Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > બિઝનેસ > યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ

યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!

Gujju Media
Last updated: August 31, 2026 11:51 am
By Gujju Media
5 Min Read
Share
iNDIA 19.jpg.webp
SHARE

₹1,000 કરોડનું દેવું, બોટલોના કરોડો રૂપિયાના બિલ અને હવે Bira 91 પર મોટો સંકટ

Contents
  • શું છે આખો વિવાદ? (રૂ. 11.77 કરોડનું લેણું)
  • NCLT અને દિવાળિયાપણાની નોટિસ
  • રૂ. 1,000 કરોડથી વધુનું દેવું અને સ્થાપકની એક્ઝિટ
  • કર્મચારીઓનો રોષ અને ઉત્પાદન પર બ્રેક

ભારતના યુવાનોમાં પોતાની એક ખાસ ઓળખ બનાવનાર અને દેશની પ્રથમ ક્રાફ્ટ બિયર બ્રાન્ડ તરીકે જાણીતી ‘બીરા 91’ (Bira 91) હાલમાં તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહી છે. કંપની પર દેવાનો બોજ એટલો વધી ગયો છે કે હવે તેના અસ્તિત્વ સામે જ મોટો સવાલ ઊભો થયો છે.

હજુ તો જુલાઈ મહિનામાં જ કંપનીના સ્થાપક અંકુર જૈને રાજીનામું આપ્યા બાદ કર્મચારીઓએ થોડો રાહતનો શ્વાસ લીધો હતો, ત્યાં જ હવે કંપની પર ઇન્સોલ્વન્સી (દિવાળિયાપણું) ની તલવાર લટકી રહી છે. કાચની બોટલ બનાવતી જાણીતી કંપની ‘હિન્દુસ્થાન નેશનલ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ’ (HNGIL) એ બીરા 91 ની પેરન્ટ કંપની B9 બેવરેજીસને બાકી નીકળતા નાણાં ન ચૂકવવા બદલ ડિફોલ્ટ નોટિસ ફટકારી છે.

- Advertisement -

શું છે આખો વિવાદ? (રૂ. 11.77 કરોડનું લેણું)

મળતી વિગતો અનુસાર, ગ્લાસ બોટલ ઉત્પાદક કંપની HNGIL એ B9 બેવરેજીસ પાસે પોતાના રૂ. 11.77 કરોડના લેણાંની વસૂલાત માટે કાનૂની દાનવો શરૂ કર્યા છે.

- Advertisement -

વાત એમ હતી કે B9 બેવરેજીસે પોતાની બિયર માટે ખાસ પ્રકારની કાચની બોટલો બનાવવાનો ઓર્ડર HNGIL ને આપ્યો હતો. HNGIL ના દાવો અનુસાર, તેમણે ઓર્ડર મુજબ આશરે 51.42 લાખ (5.142 મિલિયન) બોટલોનું ઉત્પાદન પણ કરી દીધું હતું. પરંતુ, આટલો મોટો ઓર્ડર તૈયાર થઈ ગયા પછી પણ બીરા 91 એ ન તો આ બોટલોનો ઉપાડ કર્યો કે ન તો તેનું બિલ ચૂકવ્યું.

લાંબા સમય સુધી નાણાં ન મળતા આખરે HNGIL એ કાયદાકીય માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -

NCLT અને દિવાળિયાપણાની નોટિસ

HNGIL એ B9 બેવરેજીસને ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (IBC) ના સેક્શન 8 હેઠળ સત્તાવાર નોટિસ મોકલી છે. કોર્પોરેટ ક્ષેત્રમાં કોઈપણ કંપની સામે ‘નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ’ (NCLT) માં દિવાળિયાપણાની પ્રક્રિયા (CIRP) શરૂ કરતા પહેલા આવી નોટિસ આપવી ફરજિયાત હોય છે.

કાયદાના નિયમો મુજબ:

- Advertisement -
- Advertisement -
  • B9 બેવરેજીસ પાસે નોટિસ મળ્યા તારીખથી માત્ર 10 દિવસનો સમય છે.

  • કંપનીએ આ 10 દિવસની અંદર કાં તો 11.77 કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડશે અથવા ભૂતકાળમાં આ મામલે કોઈ વિવાદ રહ્યો હોય તો તેનો યોગ્ય રેકોર્ડ રજૂ કરવો પડશે.

  • જો બીરા 91 આ સમયગાળામાં રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેશે, તો HNGIL સીધી NCLT નો સંપર્ક કરશે અને કંપની સામે દિવાળિયાપણાની કાર્યવાહી શરૂ કરાવશે.

રૂ. 1,000 કરોડથી વધુનું દેવું અને સ્થાપકની એક્ઝિટ

બીરા 91 ની મુશ્કેલીઓ માત્ર આ 11 કરોડ રૂપિયા પૂરતી સીમિત નથી. તેની માતૃ કંપની B9 બેવરેજીસ લાંબા સમયથી ઊંડી આર્થિક કટોકટીમાં ફસાયેલી છે.

કંપની પર રૂ. 1,000 કરોડથી વધુનું દેવું થઈ ગયું છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગંજાવર દેવાની પર્સનલ ગેરેંટી પોતે સ્થાપક અંકુર જૈને આપી હતી. જેમ-જેમ દેવું વધતું ગયું અને તેના વ્યાજનો બોજ વધતો ગયો, તેમ-તેમ કંપની પાસે રોકડ રકમ (Cash Flow) ની ભારે અછત સર્જાવા લાગી.

પરિણામે, કંપનીની આર્થિક સ્થિતિ એટલી કથળી ગઈ કે:

- Advertisement -
  1. સ્થાપકનું રાજીનામું: જુલાઈ મહિનામાં સ્થાપક અને પ્રમોટર અંકુર જૈને બોર્ડના તમામ હોદ્દાઓ અને એક્ઝિક્યુટિવ પદો પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. તેમના પરિવારના સભ્યોએ પણ કંપનીથી અંતર બનાવી લીધું છે.

  2. ઇન્વેસ્ટર્સની શરત: જાપાનની ‘કિરિન હોલ્ડિંગ્સ’ (Kirin Holdings) અને ‘પીક XV પાર્ટનર્સ’ (Peak XV Partners) જેવા મોટા ફંડિંગ હાઉસિસ, જેણે બીરા 91 માં કરોડોનું રોકાણ કર્યું હતું, તેમણે નવું ફંડ આપવા માટે એક જ શરત મૂકી હતી – અંકુર જૈનની એક્ઝિટ અને નવું નેતૃત્વ. આ શરતને કારણે જ અંકુર જૈને બહાર નીકળવું પડ્યું હતું.

કર્મચારીઓનો રોષ અને ઉત્પાદન પર બ્રેક

કંપનીની ખાડે ગયેલી નાણાકીય સ્થિતિની સૌથી માઠી અસર તેના કર્મચારીઓ અને ઉત્પાદન પર પડી છે.

છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓને પગાર મળ્યા નહોતા. આશરે 250 થી વધુ કર્મચારીઓએ કોર્પોરેટ ગવર્નન્સની નિષ્ફળતા અને બાકી નીકળતા પગાર અંગે સત્તાવાર ફરિયાદો નોંધાવી હતી. આ ઉપરાંત, જરૂરી કાચો માલ અને બોટલો ન હોવાને કારણે કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં ઉત્પાદન પણ ઠપ થઈ ગયું છે અથવા ખોરવાઈ ગયું છે.

ભારતમાં ક્રાફ્ટ બિયરનો ક્રેઝ શરૂ કરનાર અને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બનેલી બ્રાન્ડ ‘બીરા 91’ આજે પોતાના જ ખોટા નાણાકીય વ્યવસ્થાપનને કારણે અસ્તિત્વની લડાઈ લડી રહી છે.

જો કંપની HNGIL ના 11.77 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જશે, તો NCLT ની દિવાળિયાપણાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા બાદ કંપનીના સંચાલનનો હક તેના પ્રમોટર્સ પાસેથી છીનવાઈ જશે અને એક એડમિનિસ્ટ્રેટર કંપની ચલાવશે. રામ ભરોસે ચાલી રહેલી આ કંપની માટે આગામી 10 દિવસ અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે.

છેલ્લી ઘડીનો ધસારો ટાળો! 31 માર્ચ પહેલા ભરી દો Property Tax
શેરબજારમાં રિકવરીનો દોર: માત્ર એક અઠવાડિયામાં કમાણી કરાવશે આ 3 દમદાર શેરો, નિષ્ણાતોએ આપ્યા ટાર્ગેટ
IT સેક્ટરમાં મોટો ઘટાડો! શું તમારી નોકરી પર છે જોખમ? જાણો ચોથા ક્વાર્ટરના પરિણામોનો અસલી અહેવાલ
સોમવાર, ૩ ઓગસ્ટથી શેરબજારના સમયમાં મોટો ફેરફાર: રોકાણકારો અને ટ્રેડર્સે જાણવા જેવા તમામ મહત્વના નિયમો
અમેરિકા પર ભારતની મોટી મહેરબાની! ખાંડના નિકાસ પર પ્રતિબંધ વચ્ચે લીધો આ ચોંકાવનારો નિર્ણય
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
Copy of Satya web temp 56.jpg.webp
જીવનમાં ક્યારેય ન કરો આ 4 બાબતો પર અંહકાર, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામો
ધર્મદર્શન
kneepain.jpg.webp
ઘૂંટણની ગ્રીસ ઓછી થઈ ગઈ હોય કે અસહ્ય દુખાવો: આ સરળ ઉપાયોથી મળશે તુરંત રાહત
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

gold 54 2
બિઝનેસ

સોના-ચાંદીમાં ભડકો: એક જ અઠવાડિયામાં સોનું ₹૨,૧૩૦ ઉછળ્યું, દેશભરમાં કિંમતોએ તોડ્યા તમામ જૂના રેકોર્ડ!

By Gujju Media
5 Min Read
Share 2503 2.jpg.webp
શેરમાર્કેટ

શેરબજારમાં તેજી; સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળી 75,000 ની પાર, નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો

By Gujju Media
3 Min Read
India 2026 06 24T152741.838.jpg.webp
બિઝનેસ

તમારા ભવિષ્યની સુરક્ષા: EPF બેલેન્સ અને વ્યાજની તપાસ કેવી રીતે કરવી? જાણો સંપૂર્ણ વિગતો

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?