સોનાક્ષી સિન્હાએ એરલાઇન્સ કંપની ઇન્ડિગો પર લગેજ બૅગ તોડીને પાછી આપવાનો આરોપ મૂક્યો છે. સોનાક્ષી સિન્હાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેણે એરલાઇન્સ કંપની પર તેનો સામાન તોડીને આપવાનો આરોપ મૂક્યો છે. સોનાક્ષીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતાનો સામાન બૅગ બતાવે છે જેના બન્ને હેન્ડલ તૂટી ગયા હતા અને એક વ્હીલ પણ ગાયબ હતું.સોનાક્ષીએ કટાક્ષ કરતાં વીડિયો શૅર કર્યો છે. સોનાક્ષી ભલે મજાકમાં કટાક્ષ કરતી હતી પણ તે ગુસ્સામાં તો હતી જ. સોનાક્ષી સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિઝ સાથે ધ બેંગ ટૂક માટે કાલે રાત્રે હૈદરાબાદમાં હતી. અત્યાર સુધી તેના પર એરલાઇન્સ અને બૅગ કંપની તરફથી કંઇપણ નથી કહેવામાં આવ્યું. સોનાક્ષીને છેલ્લે સૈફ અલી ખાનની ફિલ્મ લાલ કપ્તાનમાં એક કેમિયો રોલ કરતાં જોવામાં આવી હતી.સોનાક્ષી બ્લૉકબસ્ટર ફિલ્મ મિશન મંગલમાં પણ દેખાઈ ચૂકી છે. આ સિવાય તે ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ કલંકમાં પણ જોવા મળી હતી. સોનાક્ષી પાસે બે મોટી ફિલ્મો છે. તે સલમાન ખાન સાથે એક્શન-કૉમેડી દબંગ 3માં રજ્જોની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે જ તે ભુજ- ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયાની પણ શૂટિંગ કરી ચૂકી છે. જેમાં અજય દેવગન અને પરિણીતિ ચોપરા પણ છે.
You Might Also Like
More Popular from Gujju Media
- Advertisement -
UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?
શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…
By
Gujju Media
UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?
શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…
By
Gujju Media
વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને
અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…
By
Gujju Media
ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?
કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…
By
Gujju Media
8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ
8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…
By
Gujju Media
- Advertisement -

