Samsung Galaxy M55 5G દક્ષિણ કોરિયાની કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેમસંગ ફોન 50MP સેલ્ફી કેમેરા સહિત ઘણા મજબૂત ફીચર્સ સાથે આવે છે. આ ફોનમાં IP67 વોટર અને ડસ્ટ પ્રૂફ રેટિંગ પણ છે.
Samsung Galaxy M55 5G લોન્ચ કરવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન કંપનીનો આ સ્માર્ટફોન 50MP સેલ્ફી કેમેરા, IP67 વોટર અને ડસ્ટ પ્રૂફિંગ ફીચર્સ સાથે આવે છે. સેમસંગે આ સ્માર્ટફોનને સૌથી પહેલા બ્રાઝિલમાં લોન્ચ કર્યો છે. ટૂંક સમયમાં આ ફોન ભારત સહિત અન્ય વૈશ્વિક બજારોમાં લોન્ચ થઈ શકે છે. ફોનનો દેખાવ અને ડિઝાઇન Galaxy A55 5G જેવો છે. કંપની તેને મેગા કેમેરા સ્માર્ટફોન તરીકે પ્રમોટ કરી રહી છે, એટલે કે આ વખતે કંપનીએ Galaxy M સિરીઝના ફોનમાં કેમેરા પર ફોકસ કર્યું છે.
Samsung Galaxy M55 5G ના ફીચર્સ
- આ સેમસંગ સ્માર્ટફોન 6.7-ઇંચ AMOLED+ ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં પંચ-હોલ ડિઝાઇન છે. સેમસંગનો આ સ્માર્ટફોન FHD+ રિઝોલ્યુશન સાથે આવે છે.
- ફોનનું ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 1,000 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરશે.
- કંપનીએ આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે અને તે લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 પર આધારિત OneUI 6.0 સાથે આવે છે.
- આ સેમસંગ ફોન Qualcomm Snapdragon 7 Gen 1 પ્રોસેસર પર કામ કરે છે, જે 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરશે.
- કનેક્ટિવિટી માટે આ ફોનમાં Wi-Fi6, USB Type C, Bluetooth 5.2, NFC જેવા ફીચર્સ છે.
- તેમાં 5,000mAh બેટરી સાથે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હશે. કંપની આ ફોન સાથે ચાર્જર આપતી નથી.
- Galaxy M55 5Gના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેમાં 50MPનો મુખ્ય OIS કેમેરા હશે. આ સાથે 8MP અલ્ટ્રા વાઈડ અને 2MP મેક્રો કેમેરા પણ આપવામાં આવ્યા છે.
- આ સેમસંગ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50MP કેમેરા હશે.
- આ સિવાય ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, IP67 રેટિંગ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. ફોનનું વજન 180 ગ્રામ છે અને તેની જાડાઈ 7.8mm છે.
- Samsung Galaxy M55 5G ની પ્રારંભિક કિંમત BZR 2,699 (અંદાજે 45,000 રૂપિયા) છે. આ ફોન બે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છેઃ લાઈટ ગ્રીન અને ડાર્ક બ્લુ.