મુકેશ-નીતા અંબાણી દાદા-દાદી બન્યાં, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં ઘરે દીકરાનો જન્મ

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે દાદા બની ચૂક્યા છે. તેમના પુત્ર આકાશ અંબાણીના પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે. 9 માર્ચ 2019માં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમના લગ્નની ઉજવણી દેશ અને દુનિયાભરમાં ભારે નોંધનીય બની હતી.

બ્રિટનની રમકડાની આખી કંપની ખરીદી હતી
ગયા વર્ષે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે લગભગ રૂ. 620 કરોડમાં બ્રિટનની રમકડાની બ્રાન્ડ હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને હસ્તગત કરી હતી. આ સમયે સોશિયલ મીડિયામાં લોકો એવી મજાક કરતા હતા કે મુકેશ અંબાણીએ તેમના આવનારા પોત્ર-પુત્રી માટે અત્યારથી જ રમકડા ભેગા કરી રહ્યા છે.

મંદીમાં પણ રિલાયન્સ તેજીમાં રહ્યું
કોરોનાને કારણે એક તરફ ભારતભરની કંપનીઓ ભારે આર્થિક મંદીનો સામનો કરી રહી હતી ત્યારે રિલાયન્સ ગ્રુપ જ એવું હતું જે ભારે તેજીમાં રહ્યું છે. આ વર્ષમાં રિલાયન્સ જિયોએ પોતાની હિસ્સેદારી વેચી અંદાજે રૂ. 5 લાખ કરોડથી વધુની રકમ ઉભી કરી હતી. તેવી જ રીતે રીટેલ બિઝનેસમાં પણ નવેસરથી પ્રવેશ કરી વિદેશી રોકાણકારો પાસેથી રોકાણ મેળવી રહી છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *