે પણ સેલ મારવામાં આવે છે ત્યારે કારનું સકશન પાણીને ખેચી લે છે અને કારના એન્જિન સુધી પાણી પહોચી જાય છે જે કારને નુકશાન કરે છે.

If the car stops in the rain, don't make this mistake or it will cost millions

 

તમારે ચોમાસા પહેલા એક કાર ચૅક-અપ કરાવી લેવું જોઈએ જેથી કરીને બેટરી અને બીજા નાનામોટા પ્રોબ્લેમને ચોમાસા સમયે ટાળી શકાય છે. અને જો બની શકે તો પાણીમાં કાર ન લઈ જવી જોઈએ.

Continue Reading
Advertisement
Advertisement

Trending