Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: તમારી ઊંચાઈ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > તમારી ઊંચાઈ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ?
લાઈફ સ્ટાઈલ

તમારી ઊંચાઈ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ?

Gujju Media
Last updated: October 8, 2026 2:31 pm
By Gujju Media
4 Min Read
Share
Weight 0810.jpg.webp
SHARE

વધુ પડતું કે અત્યંત ઓછું વજન: બંને સ્થિતિ શરીર માટે કેમ છે ખતરનાક?

Contents
  • આદર્શ વજન નક્કી કરવા માટે BMI નું મહત્વ
  • ભારતીયો માટે માત્ર BMI પૂરતો નથી: પેટની ચરબીનું જોખમ
  • ઓછું વજન અને વધુ વજન: બંને સ્થિતિ આરોગ્ય માટે હાનિકારક

આજના આધુનિક યુગમાં ભાગદોડ ભરેલી જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોના કારણે મોટાભાગના લોકો સ્થૂળતા અથવા તો અતિશય ઓછા વજનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ફિટનેસ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સ્થૂળતાને અનેક ગંભીર બીમારીઓનું મૂળ માનવામાં આવે છે. વધતા વજનથી પરેશાન લોકો ઘણીવાર જાણતા નથી હોતા કે તેમની ઊંચાઈના પ્રમાણમાં તેમનું આદર્શ વજન કેટલું હોવું જોઈએ. તબીબી સલાહ દરમિયાન પણ ડૉક્ટરો વારંવાર ટકોર કરતા હોય છે કે ઊંચાઈ પ્રમાણે વજન વધારે હોવાથી તેને નિયંત્રિત કરવું અનિવાર્ય છે.

આ વિષય પર પ્રકાશ પાડતાં ફોર્ટિસ હોસ્પિટલ (નોઈડા) ના એન્ડોક્રિનોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અનુપમ બિસ્વાસે જણાવ્યું છે કે, વ્યક્તિનું સાચું અને આદર્શ વજન માત્ર વજન કાંટા પર દેખાતા આંકડાથી નક્કી થતું નથી. સ્વાસ્થ્યનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે ઊંચાઈ, ઉંમર, શરીરના સ્નાયુઓ, ચરબીનું પ્રમાણ અને કમરનો ઘેરાવો જેવા તમામ પાસાં ધ્યાનમાં લેવા પડે છે.

- Advertisement -

આદર્શ વજન નક્કી કરવા માટે BMI નું મહત્વ

ડૉક્ટરોના જણાવ્યા મુજબ, ઊંચાઈના આધારે યોગ્ય વજન માપવા માટે બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI સૌથી સરળ અને પ્રચલિત રસ્તો છે. BMI ની ગણતરી કરવા માટે વ્યક્તિએ પોતાની ઊંચાઈ મીટરમાં માપી તેનો પોતાની સાથે જ ગુણાકાર કરવાનો હોય છે. ત્યારબાદ શરીરના કુલ વજન (કિલોગ્રામમાં) ને આ ગુણાકારથી ભાગવામાં આવે છે. આ ગણતરીથી મળતો આંકડો દર્શાવે છે કે તમારું વજન ઊંચાઈના પ્રમાણમાં યોગ્ય છે કે નહીં.

- Advertisement -

સામાન્ય અંદાજ મુજબ, ૫ ફૂટ ૫ ઇંચ (આશરે ૧૫૦ સેન્ટિમીટર) ઊંચાઈ ધરાવતી વ્યક્તિનું વજન ૪૨ થી ૫૬ કિલોગ્રામ વચ્ચે હોવું જોઈએ. તે જ રીતે, ૫ ફૂટ ૬ ઇંચ (૧૫૫ સેન્ટિમીટર) ઊંચાઈ માટે ૪૪ થી ૬૦ કિલોગ્રામ, ૫ ફૂટ ૭ ઇંચ (૧૬૦ સેન્ટિમીટર) માટે ૪૭ થી ૬૪ કિલોગ્રામ, ૫ ફૂટ ૮ ઇંચ (૧૬૫ સેન્ટિમીટર) માટે ૫૦ થી ૬૮ કિલોગ્રામ અને ૫ ફૂટ ૯ ઇંચ (૧૭૦ સેન્ટિમીટર) ઊંચાઈ ધરાવતી વ્યક્તિ માટે ૫૩ થી ૭૨ કિલોગ્રામ વજન આદર્શ માનવામાં આવે છે.

ભારતીયો માટે માત્ર BMI પૂરતો નથી: પેટની ચરબીનું જોખમ

ભારતીયો અને દક્ષિણ એશિયાઈ દેશોના લોકો માટે માત્ર સામાન્ય BMI ની શ્રેણી જોવી પૂરતી નથી. ડૉક્ટરોના મતે ભારતીયોના શરીરમાં ઓછો BMI હોવા છતાં કમર અને પેટની આસપાસ ચરબી જમા થવાનું જોખમ ઘણું વધારે હોય છે. આ સ્થિતિને કારણે દુબળા દેખાતા અથવા તો સામાન્ય વજન ધરાવતા લોકોમાં પણ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી મેટાબોલિક સમસ્યાઓ જોવા મળે છે. તેથી વજનની સાથે પેટનો ઘેરાવો નિયંત્રણમાં રાખવો અત્યંત જરૂરી છે.

- Advertisement -

ઓછું વજન અને વધુ વજન: બંને સ્થિતિ આરોગ્ય માટે હાનિકારક

શરીરનું વજન જરૂર કરતાં ઓછું હોવું અથવા અતિશય વધારે હોવું, બંને પરિસ્થિતિઓ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. જ્યારે વ્યક્તિનું વજન ઓછું હોય છે, ત્યારે શરીરને જરૂરી પોષક તત્ત્વો મળતાં નથી. આવા સમયે શરીર ઉર્જા મેળવવા માટે સ્નાયુઓના પ્રોટીનનો ઉપયોગ કરવા લાગે છે, જેનાથી સ્નાયુઓ નબળા પડે છે અને સહનશક્તિ ઘટે છે. પરિણામે વ્યક્તિ થોડા કામમાં પણ થાક અનુભવે છે અને રોગપ્રતિકારક શક્તિ ઘટી જતાં વારંવાર ચેપનો ભોગ બને છે.

- Advertisement -
- Advertisement -

બીજી તરફ, શરીરમાં વધુ પડતી ચરબી જમા થવાથી ચયાપચયની ક્રિયા બગડે છે. ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ ન થઈ શકવાથી રક્તમાં શર્કરાનું સ્તર વધે છે અને ડાયાબિટીસ થાય છે. વધારાની ચરબીને કારણે હૃદયને લોહી પમ્પ કરવા માટે વધુ શ્રમ કરવો પડે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, યકૃત (લીવર) માં ચરબી જમા થવાથી લીવરનું કાર્ય પણ ખોરવાય છે.

તંદુરસ્ત જીવન જીવવા માટે માત્ર વજન ઘટાડવાને બદલે સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ દ્વારા શરીરનું આદર્શ વજન જાળવી રાખવું એ જ ઉત્તમ ઉપાય છે.

આ રીતે બનાવો ગુજરાતની પ્રખ્યાત વાનગી બાસુંદી, જાણો રેસીપી
મેકઅપ વગર પણ ચહેરો ચાંદની જેમ ચમકશે, બસ આ ૫ સ્ટેપ્સ ફોલો કરો!
કિડની ફેલ્યોરથી બચવા શું કરવું અને શું ન કરવું?
સાવધાન! તમારી આ ભૂલોના કારણે લીવરમાં આવી શકે છે સોજો, જાણો ફેટી લીવરના મુખ્ય કારણો
તમે પણ બનાવો છો સોજીનો હલવો? આ એક ભૂલ કરી શકે છે સ્વાદ ખરાબ, જાણો રેસીપી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

post office2.jpg.webp
પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમમાં પત્ની સાથે કરો રોકાણ! દર મહિને મળશે ₹9,250ની ગેરંટીડ કમાણી
બિઝનેસ
stock market 3007.jpg.webp
૧ ઓક્ટોબરના રોજ શેરબજારમાં કયા શેર્સ ચમકશે?
શેરમાર્કેટ
Pitru Paksha 2.jpg.webp
અકાલ મૃત્યુ પામેલા પિતૃઓનું સામાન્ય દિવસોમાં કેમ નથી થતું શ્રાદ્ધ? જાણો ચતુર્દશી તિથિનું ગુપ્ત રહસ્ય
ધર્મદર્શન
Bigb2.jpg.webp
KBC 18ના સેટ પર અમિતાભ બચ્ચનને ઈજા, શૂટિંગ દરમિયાન લપસી પડ્યા
એન્ટરટેઈન્મેન્ટ
Peritoneal Cancer2.jpg.webp
ગાંઠ કે ટ્યુમર વગર પણ શરીરમાં પ્રસરી શકે છે કેન્સર! સાવધાન રહેવા જાણો પેરીટોનિયલ કેન્સરના સંકેતો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

yoga2.jpg.webp
હેલ્થ

સવારે ઊઠતી વખતે થાક અનુભવાય છે? આજે જ બદલો આદતો અને મેળવો ભરપૂર એનર્જી

By Gujju Media
7 Min Read
hair damage
લાઈફ સ્ટાઈલ

રફ વાળથી કંટાળી ગયા છો તો અપનાવો આ ટિપ્સ

By Gujju Media
2 Min Read
Heart attack 2007.jpg.webp
હેલ્થ

60 સેકન્ડમાં હાર્ટ એટેકના જોખમથી કેવી રીતે બચવું?

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?