ગુજરાતની 4 ખાનગી લેબને કોરોના ટેસ્ટ કરવાની મળી મંજૂરી, કોરોનાના વધતા જતા કેસને લઈ અપાઈ મંજૂરી

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં 900થી વધુ કેસ સામે આવી ચૂક્યાં છે, જેમાં 19 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોનાના રોકવા માટે સરકારે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે….  આ સાથે કોરોનાની તપાસ માટે સરકારે લેબની સંખ્યા પણ વધારી દીધી છે…

સરકાર તરફથી લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે ગુજરાતની ચાર સહિત 35 ખાનગી લેબને તપાસની મંજૂરી આપવામાં આવી છે…
તેનાથી ટૂંક સમયમાં અને મોટાપાયે કોરોના વાયરસ સંક્રમિતોની ઓળખ કરવામાં મદદ મળશે…

આ 35 ખાનગી લેબની યાદીમાં ગુજરાતની 4 લેબનો સમાવેશ થયો છે.ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરવા માટે 4 ખાનગી લેબને મંજૂરી આપવામાં આવી છે. તેમાં 3 અમદાવાદની છે જ્યારે 1 સુરતની લેબ છે….

આ ખાનગી લેબમાં હવે થશે કોરોના વાયરસ સંક્રમણની તપાસ

  • યૂનિપેથ સ્પેશિયાલિટી લેબોરેટરી લિમિટેડ, 102, સનોમા પ્લાઝા, પરિમલ ગાર્ડનની પાસે, એલિસબ્રિજ, અમદાવાદ
  •  સુપ્રાટેક માઇક્રોપૈથ લેબ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ પ્રા.લિ., અમદાવાદ
  •  એસ.એન. જનરલ લેબ પ્રા.લિ., નાનપુરા, સુરત
  •  પેંગેનોમિક્સ ઇન્ટરનેશનલ પ્રા.લિ. એલિસબ્રિજ, અમદાવાદ

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *