Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Women Hygiene: મહિલાઓએ શરીરના આ અંગોને દિવસમાં 2 વાર તો સાફ કરવા જ જોઈએ… નહીં તો થઈ જાય ઈંફેકશન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > Women Hygiene: મહિલાઓએ શરીરના આ અંગોને દિવસમાં 2 વાર તો સાફ કરવા જ જોઈએ… નહીં તો થઈ જાય ઈંફેકશન
લાઈફ સ્ટાઈલહેલ્થ

Women Hygiene: મહિલાઓએ શરીરના આ અંગોને દિવસમાં 2 વાર તો સાફ કરવા જ જોઈએ… નહીં તો થઈ જાય ઈંફેકશન

Gujju Media
Last updated: May 12, 2024 5:52 pm
By Gujju Media
3 Min Read
Share
leg care
SHARE

Women Hygiene: ઉનાળામાં જો પર્સનલ હાઈજીનનું ધ્યાન રાખવામાં ન આવે તો ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. ખાસ કરીને આ મામલામાં મહિલાઓએ સતર્ક રહેવું જોઈએ. મહિલાઓને સતત એક્ટિવ રહેવું પડે છે અને પરિણામે પરસેવો પણ વધારે થાય છે. પરસેવાના કારણે શરીરના કેટલાક અંગો પર બેક્ટેરિયા જમા થતા હોય છે. તેવામાં જો આ અંગોની સફાઈ પર ધ્યાન આપવામાં આવે તો શરૂઆત ખંજવાળ અને બળતરાથી થાય છે અને પછી ઇન્ફેક્શન વધી જાય છે. આ પ્રકારની સમસ્યા ન થાય તે માટે સવારે નહાયા પછી દિવસમાં ઓછામાં ઓછી બે વખત શરીરના આ અંગોની સાફ-સફાઈ પર ધ્યાન આપવું.

Contents
  • અંડર આર્મ્સ
  • પગ
  • વજાઈના
  • હિપ્સ
  • હાથ
  • દાંત અને જીભ

under arm

અંડર આર્મ્સ

મહિલાઓને આખો દિવસ ઘડિયાળના કાંટે દોડવું પડે છે જેના કારણે ન્હાવાનો સમય પણ ઘણી વખત સરખો મળતો નથી જેના કારણે બગલમાં ગંદકી જામી જાય છે. બગલની સફાઈ બરાબર ન થાય તો ત્યાંની સ્કીન કાળી પડી જાય છે અને સાથે દુર્ગંધ પણ આવે છે. આવી સ્થિતિમાં બગલમાં ઇન્ફેક્શન થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. આ જગ્યાએ પરસેવો પણ વધારે થાય છે. તેથી દિવસમાં ઓછામાં ઓછી બે વખત અંડર આર્મ્સ ક્લીન કરવા જોઈએ.

- Advertisement -

પગ

ઘરની અંદર પણ બેક્ટેરિયા હોય છે જે પગમાં ચીપકી જાય છે. જો પગની સફાઈ પર ધ્યાન આપવામાં ન આવે તો ઉનાળામાં પણ એડી ફાટે છે અને પગની આંગળીની વચ્ચે અને નખમાં ઇન્ફેક્શન વધી જાય છે. મોટાભાગની મહિલાઓ પગની કાળજી લેતી નથી. પરંતુ પગને પણ દિવસમાં બે વખત સાબુથી સાફ કરવા જોઈએ.

વજાઈના

મહિલાઓમાં વજાઈનલ ઇન્ફેક્શન ખૂબ જ સામાન્ય બાબત છે. આ સમસ્યા કોઈપણ સ્ત્રીને થઈ શકે છે. ઇન્ફેક્શન ન થાય તે વાતનું ધ્યાન રાખવું હોય તો સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. દરેક મહિલાએ દિવસમાં બે થી ત્રણ વખત પોતાના પ્રાઇવેટ પાર્ટને પાણીથી સાફ કરવો જોઈએ જેથી બેક્ટેરિયા અને ગંદકી ઇન્ફેક્શન ન વધારે.

- Advertisement -

vagina

હિપ્સ

હિપ્સ ટોયલેટ શીટના સંપર્કમાં વારંવાર આવે છે જેના કારણે અહીં જર્મ્સ એકત્ર થઈ જાય છે. ગરમીમાં કલાકો સુધી બેસવાનું થાય તો પરસેવો પણ થાય છે. તેથી શરીરના આ ભાગને પણ દિવસમાં બે વખત સાફ કરવો જોઈએ.

- Advertisement -

હાથ

આખો દિવસ મહિલાઓ કોઈને કોઈ કામ કરતી રહે છે જેના કારણે હાથ પણ સતત એક્ટિવ રહે છે. ગરમીમાં હાથની સ્વચ્છતા પર ધ્યાન આપવામાં ન આવે તો હાથ વડે બેક્ટેરિયા પેટમાં પણ જઈ શકે છે. તેથી દિવસમાં ત્રણથી ચાર વખત હેન્ડ વોશ થી હાથ સાફ કરી અને મોસ્ચ્યુરાઈઝર લગાડવું જોઈએ.

દાંત અને જીભ

ઓરલ હાઇજિન મેન્ટેન કરવી પણ ખૂબ જ જરૂરી છે. ગરમીમાં જો ધ્યાન રાખવામાં ન આવે તો દાંત અને પેઢાની સમસ્યા વધી શકે છે. કારણકે ગરમીના વાતાવરણમાં મીઠી અને ઠંડી વસ્તુઓનું સેવન વધી જાય છે. તેથી જ જરૂરી છે કે દિવસમાં બે વખત બ્રશ કરવાની આદત પાડવી. દિવસમાં બે વખત બ્રશ કરીને દાંત સાફ કરવા અને સાથે જ જીભને પણ સાફ કરવી.

- Advertisement -
- Advertisement -

 

બાથરૂમની પીળી દિવાલોને મિનિટોમાં ચમકાવો, સાબુને બદલે આ સોલ્યુશનનો ઉપયોગ કરો
યુકેમાં એમેઝોન વેરહાઉસમાં ‘વિક્ટોરિયન રોગ’નો ફેલાવો: 10 કર્મચારીઓ પોઝિટિવ
પનીર ભૂલી જશો! માત્ર 5 મિનિટમાં ઘરે બનાવો રાજસ્થાની સ્ટાઇલ દહીં-પાપડનું શાહી શાક
બેબી ડેન્ટલ કેર: ક્યારે શરૂ કરવું જોઈએ બાળકનું પહેલું બ્રશ?
ઘઉંમાં ચણાનો લોટ ભેળવો અને આરોગ્ય માટે મેળવો વધુ લાભ
- Advertisement -
TAGGED:health tipssummerwomen
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

Diabetes injection 1607.jpg.webp
હેલ્થ

રોજ ઇન્જેક્શન લેવાની જરૂર નથી! અઠવાડિયામાં ફક્ત એક ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન ડાયાબિટીસ કંટ્રોલ કરશે

By Gujju Media
5 Min Read
tulsi tea
હેલ્થ

કોરોનાથી બચવા રોજ કરો ઉકાળાનું સેવન,રોગપ્રતિકાર શક્તિ મજબૂત કરવા આજે જ બનાવો આ ઉકાળો

By Palak Thakkar
1 Min Read
1778690080 dharmishtha 1 26.jpg.webp
લાઈફ સ્ટાઈલ

શું તમે પણ મન ભરીને ખાઓ છો કાચી કેરી? સાવધાન! આ ગંભીર બીમારીઓનો થઈ શકો છો શિકાર

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?