2019માં હિન્દી વેબ સિરીઝનો રહ્યો દબદબો… જાણો 2019ની ટોપ 10 હિન્દી વેબ સિરીઝ…

હવે, લોકો મૂવીઝ અને ડોક્યુમેન્ટરીઝ જોવાને બદલે વેબ-સિરીઝ જોવાનું વધુ પસંદ કરે છે..અને જો તમે પણ વેબ-સિરીઝ લવર છો..અને બેસ્ટ વેબ સિરીઝની શોધ કરી રહ્યા છો તો બેસ્ટ હિન્દી વેબ સિરીઝની લીસ્ટ નીચે મુજબ છે.. જેને લોકોએ ખુબ જ પસંદ કરી છે.. નેટફ્લિક્સ અથવા એમેઝોન પ્રાઇમ સિવાય પણ ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ છે.. જેના ઉપર અસંખ્ય વેબસીરીઝ ઉપલબ્ધ છે..જેનાથી ચોઈસ કરવી ઘણી મુશ્કેલ પડે છે કે બેસ્ટ વેબસીરીઝ કઈ છે.. આ ટોપ 10 વેબસિરીઝના લીસ્ટમાં બધા જ પ્રકારની વેબસિરીઝનો સમાવેશ થાય છે જેમકે એડલ્ટ, મનોરંજન, રોમાંચક, વગેરે..

1. સેક્રેડ ગેમ્સ (Sacred Games)

‘સેક્રેડ ગેમ્સ’ નેટફ્લિક્સ પર રજૂ થયેલી ભારતની પહેલી વેબસિરીઝ છે, જેમાં એક માસૂમ બાળકના બાળપણની ‘હત્યા’થી લઈને સમાજમાં સાંપ્રદાયિકતાનું ઝેર ભળતા જ મરતી માનવતાની વાત દર્શાવામાં આવી છે. આ સિરીઝના દરેક એપિસોડના નામમાં હિંદુ માઇથૉલૉજીની છાપ જોવા મળે છે જેને યુનિક રીતે સિમ્બૉલ્સમાં દર્શાવવામાં આવી છે. ગણેશ ગાયતોંડેના ડાયલૉગ આ વેબસીરીઝથી ખુબ ફેમસ થયા હતા.. અને નવાઝુદ્દીન સિદ્દીકી આ વેબસીરીઝથી ખુબ જ ફેમસ થયો હતો.. આ વેબસીરીઝનુ રેટિંગ 8.8 સ્ટાર્સ છે..

 

2. ધ ફેમિલી મેન (The Family Man)

બોલિવુડના ઉચ્ચ દરજ્જાના કલાકાર મનોજ બાજપાઈ અભિનીત વેબસિરીઝ ‘ધ ફેમિલી મેન’ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. આ વેબસીરીઝ એવી પસંદગીની સિરીઝોમાંની એક છે કે જેનું શૂટિંગ કાશ્મીરની ખૂબસૂરત ઘાટીઓમાં કરવામાં આવ્યું છે.. પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મનોજ બાજપાઈ એમેઝોનની આ સિરીઝમાં ખુફિયા અધિકારી શ્રીકાન્ત તિવારીના પાત્રમાં જોવા મળે છે.. આ વેબસીરીઝને 200 જેટલા દેશોમાં એકસાથે સ્ટ્રીમ કરવામાં આવી છે. આ વેબસીરીઝનુ રેટિંગ 8.7 સ્ટાર્સ છે

 

3. મિર્ઝાપુર (Mirzapur)

એકવાર સેક્રેડ ગેમ્સ જોયા પછી જો તમે તેના જેવી જ કોઈ વેબસીરીઝ જોવાના  મૂડમાં હોવ તો  મિર્ઝાપુર સેક્રેડ ગેમ્સ પછીની બેસ્ટ વેબસીરીઝ છે..જેમ ઘણા લોકો નાર્કોસ જોયા પછી મેક્સીકન કાર્ટેલ શોને પસંદ કર્યો છે.. તેમજ સેક્રેડ ગેમ્સ પછી મિર્ઝાપુરને લોકોએ તેટલી જ પસંદ કરી છે.. નેટફ્લીક્સ પરથી એમેઝોન પર મુવ થઈએ તો નેટફ્લીક્સ પર સેક્રેડ ગેમ્સ બેસ્ટ છે અને એમેઝોન પર મિર્ઝાપુર. મિર્ઝાપુર ભારતના ગારમેન્ટ અને ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝના માફિયા અને તેના ફેમીલી પિતા અને પુત્રની સ્ટોરી છે.. આ વેબસીરીઝનુ રેટિંગ 8.5 સ્ટાર્સ છે

 

4. દિલ્હી ક્રાઈમ(Delhi Crime)

૧૬ ડીસેમ્બરની ૨૦૧૨ની એ રાત જેણે ભારત સહિત આખી દુનિયાને ચિર નિંદ્રામાંથી જગાડી નાખી હતી, આખો દેશ આક્રોશની જ્વાળાથી ભભૂકી રહ્યો હતો, દેશને નિર્ભયા નામનો શબ્દ રેપ કેસની ઘટનાથી મળ્યો. ગુનેગારો પકડાયા, એમને ફાંસી થઈ, સગીર વયની વ્યાખ્યા બદલાવવામાં આવી.  ‘દિલ્હી ક્રાઈમ’ વેબ સિરીઝ થોડા મહિનાઓ પહેલા જ  નેટફ્લિકસ પર રીલીઝ થઈ છે. રેપ કેસ બાદ દિલ્હી પોલીસના ઈન્વેસ્ટીગેશન આધારીત આ વેબસીરીઝને લોકોએ ખુબ પસંદ કરી છે.. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ શામ,દામ, દંડ અને ભેદ કરીને ગુનેગારોને કઈ રીતે પકડે છે તે આ વેબસીરીઝમાં જોવા મળે છે.. આ વેબસીરીઝનુ રેટિંગ 8.5 સ્ટાર્સ છે

 

5. લિટલ થિંગ્સ(Little Things)

ડાઈસ મીડિયાની લિટસ થિંગ્સની બે સીઝન રીલીઝ થયેલ છે અને લોકોએ આ વેબસિરીઝને ખુબ જ પસંદ કરી હતી.. પહેલી સિઝન અને બીજી સીઝન ખુબ સામ્યતા ધરાવે છે અને પહેલી સિઝનથી બીજી સીઝન થોડો અલગ ટેસ્ટ પણ ધરાવે છે. ધ્રુવ અને કાવ્યા બંને પાત્રો લિટલ થિંગ્સ વેબસીરીઝ્ના છે વેબસીરીઝમાં તેમની લાઈફસ્ટાઈલ એમના શોખ, જીવન તરફનો દ્રષ્ટિકોણ, શહેરમાં રહેવું, દોડાદોડી અને વર્ક લોડ વગેરે દર્શાવવામાં આવ્યું છે. આ સીરીઝનો દરેક એપિસોડ ખુબ જ લેન્ધી છે પરતું દરેક એપિસોડમાં એક મેસેજ છે. આ વેબસીરીઝનુ રેટિંગ 8.3 સ્ટાર્સ છે

 

6. મેડ ઈન હેવન(Made in Heaven)

અર્જુન માથુર-કલ્કિ કોચલીન-સોભિતા ધુલિપાલ-જિમ સરબાહ-શશાંક અરોરા તથા શિવાની રઘુવંશી જેવા કલાકારોને ચમકાવતી ‘મેડ ઈન હેવન’ મોંઘાંદાટ લગ્નો યોજી આપતાં તારા અને કરણ નામનાં બે વેડિંગ-પ્લાનરની કામગીરી તથા એમની અંગત જિંદગી પર આધારિત વેબસિરીઝ છે..આ ડ્રામા સિરીઝમાં આધુનિક ભારતમાં યોજાતાં ભપકાદાર, ખર્ચાળ લગ્નોની પાછળની સચ્ચાઈ, ઈમોશનલ અને ઈન્ટરેસ્ટિંગ કથા રજૂ કરવામાં આવી છે. એમેઝોનની પ્રાઈમની વેબ સીરીઝ ‘મેડ ઈન હેવન’ હાલ ખુબજ ચર્ચામાં છે. આજની દુનિયામાં સબંધોની હકીકત અને હાઈ ક્લાસ પરિવારોની સચ્ચાઈ જણાવતી આ સીરીઝને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.. આ વેબસીરીઝનુ રેટિંગ 8.3 સ્ટાર્સ છે

 

7. ઈનસાઈડ એજ (Inside Edge)

ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ એમેઝોન પ્રાઈમની વેબ-સિરીઝ ‘ઈનસાઈડ એજ’ની બે સીઝન રીલીઝ થયેલી છે..આ વેબસિરીઝમાં રાજકારણ અને રમતને જોડવામાં આવી છે. આઈપીએલ આ વેબ્સીરીઝનું કેન્દ્ર છે અને આ વેબસીરીઝ્માં આઈપીએલની પાછળ જોડાયેલા રાજકારણ અને રાજકારણ સાથે આવતા સેકસ, પૈસો, ડ્રગ્ઝ અને સટ્ટાને પણ દર્શાવવામાં આવ્યા છે. આઈપીએલની શરૂઆત કરનારા લલીત મોદી અત્યારે ફરાર છે.ઈનસાઈડ એજ-2 લલીત મોદીને કેન્દ્ર સ્થાને રાખીને બનાવવામાં આવી છે. લલીત મોદીએ કેવા સંજોગોમાં પ્રિમીયર લીગ શરૂ કરી અને ચેન્નાઈ સુપરકીંગ્સનાં ફેમીલી ઈસ્યુને પણ આ વેબ-સીરીઝમાં સમાવવામાં આવ્યા છે. ટુંકમા કહીએ તો ‘ઈનસાઈડ એજ 1 અને 2 ’ રિયલ સેન્સમાં રિયલ ઈન્સિડન્ટને જોડીને તૈયાર કરવામાં આવી છે. આ વેબસીરીઝનુ રેટિંગ 8 સ્ટાર્સ છે..

 

8. બાર્ડ ઓફ બ્લડ (Bard of Blood)

બાર્ડ ઓફ બ્લડ જાસૂસોની દુનિયા પર આધારિત વેબસીરીઝ છે.. આ સિરીઝની મદદથી ઇમરાન હાશમીએ પોતાનો ડીજીટલ ડેબ્યુ કર્યો હતો.. શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલ આ વેબ સીરીઝને રિભુ દાસગુપ્તાએ ડાયરેક્ટ કરી છે… આ સિરીઝનું મુખ્ય પાત્ર કબીર આનંદ (ઈમરાન હાશ્મી)નું છે, જે એક એક્સ-રૉ એજન્ટ છે. એજન્સીમાં તેની સાથે થયેલા ખરાબ વ્યવહારને કારણે તે શિક્ષાના ક્ષેત્રમાં કામ કરી રહ્યો છે. તે એક પ્રોફેસર છે. ત્યારે બીજી તરફ POKના બલુચિસ્તાનમાં ભારતના કેટલાક એજન્ટ્સ પકડાઈ જાય છે, જેમને છોડવવા માટે એજન્સીને કબીર જેવા એજન્ટની જરૂર પડે છે. એજન્સી કબીરને મનાવે છે અને ત્યાર બાદ કબીર પાકિસ્તાન સ્થિત સ્લિપર એજન્ટ વીરને સાથે રાખીને પોતાને સોંપાયેલા મિશનને અંજામ આપે છે. લોકોએ આ વેબસીરીઝને ખુબ પસંદ કરી છે.. આ વેબસીરીઝનુ રેટિંગ 7.4 સ્ટાર્સ છે..

 

9. વન માઈક સ્ટેન્ડ(One Mic Stand)

આ વેબસિરીઝને લોકોએ ખુબ જ પસંદ કરી હતી કારણકે આ સીરીઝમાં રાજકારણી, અભિનેતા, યુટ્યુબર કે સંગીતકાર બધા પોતાનો વ્યવસાય મૂકીને કોમેડી કરવા મંડી પડ્યા હતા.. એમેઝોન પ્રાઈમ પરની સિરીઝ વન માઈક સ્ટેન્ડમાં અલગ-અલગ વ્યવસાયના લોકો સ્ટેન્ડ-અપ કોમેડી કરતા જોવા મળ્યા હતા..આ ખુબ જ અલગ કન્સેપ્ટની વેબસીરીઝ હોવાથી લોકોએ આ વેબસીરીઝને ખુબ પસંદ કરી છે.. આ વેબસીરીઝનુ રેટિંગ 6.9 સ્ટાર્સ છે..

 

10. ગંદી બાત(Gandii Baat)

ગંદી બાત વેબસીરીઝ અલ્ટ બાલાજીની સૌથી લોકપ્રિય વેબસીરીઝ છે..આ વેબસીરીઝને સચિન મોહિતે ડિરેક્ટ કરી છે.. આ વેબસીરીઝ zee 5 પર પણ જોવા મળે છે.. આ સિરીઝનો દરેક એપિસોડ ગ્રામીણ ભારતની થીમ પર આધારિત છે.. આ વેબસીરીઝનુ રેટિંગ 3.8 સ્ટાર્સ છે..

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *