કોરોના વાયરસનાં કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. કોરોનાએ અત્યાર સુધી હજારો લોકોનાં જીવ લીધા છે અને લાખો લોકો કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. વિશ્વનાં ઘણા સ્ટાર્સ અને ઘણા રાજનેતાઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સ અને વડાપ્રધાન બોરીસ જોહ્ન્સન પણ કોરોના વાયરસથી ગ્રસ્ત છે. એવામાં હાલમાં બ્રિટનનું શાસન ભારતીય મૂળનાં વ્યક્તિઓનાં હાથમાં આવી ગયું છે.
બ્રિટનનાં વડાપ્રધાન અને પ્રિન્સ ચાર્લ્સ કોરોના પોઝિટિવ આવ્યા બાદ મહારાણી એલિઝાબેથ હાલમાં સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં જતા રહ્યા છે. ત્યારે બ્રિટનનું વહીવટ હવે ભારતીય મૂળનાં બે નેતાઓ ઋષિ સુનક અને પ્રીતિ પટેલ કરી રહ્યા છે. બોરીસ જોહ્ન્સન પોઝિટિવ થયા તે બાદ બ્રિટનનાં તમામ મોટા શાસનકર્તાઓ સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં છે. એવામાં નાણાંમંત્રી ઋષિ સુનક હાલ બોરિસ જ્હોન્સનની ગેરહાજરીમાં પ્રધાનમંડળની અધ્યક્ષતા કરી રહ્યા છે.
બ્રિટનની રાજનીતિમાં આ સમયમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સંસદની અધ્યક્ષતા અને મંત્રીમંડળનાં સંયોજકની ભૂમિકા નિભાવી રહ્યા છે. જે બાદ હવે બ્રિટનમાં જ્યાં સુધી કોઈ વ્યક્તિને કાર્યવાહક વડાપ્રધાન બનવવાની અટકળો પણ તેજ થઇ ગઈ છે.
હાલમાં મળતા અહેવાલો મુજબ વિદેશ સચિવ ડોમેનિક રાબ બોરિસ જોહ્ન્સનની જગ્યાએ કાર્યવાહક પીએમ બની શકે છે. હાલમાં તે પીએમ પદની દરેક જવાબદારીઓ સંભાળી એમ છે. જોકે રાબ મહિલાઓના વિવાદાસ્પદ નિવેદનનાં કારણે પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. જે બાદ તેઓ ઘણી વાર ટ્રોલ પણ થતાં આવ્યા છે. એવામાં ઘણા મંત્રીઓ માઈકલ ગોવનું નામ પણ આગળ કરી રહ્યા છે.