લોકો ને ઝૂમવા પર પ્રોત્સાહિત કરતુ “છોગાળો રાસ” મચાવી રહ્યું છે ધૂમ,દેશ વિદેશ થી લોકો થયા સામેલ
હાલ ની સ્થિતિ એ લોકો ને પોતાના પરિવાર નું મહત્વ સમજાવ્યું છે એજ પરિવાર “છોગાળો રાસ” વીડિઓ સાથે જોડાયું .. જાણીતા પ્લેબેક સિંગર જેમને “તુમ તક” “ મુઝમે તુ ” “સ્વીટી સ્વીટી ” “ડેલી બેલી ” “સત્યમેવ જયતે ” “માશા અલ્લા ” “ફોટો કોપી” વગેરે વગેરે જેવા અનેક બોલીવુડ અને ગુજરાતી ફિલ્મો માં જેમને પોતાના અવાજ થી મંત્ર મુઘ કર્યા છે એવા કીર્તિ સાગઠીયા (Keerthi Sagathia) ની એક વિશિષ્ઠ પહેલ એટલે “છોગાળો રાસ” .
મોજ રાસ ની અને મસ્તી ગીત અને સંગીત ની નુ સમન્વય એટલે છોગાળો રાસ , જે ગીત ની રચના જુહી પાર્થ ઠક્કર , દ્વારા કરવા માં આવી અને એમાં સુમધુર અવાજ આપ્યો કીર્તિ સગથીયા અને સાંત્વની ત્રિવેદી . જેનું ગીત કમ્પોઝ કર્યું છે કીર્તિ સાગઠીયા (Keerthi Sagathia).
એક તરફ છે સાતમી પેઢી કીર્તિ સાગઠીયા અને બીજી તરફ છે યુટ્યુબ સેન્સેસન સાંત્વની ત્રિવેદી . હાલ ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને પોતાના ચાહક વર્ગ સુધી પહોચવા માટે સંગીત અને મસ્તી ભરેલી સાથે સાથે તમામ ફેંસ અને દર્શકો સાથે નવરાત્રી ની ઉજવણી પરિવાર સાથે કરવા ની પહેલ છે.આ એક ઓડિયો અને મ્યુઝીક વિડીઓ છે
ગરબા રસિકો આ વર્ષે નિરાશ ના થાય એ માટે કીર્તિ સાગઠીયા અને એમની ટીમે એક નિશુલ્ક સ્પર્ધા નું આયોજન સોસીયલ મીડયા ના માધ્યમ થી કર્યું હતું જેમાં આ ગીત નું એક સંગીત ઈન્ટરનેટ પર મુકવા માં આવ્યું હતું જેથી કેવલ ગુજરાત કે ભારત નહિ દેશ વિદેશ માં વસતા ગરબા પ્રેમીઓ પોતાના ઘરે જ અને પરિવાર સાથે જ પોતાના મોબાઈલ પર વીડિઓ શૂટ કરી ને ટીમ કીર્તિ સુધી પોહ્ચતા હતા અને એમાંથી પસંદગી પામેલ વિડીઓ આ વિડીઓ માં સંકળાયેલા છે
એટલુજ નહિ પરંતુ ચાર થી વધુ વધુ લોકો જો વીડિઓ માં સામેલ થાય , કોવિડ ની ગાઈડ લાઈન ને ધ્યાન માં રાખી માસ્ક અને સામાજિક અંતર ને ધ્યાન માં રાખી ને વીડિઓ પસંદ કરી ને સામેલ કરવા માં આવ્યા. જેથી પરિવાર અને અન્ય લોકો ની સુરક્ષા બનેલી રહે .
આ ગીત બનાવવા પાછળ સંગીત આપવા માં મહત્વ ની ભુમિકા ભજવી છે નાઈઝલ ડીલમાં,હનીફ અસલમ, તેજસ વિનચુલકર,વેસ્ટર્ન કોરસ સિંગર ગ્વેન ડાયેસ ,અને રાયણ ડાયેસ આ તમામ લોકો જાણીતા સંગીતકાર સાથે કામ કરવા નો અનુભવ ધરાવે છે .
તમામ લોકો આ ગીત ને માણી સકે એ માટે ઓડિયો પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને ઓફિસિયલ વીડિઓ કીર્તિ સાગઠીયા ( Keerthi Sagathia ) યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે .
આ ગીત માં વીડિઓ ૧૦૦ થી વધુ લોકો એ ભાગ લીધો હતો અને એમાં ૩૫ થી ૪૦ જેવા વિડીઓ નો સમાવેશ છે , વિશેષ વાત એ છે ગરબા ગુજરાત સુધી સીમિત નહિ પરંતુ દેશ વિદેશ સુધી ગરબા પ્રેમીઓ વસેલા છે યુગાન્ડા,યુકે,યુ એસ એ,કેનેડા,જેવા અનેક દેશ માં વસતા પરિવારો એ આ સ્પર્ધા માં ભાગ લઇ ને પોતાની ગરબા પ્રત્યે ની ભાવના વ્યક્ત કરી છે . આ સ્પર્ધા માં જેઓ ભાગ નથી લઇ શક્યા એવા તમામ ગરબા રસિક પરિવારો ને આ ગીત પર ગરબા રમી અને પોતાના સોસીયલ મીડિયા પર મુકવા ની અપીલ કીર્તિ સાગઠીયા અને તેમની ટીમ એ કરેલ છે જેથી આ વર્ષ ની નવરાત્રી સામાજિક સુરક્ષા ને ધ્યાન માં રાખી ને નૈતિક જવાબદારી સમજી ને સૌ ભેગા મળી પરિવાર રાત્રી તરીકે ઉજવીએ.
બોલિવૂડના લોકપ્રિય અને પાવર કપલ કહેવાતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હવે ટૂંક સમયમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનના પડોશી બનવા જઈ રહ્યા છે. રણવીર સિંહે સાગર રેશમ રેસિડેન્શિયલ ટાવરમાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ ઘર દ્વારા તેઓને બેન્ડસ્ટેન્ડ પરથી અરબી સમુદ્રનો સુંદર નજારો જોવા મળશે.
રણવીર સિંહે નવું ઘર ખરીદ્યું છે. જો કે, આ એપાર્ટમેન્ટ હજુ બાંધકામ હેઠળ છે. તેણે જે એપાર્ટમેન્ટની ડીલ કરી છે તેમાંથી સમુદ્રનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. અહેવાલો અનુસાર, અભિનેતાએ આ ઘર લગભગ 119 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. આ તેમના નવા ઘરને દેશના અન્ય કોઈપણ એપાર્ટમેન્ટની તુલનામાં સૌથી મોંઘા સોદાઓમાંનું એક બનાવે છે.
ખાસ વાત એ છે કે આ એપાર્ટમેન્ટ શાહરૂખ ખાનના મન્નત અને સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની વચ્ચે આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમનું એપાર્ટમેન્ટ ટાવરના 16માં, 17માં, 18મા અને 19મા માળે આવેલું છે. તેનો કુલ કાર્પેટ એરિયા 11,266 ચોરસ ફૂટ અને 1,300 ચોરસ ફૂટનો સ્પેશિયલ ટેરેસ છે. અહેવાલ છે કે રણવીરને આ ઘર સાથે 19 પાર્કિંગ એરિયા ફાળવવામાં આવ્યા છે.
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની તાજેતરમાં અક્ષય કુમાર સાથેની સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ થિયેટરોમાં કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી. થિયેટરો ખાલી જઈ રહ્યા હતા જેના કારણે અનેક સ્થળે શો પણ રદ કરવા પડયા હતા. જો કે ફિલ્મ નિષ્ફળ જવા છતાં માનુષીએ પોતાના કેરિયરની ત્રીજી ફિલ્મ પણ સાઈન કરી હોવાની ચર્ચા છે. માનુષીની ત્રીજી ફિલ્મ એક એક્શન એન્ટરટેઈનર હશે, જેનું શૂટિંગ યુરોપમાં થશે.
આ ફિલ્મમાં તે નવા અવતારમાં જોવા મળશે. તેથી જ માનુષીને કાસ્ટ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે માનુષીએ વિકી કૌશલ સાથે બીજી ફિલ્મ સાઈન કરી છે. યશ રાજ ફિલ્મ તેને પ્રોડયુસ કરશે અને તેમાં બે મોટા સ્ટાર્સ લીડ રોલમાં હશે. માનુષીની પાછલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની વાત કરીએ તો આ ફિલ્મમાં તે સમ્રાટ પૃથ્વીરાજની પ્રેમિકા સંયોગિતાના રોલમાં હતી.
ચંદ્રપ્રકાશ દ્વિવેદીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમારે સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજ અને મોહમ્મદ ઘોરી વચ્ચે ૧૧૯૧ અને ૧૧૯૨માં થયેલા યુદ્ધને પણ દર્શાવવામાં આવ્યું છે.
અત્યારે બોક્સઓફિસ પર સાઉથ મુવી ધૂમ મચાવી રહી છે, તેની સાથે સાઉથ સ્ટાર પર બધાના પસંદીતા છે,ત્યારે વાત કરીએ સાઉથની ટોચની સ્ટાર રશ્મિકા મંદાના હવે હિંદી ફિલ્મમાં ટાઈગર શ્રોફ સાથે જોડી જમાવતી જોવા મળશે. ટાઈગરની નવી એક્શન ફિલ્મમાં તેને મુખ્ય હિરોઈન તરીકેની ભૂમિકા મળી છે.
કરણ જોહરની ધર્મા પ્રોડ્કશન હેઠળ બનનારી આ ફિલ્મનું દિગ્દર્શન શશાકં ખૈતાન કરવાના છે. આ સંપૂર્ણપણે એક્શન આધારિત ફિલ્મ હશે પરંતુ તેમાં ટાઈગરનાં ડાન્સ સ્કિલ્સનો લાભ ઉઠાવી રો સોન્ગ સાથેનો રોમાન્ટિક ટ્રેક પણ ઉમેરવામાં આવશે. મોટાભાગે આ ફિલ્મનું શૂટિંગ આવતા સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે.
રશ્મિકા પુષ્પા ફિલ્મથી નેશનલ ક્રશનો દરજ્જો મેળવી ચુકી છે. સાઉથ સિવાયના દેશભરના સિને ચાહકો પણ તેની ફિલ્મો જોવા માટે આતુર છે. જોકે, તે ધીમે ધીમે બોલીવૂડમાં એક પછી એક પ્રોજેક્ટ સાઈન કરી રહી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની તેની મિશન મજનૂ ઓલરેડી લાઈનમાં છે. આ ઉપરાંત તેની ગૂડબાય ફિલ્મ પણ આવી રહી છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવાની છે.સાઉથની વધુ ને વધુ હિરોઈનો બોલીવૂડમાં આવી રહી છે. પુષ્પામાં જ આઈટમ સોંગ કરનારી સામંથા રુથ પ્રભુ પર હાલ બોલીવૂડમાં ઓફર્સનો વરસાદ થઈ રહ્યો છે