શુક્ર વક્રી ૨૦૨૬: પિતૃ પક્ષથી શરૂ થશે શુક્રનું વક્રી પરિભ્રમણ, દિવાળી સુધી આ રાશિઓનું કિસ્મત ચમકશે
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને વૈભવ, ભૌતિક સુખ-સુવિધા, ધન, સમૃદ્ધિ, પ્રેમ અને આકર્ષણનો કારક માનવામાં આવે છે. ગ્રહોના ગોચર અને તેમની ગતિમાં થતા ફેરફારોની સીધી અસર તમામ ૧૨ રાશિઓ અને માનવ જીવન પર પડે છે. વર્ષ ૨૦૨૬ માં પિતૃ પક્ષ દરમિયાન શુક્ર ગ્રહ વક્રી થવા જઈ રહ્યો છે. શુક્ર ૩ ઓક્ટોબર, ૨૦૨૬ થી પોતાની ઉંધી ગતિ એટલે કે વક્રી ચાલ શરૂ કરશે અને ૧૪ નવેમ્બર, ૨૦૨૬ સુધી આ સ્થિતિમાં રહેશે.
આ ૪૨ દિવસનો સમયગાળો જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને ખાસ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃ પક્ષ, પવિત્ર આસો નવરાત્રિ અને રોશનીનો પર્વ દિવાળી પણ આવી રહ્યા છે. શુક્રની આ વક્રી ચાલને કારણે જૂની યોજનાઓ પુનઃ સક્રિય થઈ શકે છે, સાથે જ નાણાકીય અને કારકિર્દી સંબંધિત નિર્ણયોમાં પણ સાનુકૂળ પરિવર્તનો જોવા મળશે. વક્રી શુક્ર કેટલીક ચોક્કસ રાશિઓ માટે અત્યંત શુભ અને લાભદાયી સાબિત થવાનો છે, જેનાથી અટકેલાં નાણાં પરત મળશે અને નવી તકો ઊભી થશે.
૧. વૃષભ રાશિ: આર્થિક ક્ષેત્રે મોટો સુધારો અને જૂના સંબંધોનો લાભ
વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું વક્રી થવું અતિ ઉત્તમ પરિણામો લઈને આવશે. લાંબા સમયથી નાણાકીય બાબતોમાં અટવાયેલા કે ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા હોય કે ચુકવણી રોકાયેલી હોય તો તે આ સમય દરમિયાન છૂટી થઈ શકે છે. નોકરીયાત વર્ગ માટે ઓફિસમાં નવી જવાબદારીઓ મળવાના યોગ છે, જેનાથી તેમની ક્ષમતા અને પ્રતિભાની પ્રશંસા થશે. વેપારીઓ માટે જૂના વ્યાપારી સંપર્કો અને સંબંધો ફરીથી લાભદાયી સાબિત થશે. જોકે, કોઈ પણ મોટું આર્થિક રોકાણ કરતા પહેલાં યોગ્ય સલહ-મશવરો કરવો હિતાવહ રહેશે.
૨. તુલા રાશિ: સર્જનાત્મકતામાં વધારો અને પ્રમોશનના યોગ
તુલા રાશિનો સ્વામી ગ્રહ પોતે શુક્ર હોવાથી આ વક્રી સમયગાળો તુલા જાતકો માટે ખાસ ફળદાયી રહેશે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, તેમને જૂના પરિચિતો કે અગાઉ છોડી દીધેલી તકોમાંથી કોઈ નવી અને શ્રેષ્ઠ દિશા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી સુઝબુઝ, કામ કરવાની આગવી શૈલી અને સર્જનાત્મકતાની ઉપરી અધિકારીઓ દ્વારા મુક્ત મને પ્રશંસા કરવામાં આવશે. આ ગાળામાં પ્રમોશન અથવા પગાર વધારાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. માત્ર અતિ-ઉત્સાહમાં આવીને જોખમી રોકાણો કરવાનું ટાળવું જોઈએ.
૩. મીન રાશિ: અટકેલા પ્રોજેક્ટ્સને મળશે ગતિ
મીન રાશિના જાતકો માટે શુક્રની વક્રી ગતિ વેપાર અને નોકરી બંને ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવશે. ખાસ કરીને બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને જૂના પ્રોજેક્ટ્સ, જૂના ગ્રાહકો કે ભૂતકાળના સંપર્કોથી અણધાર્યો આર્થિક ફાયદો થઈ શકે છે. જો કોઈ મહત્વપૂર્ણ કામ કે ડીલ લાંબા સમયથી અટકેલી પડી હોય તો તે ફરીથી સક્રિય થશે. નોકરી કરતા લોકોને પોતાના ક્ષેત્રમાં પ્રગતિના નવા માર્ગો કંડારવાની ઉત્તમ તક મળશે.
૪. ધન રાશિ: નાણાકીય રાહત અને અચાનક ધનલાભ
ધનુ રાશિના લોકો માટે શુક્રનો આ ૪૨ દિવસનો સમયગાળો નાણાકીય મોરચે મોટી રાહત લઈને આવશે. ભૂતકાળમાં કરેલા પ્રયાસો હવે ફળ આપવાનું શરૂ કરશે. અટકેલા કાર્યો ધીમે ધીમે પૂર્ણતા તરફ આગળ વધશે અને નવી વ્યાપારી યોજનાઓ પર અમલ કરવાનો રસ્તો સાફ થશે. આ સમયગાળા દરમિયાન અચાનક નાણાકીય લાભ થવાની પ્રબળ શક્યતાઓ છે. આ ઉપરાંત, જૂના દેવા કે નાણાકીય જવાબદારીઓમાંથી મુક્તિ મેળવવામાં પણ સફળતા મળશે.
આમ, પિતૃ પક્ષથી દિવાળી સુધીનો આ સમય શુક્રના આશીર્વાદથી આ રાશિના જાતકો માટે ભૌતિક સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનો સુવર્ણ કાળ સાબિત થશે.

