અવાજ નથી કરતા મલેરિયાનાં મચ્છર, બચવા માટે અપનાવો આ ટીપ્સ 

malaria mosquitoes

મલેરિયા થી મૃત્યુ પામનાર લોકોની યાદીમાં  ભારત વિશ્વમાં ચોથા સ્થાને છે. મલેરિયાનાં સૌથી વધારે કેસ છતીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉડીશા વગેરે રાજ્યોમાં જોવા મળે છે. ભારતે ૨૦૨૭ સુંધીમાં મલેરિયા મુક્ત થવાનું અને ૨૦૩૦સુંધીમાં આ બીમારીને નસ્ટ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. મલેરિયાનાં કેસો શોધવા અને અને એક મોટુ જાગૃતતા અભિયાન ચાલવાની જરૂરત છે.

શું છે મલેરિયા?

હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (HCFI) નાં અધ્યક્ષ ડો. કે.કે. અગ્રવાલે કહ્યું, “મલેરિયા પ્લાસ્મોડીયમ પરોપજીવીનાં કારણે થનાર એક જાનલેવા લોહીનો રોગ છે. આ એનોફીલીઝ મચ્છરનાં કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. જયારેઆ ચેપગ્રસ્તમચ્છર મનુષ્યને કરડે છે, તો પરોપજીવી લાલ રક્ત કોશિકાઓને સંક્રમિત અને નસ્ટ કરતા પહેંલા માણસનાં લીવરમાં મલ્ટિપ્લાય થઇ જાય છે.

તેનમે કહ્યું, ‘ ભારતમાં હજી પણ મલેરિયા મોનીટરીંગ સીસ્ટમ ખુબજ નબળી છે. વિભિન્નસ્તરો પર પ્રયત્નો છતા પણ આ બીમારી હજી પણ એક ગંભીર સાર્વજનિક સ્વાસ્થ્ય માટેપડકાર રૂપ છે.

મલેરિયાનાં લક્ષણ

ગંભીર મલેરિયાનાં લક્ષણોમાં તાવ અને ઠંડી લાગવી, બેભાન જેવી સ્થિતિ હોવી, ઊંડો શ્વાસ લેવામાં તફ્લીક થવી, અસામાન્ય લોહી વહેવું, એનીમિયાનાં લક્ષણ અને પીલિયાનો પણ સમાવેશ થાય છે.

હજી સુંધી મલેરિયા મુક્ત નથી થઇ શક્યું ભારત 

ડો. અગ્રવાલે જણાવ્યું કે, ‘ ભારત પહેલેથીજ મલેરિયા સામેની લડાઈનું કેન્દ્ર રહેલું છે. મચ્છરો દ્વારા મલેરિયાનેનાબુદ કરવા વાળી સફળતાની ખોજ ૧૨૦ વર્ષ પહેલા ભારતના સિકંદરાબાદમાં થઇ હતી. ત્યાર થી દુનિયાનાં અડધા દેશોમાં મલેરિયા નાબુદ થઇ ચુક્યો છે. હવે સમય છે કે ભારત આવું કરવા માટેતરત જ કોઈ પગલા ઉપાડે.’

મલેરિયાનેબચવાનાઉપાય

મલેરિયાને રોકવા માટેનાં ઉપાયો માટે ડો. અગ્રવાલે જણાવ્યું કે, “મલેરિયા મચ્છર ઘરમાં જમા થયેલતાજા પાણીમાં વધે છે. એટલા માટે આ મહત્વનું છે કે તમાર ઘરમાં કે તેની આજુ-બાજુનાં વિસ્તારમાં પાણી જમા ના થાય. મચ્છર ચક્રને પૂરું થવામાં ૭-૧૨ દિવસ લાગે છે. એટલે જ, જો પાણીને સંગ્રહ કરવા વાળા કોઈ પણ વાસણ કે કેરબાનેજો દર અઠવાડિયે એક વાર સારી રીતે સાફ કરવામાં ના આવે તો તેમાં મચ્છર ઈંડા આપી શકે છે.”

તેમણે જણાવ્યું કે, “મચ્છર મની પ્લાન્ટનાકુંડામાં અથવાતો ધાબે પાણીની ટાંકીમાંઈંડા મૂકી શકે છે. જો તે યોગ્ય રીતે ઢાંકેલા નાં હોય તો ભયજનક છે. પક્ષીઓ માટેધાબા પર મુકેલ પાણીનાં વાસણો દર અઠવાડિયે સાફ ના કરીએ તો તેમાં મચ્છર ઈંડા મૂકી શકે છે. રાત્રે મચ્છરદાની કે મચ્છરભગાડવાની ક્રીમના ઉપયોગથી મલેરિયાને રોકી શકાતું નથી કારણ કે આ મચ્છર દિવસ દરમ્યાન કરડે છે. મલેરિયાના મચ્છર અવાજ નથી કરતા. એટલા માટે, જે મચ્છર અવાજ નથી કરતા તે જ બીમારીનું કારણ બને છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *