Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શ્રીરામ ઐયર અને સાંત્વની ત્રિવેદીની જુગલબંધીમાં રજૂ થયું ભાવવિભોર કરનારું ગીત “ઝંખે રમવા રાસ”
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > શ્રીરામ ઐયર અને સાંત્વની ત્રિવેદીની જુગલબંધીમાં રજૂ થયું ભાવવિભોર કરનારું ગીત “ઝંખે રમવા રાસ”
એન્ટરટેઈન્મેન્ટ

શ્રીરામ ઐયર અને સાંત્વની ત્રિવેદીની જુગલબંધીમાં રજૂ થયું ભાવવિભોર કરનારું ગીત “ઝંખે રમવા રાસ”

Gujju Media
Last updated: October 30, 2020 3:41 am
By Gujju Media
3 Min Read
Share
WhatsApp Image 2020 10 24 at 12.08.10 PM
SHARE

કેટલાય વર્ષોમાં એકાદ ગીત એવું આવે છે, જેને સાંભળીને તમારા હૈયાના તાર હચમચી ઉઠે, છેલ્લા ઘણાં સમયમાં ગીતો તો ઘણાં આવ્યા પણ જેને સતત સાંભળતા રહેવાનું મન થાય અને દિલમાં એક અલગ જ ભાવ ઉભરાઈ આવે એવા ગીત આંગળીઓના વેઢે ગણાય એટલા છે. પણ હવે આવા ગણ્યા ગાંઠ્યા ગીતોના લિસ્ટમાં એક ગીત વધુ ઉમેરાવા જઈ રહ્યું છે. એ ગીત છે “ઝંખે રમવા રાસ”.

ગીતનું શીર્ષક જ હૃદયમાં એક ઝંખના જન્માવી જાય. દરેક વ્યક્તિના દિલમાં કોઈને કોઈ પ્રિયજનના સાથની ઝંખના હોય છે અને આ ઝંખના આપણા દિલમાં જન્માવી છે “રાધા-કૃષ્ણ”ના પ્રેમે. કૃષ્ણના વિરહમાં કાન્હા સાથે રાસ રમવા ઝંખતી રાધાની વેદનાને શબ્દોમાં બાંધવી ઘણી જ મુશ્કેલ છે તે છતાં પણ “ઝંખે રમવા રાસ” ગીતની અંદર આ ઝંખના તમને સાંભળવા જ નહીં પરંતુ અનુભવવા પણ મળશે.આ હૃદયસ્પર્શી ગીતને સાંભળવાનો વધારે આંનદ એટલા માટે આવે છે કે આ ગીતમાં કર્ણપ્રિય અવાજ બૉલીવુડના ખ્યાતનામ પ્લેબેક સિંગર શ્રીરામ ઐયર અને ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદીએ આપ્યો છે.

WhatsApp Image 2020 10 24 at 12.08.11 PM

- Advertisement -

વળી આ દિવસો પણ નવરાત્રીના ચાલી રહ્યા છે, કોરોનાકાળમાં દરવર્ષની જેમ ગરબા મહોત્સવ નથી ઉજવાઈ રહ્યા પરંતુ ભક્તોના હૈયામાં જે શ્રધ્ધા અને ભક્તિ વસેલી છે તેને કોઈ વાયરસ દૂર કરી શકે એમ નથી.
આવા ભક્તિ અને આસ્થામાં રંગાયેલા આ વાતાવરણમાં ઘણા ગરબા રસિકોના આ વર્ષે પોતાના પ્રિયજન સાથે રાસ રમવાના ઓરતા અધૂરા રહી ગયા હશે. તેમના દિલમાં પણ મન ગમતા વ્યક્તિ સાથે રાસ રમવાની ઝંખના જન્મી હશે. ત્યારે “ઝંખે રમવા રાસ” ગીતના શબ્દો તેમની આ ઝંખનાને બહાર લાવવામાં એક મોટો ભાગ ભજવે છે.

આ ગીતના એક એક શબ્દની અંદર એક અલગ જ દર્દ છલકે છે. એક એવા દર્દનો અનુભવ થાય છે જે તમે જોજનો દૂર છોડીને આવ્યા છતાં તમારા હૈયાના કોઈ ખૂણામાં ઘર કરી ગયું છે. રાધા કૃષ્ણની વાતમાં તમને તમારા પ્રિયજનનો અહેસાસ થાય છે. તમારા પ્રિયજન સાથેનો ઝૂરાપો આ ગીતના શબ્દોમાં અભિવ્યક્ત થાય છે.

- Advertisement -

WhatsApp Image 2020 10 24 at 12.08.12 PM

વાત કરીએ આ ગીતમાં પોતાનો કંઠ આપનાર શ્રીરામ ઐયરની તો તેમને બૉલીવુડની મણિકર્ણિકા, ઇકબાલ, નો વેન કિલ જેસિકા જેવી ફિલ્મોમાં પ્લેબેક સિંગરની ભૂમિકા ભજવી છે. તો સાંત્વની ત્રિવેદીનો અવાજ તો હાલમાં ગુજરાતના સંગીત રસિયાઓના હૈયામાં ઘર કરી ગયો છે. તેમને પણ ઘણાં ગુજરાતી ગીતો યુટ્યુબ દ્વારા રજૂ કર્યા છે અને તેમના દરેક ગીત ચાહકોને ખૂબ જ પસંદ પણ આવ્યા છે. તો “ઝંખે રમવા રાસ” ગીતમાં શ્રીરામ ઐયર અને સાંત્વની ત્રિવેદીની જુગલબંધી સાંભળવાનો પણ એક મોટો લ્હાવ્યો છે.

- Advertisement -

જે શબ્દો સાંભળીને તમે મંત્રમુગ્ધ થઈ જાઓ છો એ શબ્દો લખ્યા છે સૌરભ પંડ્યાએ. સાંભળતા જ દિમાગને એક અલગ દુનિયામાં પહોંચાવનારું સંગીત પીરસ્યું છે. તો આ ગીતની અંદર રાધા-કૃષ્ણના નૃત્યમાં જોવા મળી રહ્યા છે રિયાલિટી ડાન્સ શો દ્વારા ખ્યાતિ મેળવનાર પંક્તિ પાઠક અને તમેનો સાથ આપ્યો હર્ષ અડવાણીએ આપ્યો છે.

WhatsApp Image 2020 10 24 at 12.08.14 PM

- Advertisement -
- Advertisement -

આ ગીતને સાંત્વની ત્રિવેદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવ્યું છે અને આ ગીતને દર્શકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

શું તમે તમારા પતિને છોડીને એકલા હનીમૂન ઉજવી રહ્યા છો? માલદીવમાં કેટરીના ઉજવી રહી જુઓ ફોટાઓ.
આજના ફેમસ એક્ટર્સ, ક્યારેક કરતા હતા ફિલ્મોમાં નાના-નાના રોલ. તમે જાતે જ જોઈ લો
શું તમે અવતારના ચાહક છો? તો 2026ની આ બે ફિલ્મોની રિલીઝ ડેટ નોંધી લેજો!
હવે કપિલ શર્મા OTT પ્લેટફોર્મ પર ગલીપચી કરવા આવી રહ્યો છે, પણ PM મોદીને ટ્વિટ કરીને ફસાઈ ગયો.
1000 કરોડની ‘ધુરંધર 2’ હવે તમારા મોબાઈલમાં! જાણો કઈ એપ્લિકેશન પર થશે સ્ટ્રીમિંગ?
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1774532611 Copy of Satya web temp 31.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

માત્ર 7 જ દિવસમાં 1000 કરોડ! ‘ધુરંધર 2’એ રચ્યો ઈતિહાસ, પણ વિવાદે વધારી મેકર્સની ચિંતા

By Gujju Media
5 Min Read
IMG 20220104 WA0037
બોલીવુડ

બોલીવુડ ફિલ્મોમાં કામ કરવા જઈ રહ્યા છે અલ્લુ અર્જુન, કહ્યું- ‘મને બોલીવુડ ફિલ્મની ઓફર મળી છે’

By Aryan Patel
3 Min Read
jpg 15
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

વિક્કી કૌશલ અને રાજકુમાર રાવની બિલ્ડિંગ કરવામાં આવી સીલ, બિલ્ડિંગના એક બ્લોકમાં કોરોના પોઝિટિવનો કેસ આવ્યો સામે

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?