બ્લૂ વ્હેલ બાદ આ ચેલેન્જિંગ ગેમ બની ખતરો, સ્કલ બ્રેકરથી પેરેન્ટ્સની ચિંતામાં વધારો

થોડા સમય પહેલા બ્લૂ વ્હેલ નામની એક ખતરનાક ગેમ ખૂબ જ ચર્ચામાં રહી હતી. ઈન્ટરનેટ પર વાયરલ થયેલ આ ગેમે 130થી વધુ લોકોના જીવ લીધા હતા. આ ગેમ અંતર્ગત યુઝર્સની સામે પોતાને દરરોજ કોઈક રીતે નુકશાન પહોંચાડવાની ચેલેન્જ હતી. જોકે આ ગેમ ખતરનાક સાબિત થતા તેના પર દુનિયાના મોટાભાગના દેશોમાં પ્રતિબંધ મુકી દેવાયો હતો.

ત્યારે હવે સ્કલ બ્રેકર નામની એક ચેલેન્જિંગ ગેમ હાલ બાળકોમાં અને યુવાઓમાં ફેવરીટ બની છે. જોકે આ ગેમ ખતરનાક સાબિત થઈ રહી હોવાથી વાલીઓ પરેશાન થયા છે. સ્કલ બ્રેકરમાં ત્રણ લોકો એક લાઈનમા ઉભા રહે છે ત્યાર બાદ વચ્ચે વાળા વ્યક્તિને કૂદવાનું કહેવામાં આવે છે. જ્યારે તે તેની જગ્યાએ કૂદે છે, ત્યારે તેના જમણી અને ડાબી બાજુ ઉભેવા બંને લોકો તેના પગ પર લાત મારે છે. આને કારણે સંતુલન ગુમાવવાથી તે પાછળની બાજુ પટકાય છે.

બાળકો અને કિશોરોમાં સ્કલ બ્રેકર ગેમ વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. ડોકટરો કહે છે કે આ ગેમ ખૂબ જોખમી છે. તેમના કહેવા અનુસાર આ ગેમના કારણે માથાના ભાગે તેમજ કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી શકે છે તેમજ વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. ઘણા દેશોએ તેને બાળકો માટે એક નવો ખતરો ગણાવ્યો છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *