સ્લી સ્ટેલોનનું હુલામણુ નામ ધરાવતા સિલ્વેસ્ટર સ્ટેલોનનો આજે જન્મ દિવસ છે. 6 જુલાઇ 6 1946ના રોજ તેમનો જન્મ થયો હતો. એક અમેરિકન અભિનેતા, ફિલ્મ નિર્માતા, પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક અને પ્રાસંગિક ચિત્રકાર સિલ્વેસ્ટર સ્ટેલોન. સિલ્વેસ્ટર સ્ટેલોનનો જન્મ ન્યૂ યોર્ક શહેરમાં થયો હતો. સિલ્વેસ્ટર સ્ટેલોનનું જન્મ સમયે નામ માઈકલ સિલ્વેસ્ટર ગાર્ડેન્ઝિઓ સ્ટેલોન હતું. તેમનો નાનો ભાઈ ફ્રેન્ક સ્ટેલોન અભિનેતા અને સંગીતકાર છે. સ્ટેલોનના પિતાનો જન્મ જોઇઆ ડેલ કોલ, અપુલિયામાં થયો અને તેઓ બાળપણમાં જ સ્વદેશ છોડી યુનાઇટેડ સ્ટેટ્સમાં વસી ગયા. સ્ટેલોનની માતા અર્ધ રશિયન યહૂદી અને અર્ધ ફ્રેન્ચ મૂળના છે.
પ્રસૂતિ સમયે મુશ્કેલી સર્જાતા સ્ટેલોનને તેના સ્વરૂપ, તેના હોઠ, જીભ, અને દાઢીના અંગો સહિત ચહેરાની નીચલી ડાબી બાજુએ નુકસાન થયું. આ એક એવો અકસ્માત હતો જેણે સ્ટેલોનને તેની વિશિષ્ટતા સમાન ખતરનાક દેખાવ અને થોડી અસ્પષ્ટ બોલી આપી. સ્ટેલોનને ખ્રિસ્તી ધર્મની દીક્ષા અપાઇ અને તેમનો ઉછેર કેથોલિક ઢબે થયો. તેના માતા-પિતાનું લગ્ન જીવન ખૂબ મુશ્કેલીભર્યું પસાર થયું હોવાના કારણે તેમણે તેના પ્રથમ પાંચ વર્ષ હેલ્સ કિચનમાં, ફોસ્ટર્સ હોમમાં રહીને પસાર કર્યાં.
સ્ટેલોનના વિચિત્ર ચહેરાના કારણે તેમને શાળામાં અલગ પાડી દેવાયા જ્યાં તેમને ઘણી વાર લડાઇ થતી અન્ય વર્તનને લગતી સમસ્યાઓ અને નબળા ગુણોને લીધે તેમેને બરતરફ કરવામાં આવ્યા. તેના પિતા એક બ્યૂ્ટીશીયન (સૌંદર્યવર્ધક) હતા, તેઓ પરિવાર સહિત વોશિંગ્ટન ડીસી ચાલ્યા ગયા, જ્યાં તેમણે એક બ્યૂટી સ્કૂલ ખોલી. 1954માં તેની માતાએ મહિલાઓ માટેની બાર્બેલા’ઝ નામની વ્યાયામ શાળા ખોલી. સ્ટેલોન 11 વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાના તલાક થયા…
સ્ટેલોન હોલીવૂડ ફિલ્મોમાં એક્શન ભૂમિકાઓ માટે પ્રખ્યાત છે. તેઓઓ ભજવેલા પાત્રોમાંના બે પાત્રોમાં મુક્કેબાજ રોકી બલ્બોઆ અને જોહ્ન રેમ્બોનો સમાવેશ થાય છે. અન્ય ઘણી ફિલ્મો સાથે, રોકી અને રેમ્બો શ્રેણીએ, તેની એક અભિનેતા તરીકેની પ્રતિષ્ઠા અને બોક્સ ઓફિસ પર કમાણીમાં વધારો કર્યો. સ્ટેલોનની ફિલ્મ રોકીને નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં પ્રવેશ મળ્યો અને ફિલ્મમાં વપરાયેલી સામગ્રીઓને સ્મિથસોનિઅન સંગ્રહાલયમાં મૂકવામાં પણ આવી હતી. 7 ડિસેમ્બર 2010ના દિવસે સ્ટેલોનને બોક્સિંગના હોલ ઓફ ફેઇમમાં સમાવેશ માટે મત અપાયો હોવાનું જાહેર કરાયું.
શારિરીક રીતે પડકારરૂપ ભૂમિકાઓ માટે જાણીતા અને પોતાના મોટા ભાગના સ્ટંટ્સ જાતે કરવાની ઇચ્છાના કારણે સ્ટેલોનને તેની અભિનય કારકિર્દી દરમ્યાન ઘણી બધી ઇજાઓનો ભોગ બનવું પડ્યુ. રોકી IV ના એક દ્રશ્ય માટે તેણે ડોલ્ફ લન્ડગ્રનને કહ્યું કે, “તારાથી થઇ શકે એટલી તાકાતથી મને છાતીમાં મુક્કો માર.” “ત્યારબાદ તે ચાર દિવસ માટે સેન્ટ જોહ્ન્સ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હતા. ધ એક્સ્પેન્ડેબલ્સ ના એક અભિનેતા સ્ટીવ ઓસ્ટિન સાથે એક લડાઇના દ્રશ્ય વખતે તેમની ગરદન તૂટી ગઇ હતી. ગરદનમાં ધાતુની પ્લેટ દાખલ કરવાની જરૂર પડી.