ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2024 ની મેન્સ વનડે ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાનો કોઈ પણ ખેલાડી આ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી. આ ઉપરાંત ટીમની કમાન શ્રીલંકાના ચારિથ અસલંકાને સોંપવામાં આવી છે. આ ટીમમાં ત્રણ દેશોના સૌથી વધુ ખેલાડીઓએ પોતાનું સ્થાન બનાવ્યું છે.
આ ટીમોના ખેલાડીઓને સ્થાન મળ્યું
૨૦૨૪ ની મેન્સ વનડે ટીમ ઓફ ધ યરમાં અફઘાનિસ્તાનના ૩, પાકિસ્તાનના ૩, શ્રીલંકાના ૪ અને વેસ્ટ ઈન્ડિઝના ૧ ખેલાડીને તક મળી છે. શ્રીલંકાના ચારિથ અસલંકા, કુસલ મેન્ડિસ, પથુમ નિસાન્કા અને વાનિંદુ હસરંગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, પાકિસ્તાન તરફથી સેમ અયુબ, શાહીન આફ્રિદી અને હરિસ રૌફને તક મળી છે. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ અને ગઝનફરને તક મળી છે. જ્યારે વેસ્ટ ઇન્ડીઝના શેરફાન રૂધરફોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટીમોના ખેલાડીઓને સ્થાન મળ્યું નથી
ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવી ટીમોના કોઈપણ ખેલાડીને ICC મેન્સ વનડે ટીમ ઓફ ધ યર 2024માં તક મળી નથી. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024માં માત્ર એક જ ODI શ્રેણી રમી હતી. ભારતે આ શ્રેણી શ્રીલંકા સાથે રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
ICC મેન્સ વનડે ટીમ ઓફ ધ યર 2024
ચારિથ અસલંકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, પથુમ નિસાન્કા, વાનિન્દુ હસરંગા, સૈમ અયુબ, શાહીન આફ્રિદી, હરિસ રૌફ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, ગઝનફર, શેરફેન રૂધરફોર્ડ.