હવે ઘરે જ બનાવો પાણી પુરી – પાણી પૂરી બનાવવાની રીત

how to make pani puri

પાણીપૂરી કે પકોડીપૂરી તરીકે પશ્ચિમ ભારતમાં પ્રચલિત. આ સિવાય અન્ય નામો ગોલ ગપ્પા, પુચકા,  બતાશા કે ગુપ ચુપ એ ભારતીય ઉપમહાદ્વીપમાં ગલીએ ગલીએ મળતો એક નાસ્તો છે. આમાં એક ગોળ ઉપસેલી પોકળ તળીને કરકરી બનાવેલ પૂરી હોય છે જેમાં કાણું પાડી, ફુદીનાનું મસાલેદાર પાણી, ચણા-બટેટાં (અને ક્યારે ચણાને બદલે વટાણા) ભરીને ખવાય છે. મોઢામાં બરાબર રહી જાય તેવી નાનકડી હોય છે. તો તમે પણ ઘરે બનાવી શકો છો પાણી પૂરી.

સામગ્રી :

 • બારીક રવો 200 ગ્રામ.
 • મેંદો 50 ગ્રામ.
 • મોણ માટે રિફાઈંડ ઓઈલ 2 નાની ચમચી.
 • મીઠુ 1/2  નાની ચમચી.
 • લોટ બાંધવા માટે સોડા વોટર અને પાણીપુરી તળવા માટે તેલ.

ખાટ્ટા પાણીની સામગ્રી :

 • બીજ વગરની અમલી 50 ગ્રામ.
 • ફુદીનાના પાન 1/2 કપ.
 • હિંગ પાવડર ચપટી, ગોળ 20 ગ્રામ.
 • નવસાર 5 ગ્રામ કાળા મરચુ 10-12 દાણા.
 • લીલા ધાણા 1/2 કપ, લીલા મરચા 2.
 • સંચળ અને સાદુ મીઠુ સ્વાદ મુજબ .
 • પાણી એક લીટર.

અન્ય સામગ્રી :

 • બાફેલા બટાકા 1 કપ.
 • બાફેલા ચણા 1 કપ લીલી ચટણી અને સૂંઠ.

બનાવવાની રીત :

 • રવામાં મેંદો મીઠુ અને મોણ નાખીને સોડા વોટરથી લોટ બાંધી લો.
 • એક કલાક માટે મેદો ઢાંકીને મુકી દો.
 • મોટી મોટી પાતળી રોટલી બનાવો અને કોઈ ઢાંકણાથી ગોળ ગોળ કાપી લો.
 • ગરમ તેલમાં તળીને કાઢી લો.
 • તેને કોઈ થાળીમાં મુકો જેથી ફુટે નહી.
 • ખાટુ પાણી બનાવવા માટે એક કપ ઉકાળેલા પાણીમાં આમલી પલાળો અને એક કલાક માટે મુકી દો.
 • ફુદીનાના પાન, લીલા ધાણા, મીઠુ, હિંગ, જીરુ, કાળા મરી, નવસાર વગેરે વસ્તુઓને મિક્સરમાં વાટીને 1 લીટર પાણીમાં મિક્સ કરો.
 • આમલીનું પાણી ગાળીને ફુદીનાના મિશ્રણમાં મિક્સ કરો અને ફરીથી ગાળી લો.
 • થોડો બરફ પણ જલજીરામાં નાખી દો.
 • જમતી વખતે ગોલગપ્પા (પુરી) માં અંગૂઠા વડે કાણું પાડીને ચણા ભરો, ઉપરથી ખાટુ પાણી ભરીને જલસાથી ખાવો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *