પંકજ ત્રિપાઠીની દીકરી પણ બની હિરોઈન, ડેબ્યૂથી અભિનેતાની ખુશીનો પાર નથી, દીકરી આશીના કર્યા દિલ ખોલીને વખાણ
પંકજ ત્રિપાઠીની દીકરી આશી પણ હવે અભિનયની દુનિયામાં પગ મૂકવા જઈ રહી છે, જેને લઈને ‘મિર્ઝાપુર’ના કાલિન ભૈયા ખૂબ જ ખુશ છે. તાજેતરમાં પંકજ ત્રિપાઠીએ દીકરીના ડેબ્યૂ વિશે વાત કરી અને દીકરીને લઈને પોતાનું ગૌરવ વ્યક્ત કર્યું.
પંકજ ત્રિપાઠી બોલિવૂડના એવા કલાકારોમાંના એક છે જેમનો અભિનયનો ડંકો ચારેબાજુ વાગે છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ છે જેને કોઈ ઓળખની જરૂર નથી. ફિલ્મ જગતમાં પંકજ ત્રિપાઠીએ પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે અને ‘મિર્ઝાપુર’થી લઈને ‘સ્ત્રી’ સુધીમાં અભિનયના અલગ-અલગ રંગો બતાવ્યા છે. હવે પંકજ ત્રિપાઠીની દીકરી પણ તેમની જેમ જ ફિલ્મી રાહ પર ચાલી નીકળી છે.
આ દિવસોમાં પંકજ ત્રિપાઠીની ખુશીનો પાર નથી, કારણ કે તેમની દીકરી આશીએ તાજેતરમાં “લૈલાઝ” (Lailaz) નામના પ્લે (નાટક) થી અભિનયની દુનિયામાં પગ મૂક્યો છે. આ આશીનો પહેલો પ્લે છે અને આ નાટક પરિવાર માટે પણ ખાસ છે, કારણ કે તે પંકજ અને તેમની પત્ની મૃદુલાના થિયેટર બેનર, ‘રૂપકથા રંગમંચ‘નો પણ પહેલો પ્લે છે.
દીકરી આશીના ડેબ્યૂથી ખૂબ ખુશ છે પંકજ ત્રિપાઠી
તાજેતરમાં મુંબઈમાં પંકજ ત્રિપાઠીની દીકરી આશીનો શો યોજાયો હતો, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. તેના પર પંકજ ત્રિપાઠીએ પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તેમણે એક પિતા તરીકે નહીં પણ અભિનેતા તરીકે આશીનો શો જોયો અને તેઓ આશીના અભિનયથી ખૂબ જ ખુશ છે. આ સાથે તેમણે આશીની એક્ટિંગ સ્કિલ્સને લઈને પણ ગર્વ વ્યક્ત કર્યો.
પંકજ ત્રિપાઠીએ શું કહ્યું?
આશીના એક્ટિંગ ડેબ્યૂ પર ખુલીને ચર્ચા કરી. તેમણે કહ્યું: ‘તેણે આ ખૂબ જ સારી રીતે કર્યું. ત્રીજા શો સુધી, મને તેનામાં સુધારો જોવા મળ્યો. તેને અભિનય કરતા જોઈને મને લાગ્યું કે તે મારા કરતાં ઘણી ઝડપી છે. તેણે માત્ર ત્રણ શોમાં જ આ ચમત્કાર કરી બતાવ્યો છે.’ આ સાથે તેમણે આજની જનરેશન વિશે પણ વાત કરી. પંકજ ત્રિપાઠીએ કહ્યું કે આજની પેઢી વસ્તુઓ ખૂબ ઝડપથી શીખી લે છે, જોકે તેમના પડકારો પણ પહેલાં કરતાં વધુ મુશ્કેલ છે.
‘તેને પોતાનો રસ્તો પસંદ કરવાની આઝાદી છે’ – પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીએ ખુલાસો કર્યો કે આશીએ હજી સુધી એ નક્કી નથી કર્યું કે તે એક્ટિંગ કરિયરને ફુલ ટાઇમ જોઇન કરવા માંગે છે કે નહીં. પંકજ અનુસાર, તેઓ તેના પર કોઈપણ પ્રકારનું દબાણ કરી રહ્યા નથી. તેમણે કહ્યું, “હું તેને પોતાનો રસ્તો જાતે શોધવા દઈશ… માત્ર મારી દીકરીને જ નહીં, મને લાગે છે કે બધા બાળકોને તેની આઝાદી મળવી જોઈએ. તેમને તે કરવા દેવું જોઈએ જે તેઓ કરવા માંગે છે. મારો માનવું છે કે જો તેઓ નિષ્ફળ પણ જાય તો તેમાં કોઈ મોટી વાત નથી.”
View this post on Instagram
લાઇમલાઇટથી દૂર રહે છે આશી
‘લૈલાઝ’ સાથે આશીએ હાલમાં પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી દીધી છે, પરંતુ તે હજી પણ મોટા બ્રેકની રાહમાં છે. પંકજ ત્રિપાઠીના ફેન્સ પણ તેમની દીકરીને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક છે. હાલમાં આશી લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પંકજ ત્રિપાઠી પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણીવાર દીકરીના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે.


