સોનાક્ષી સિન્હાએ એરલાઇન્સ કંપની ઇન્ડિગો પર લગેજ બૅગ તોડીને પાછી આપવાનો આરોપ મૂક્યો છે. સોનાક્ષી સિન્હાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેણે એરલાઇન્સ કંપની પર તેનો સામાન તોડીને આપવાનો આરોપ મૂક્યો છે. સોનાક્ષીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતાનો સામાન બૅગ બતાવે છે જેના બન્ને હેન્ડલ તૂટી ગયા હતા અને એક વ્હીલ પણ ગાયબ હતું.સોનાક્ષીએ કટાક્ષ કરતાં વીડિયો શૅર કર્યો છે. સોનાક્ષી ભલે મજાકમાં કટાક્ષ કરતી હતી પણ તે ગુસ્સામાં તો હતી જ. સોનાક્ષી સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિઝ સાથે ધ બેંગ ટૂક માટે કાલે રાત્રે હૈદરાબાદમાં હતી. અત્યાર સુધી તેના પર એરલાઇન્સ અને બૅગ કંપની તરફથી કંઇપણ નથી કહેવામાં આવ્યું. સોનાક્ષીને છેલ્લે સૈફ અલી ખાનની ફિલ્મ લાલ કપ્તાનમાં એક કેમિયો રોલ કરતાં જોવામાં આવી હતી.સોનાક્ષી બ્લૉકબસ્ટર ફિલ્મ મિશન મંગલમાં પણ દેખાઈ ચૂકી છે. આ સિવાય તે ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ કલંકમાં પણ જોવા મળી હતી. સોનાક્ષી પાસે બે મોટી ફિલ્મો છે. તે સલમાન ખાન સાથે એક્શન-કૉમેડી દબંગ 3માં રજ્જોની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે જ તે ભુજ- ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયાની પણ શૂટિંગ કરી ચૂકી છે. જેમાં અજય દેવગન અને પરિણીતિ ચોપરા પણ છે.
સોનાક્ષીએ એરલાઇન્સ કંપની પર લગાવ્યો આરોપ

By
Chintan Mistry
1 Min Read

You Might Also Like
- Advertisement -
- Advertisement -
Popular News
- Advertisement -