અનુષ્કા નહીં પરંતુ બ્રાઝિલની આ મોડલ વિરાટની પત્ની હોત

ક્રિકેટના મેદાનમાં ભલભલા બોલર્સના છક્કા છોડાવનાર ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ આજે વિશ્વમાં નામના મેળવી છે. જો તેના અંગત જીવનની વાત કરીએ તો વિરાટ કોહલીએ બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી ગયા વર્ષે ઈટાલીમાં લગ્ન કર્યા હતા જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. પરંતુ, આજે અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છે જેનાથી કદાચ તમે પણ અજાણ હશો. અનુષ્કા શર્મા પહેલા વિરાટનું અફેર ઘણી છોકરીઓ સાથે રહ્યું છે.

જેમાં એક છોકરી એવી પણ હતી જે અનુષ્કા કરતા વધારે સુંદર હતી. જી હાં, અનુષ્કા પહેલા પણ વિરાટના જીવનમાં એક એવી છોકરી હતી જે તેની પત્ની બનવા માટે તૈયાર હતી. પરંતુ વિરાટ કોહલીની માતાને આ સંબંઘ મંજૂર ન હતો. જો તે સમયે તેમણે હા પાડી હોત તો આ છોકરી વિરાટની પત્ની હોત. વિરાટ કોહલીની આ એક્સ ગર્લફ્રેન્ડ બીજું કોઈ નહીં પરંતુ ઇસાબેલ લિટે છે, જે બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી છે. જેણે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. પરંતુ હાલમાં તે કોઈ પણ ફિલ્મમાં જોવા નથી મળી રહી. પરંતુ તે ઘણીવાર એડ ફિલ્મોમાં જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે બ્રાઝિલની અભિનેત્રી અને મોડેલ ઇસાબેલ લિટે બોલિવૂડમાં કામ મેળવવા માટે ભારત આવી હતી. પરંતુ, સખત મહેનત બાદ પણ તે કોઈ વિશેષ મુકામ પ્રાપ્ત કરી શકી નહીં.ઇસાબેલે વર્ષ 2013માં ‘સિક્સટીન’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તે પછી, તેને 2014માં, ‘પુરાની જીન્સ’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. ઇસાબેલ બંને ફિલ્મોમાં કોઈ ખાસ જાદુ દેખાડી શકી નહિ, પરંતુ તેની સુંદરતાએ લોકોને દિવાના બનાવી દીધા હતા. ઇસાબેલ અને વિરાટ કોહલી એક પાર્ટીમાં મળ્યા હતા. જે બાદ, આ તેઓ ઘણી જગ્યાએ સાથે સ્પોટ થયા હતા. જોકે વિરાટની માતા વિરાટ અને ઇસાબેલના સંબંધથી ખુશ નહોતી. બીજી તરફ, વિરાટ અને ઇસાબેલનું પણ થોડા દિવસ પછી બ્રેકઅપ થઇ ગયું. જે પછી આ બંન્નેના રસ્તાઓ અલગ થઈ ગયા.પરંતુ જો વિરાટ કોહલીની માતાએ તે સમયે વિરાટની પસંદ પર મહોર લગાવી હોત તો આજે અનુષ્કા નહીં પરંતુ ઈસાબેલ જ તેની પત્ની હોત.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *