‘પૈસા નથી જોઈતા, માત્ર સન્માન જોઈએ’, SC એ સમય રૈનાને ફટકાર લગાવી, SMA દર્દીઓ સાથે શો કરવા કહ્યું
કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે શા માટે વિકલાંગ વ્યક્તિઓની ગરિમાને ઠેસ પહોંચાડતા નિવેદનો પર SC/ST એક્ટ જેવી સખત સજાની જોગવાઈ ન કરવી જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સહમતી દર્શાવતા કહ્યું, ‘હાસ્ય કોઈની ગરિમાની કિંમતે ન હોવું જોઈએ.’
સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈનાને વિકલાંગતા પર કરેલા મજાક બદલ આકરી ટિપ્પણી કરતાં કહ્યું કે ‘હ્યુમર (હાસ્ય) કોઈની ગરિમાની કિંમતે ન હોવું જોઈએ.’ કોર્ટે રૈનાને સૂચન કર્યું કે તેઓ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) થી પીડિત લોકો સાથે એક શોનું આયોજન કરે, જેથી આ બીમારી અંગે જાગૃતિ ફેલાવી શકાય.
કોર્ટે શું કહ્યું?
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું, ‘તેઓ તમારા પૈસા નથી ઈચ્છતા, તેમને ગરિમા (સન્માન) અને આદર જોઈએ છે. તમારા પ્લેટફોર્મનો ઉપયોગ તેમની સિદ્ધિઓ દર્શાવવા માટે કરો.’
કોર્ટે એવું પણ કહ્યું કે આવા શો ફંડ એકઠું કરવામાં મદદ કરી શકે છે, જેથી પીડિતોને સમયસર સારવાર મળી શકે.
કેન્દ્રને કડક કાયદા પર વિચાર કરવા નિર્દેશ
કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે વિકલાંગ વ્યક્તિઓની ગરિમાને ઠેસ પહોંચાડતા નિવેદનો પર SC/ST એક્ટ જેવી સખત સજાની જોગવાઈ શા માટે ન કરવી જોઈએ.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સહમતી દર્શાવતા કહ્યું, ‘હાસ્ય કોઈની ગરિમાની કિંમતે ન હોવું જોઈએ.’
‘પીડિતોની સિદ્ધિઓ જણાવો’
સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે SMA થી પીડિત ઘણા લોકો ખૂબ જ પ્રતિભાશાળી છે. કોઈ માઇક્રોસોફ્ટમાં કામ કરી રહ્યું છે, કોઈ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યું છે, કોઈ શાસ્ત્રીય ગાયક છે, તો કોઈ આસામી લેખક અને પ્રકાશક છે.
કોર્ટે કહ્યું કે તેમની સિદ્ધિઓને દુનિયા સમક્ષ રજૂ કરો. કોર્ટે આશા વ્યક્ત કરી કે સમય રૈના અને અન્ય કોમિક્સ આ દિશામાં ઈમાનદારી બતાવશે અને આવા કાર્યક્રમો નિયમિતપણે આયોજિત કરશે.
કોર્ટે કહ્યું, ‘અમે ઈચ્છીએ છીએ કે આગામી સુનાવણી પહેલા ઓછામાં ઓછા બે આવા કાર્યક્રમો યોજાય.’


