Author: Palak Thakkar

jpg 2020 08 20T151037.315

ગુજરાતમાં હાલ છેલ્લા થોડા દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થતાં ગુજરાત તરફ આગળ વધતાં 21મી થી 24 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દીવ-દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીની સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ આ સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં 21થી 24 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ સિસ્ટમ છત્તિસગઢ અને મધ્યપ્રદેશના માર્ગે ગુજરાત તરફ આગળ…

Read More
BeFunky collage 2020 08 20T140635.608

સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં ગુજરાતના સુરત શહેરે દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. છેલ્લા બેવર્ષથી 14માં ક્રમે ફેંકાતા સુરત શહેરના રેન્કીંગમાં ઘણો સુધારો થયો છે. તો આ યાદીમાં સતત ચોથી વખત મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર પ્રથમ ક્રમાંકે રહ્યું છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણના પરીણામ જાહેર થઈ ગયા છે. દેશભરમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. જ્યારે પહેલા ક્રમે ઇન્દોર શહેર આવ્યું છે. જ્યારે નવી મુંબઈ દેશમાં ત્રીજા નંબરે આવ્યું છે. નોંધનીય છે કે, સુરત 14માં ક્રમાંક પરથી સીધા બીજા ક્રમે આવ્યું છે.…

Read More
pawar on sushant 1 202008476055

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા પછી બોલિવુડની સાથે સાથે રાજકારણમાં પણ ખડભડાટ મચી ગયો છે,સુશાંતસિંહ આત્મહત્યા કેસની તપાસના મામલે શરદ પવારે નિવેદન આપ્યું છે. CBI તપાસ મુદ્દે NCP સુપ્રીમો શરદ પવારે નિવેદન આપ્યું છે. શરદ પવારે તેમના નિવેદનમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે કેસની તપાસ CBIને સોંપી છે. મને ખાતરી છે કે મહારાષ્ટ્ર સરકાર નિર્ણયનો આદર કરશે. એટલું જ નહીં તેમણે CBI પર કટાક્ષ કર્યો હતો.એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સીબીઆઈ એક્શનમાં છે. આ દરમિયા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ચીફ શરદ પવારે સીબીઆઈ તપાસ પર નિશાન સાધતા કહ્યું કે, ક્યાંક આની હાલત પણ નરેન્દ્ર દાભોલકર મર્ડર કેસ જેવી ન થઈ…

Read More
atm 3

કોરોના કાળમાં આપણે ઓનલાઇન ટ્રાનજેક્શન વધુ કરતા થયા છે, ત્યારે એસબીઆઈએ પોતાના એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અંતર્ગત જો તમારા ખાતામાં પૈસા ઓછા હોય અને એટીએમમાંથી પૈસા ઉપાડવામાં ફેલ રહ્યા તો તેનો દંડ ભરવો પડશે. એસબીઆઈના ગ્રાહકોને 20 રુપિયાના દંડ સાથે જીએસટી ચૂકવવું પડશે.એસબીઆઈના જણાવ્યાનુંસાર 1 જુલાઆ 2020થી નિયમો હેઠળ એટીએમના ઉપાડની સુવિધા મર્યાદિત કરી દેવામાં આવી છે. હવે મેટ્રો શહેરમાં રહેનારા એસબીઆઈના નિયમિત બચત ખાતાધારકો એક મહિનામાં એટીએમમાંથી 8 વાર ચાર્જ વગર પૈસા ઉપાડી શકે છે. એમાંથી 5 વાર એસબીઆઈ અને 3 વાર અન્ય બેન્કના એટીએમમાંથી ઉપાડી શકાય છે. જોકે બેંકના ખાતા માં 1 લાખથી…

Read More
BeFunky collage 2020 08 19T212706.465

કોરોના વાયરસની મહામારી દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં પણ કેસોની સંખ્યામાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં સામે આવ્યા છે. જોકે છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ માટે એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના મહામારીની શરૂઆતમાં હૉટસ્પૉટ રહેલા અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યામાં આવનારા ટૂંક સમયમાં ધરખમ ઘટાડો થશે એવું તારણ ગાંધીનગરસ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ’ (આઈઆઈપીએચજી)ની એક ટીમે કાઢ્યું છે. ડો. દિલીપ માવળંકરના નેતૃત્વ હેઠળ ટીમે આ તારણ અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ, તેમની સારવાર અને ચેપગ્રસ્તોના આંકડા ઉપરથી કાઢ્યું છે. મળતી માહિતી મુજબ, આ…

Read More
Akshay SSR Kangana G

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં આજે મોટા સમાચાર આવ્યા છે જેમા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી દીધી. સુશાંતના પિતા અને બિહાર સરકાર તરફથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે મુંબઈ પોલીસ તમામ પુરાવા આગળની તપાસ માટે સીબીઆઈને સોંપી દે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર બોલિવૂડ સ્ટાર્સએ પોતાનું રિએેક્શન આપ્યું છે. ચુકાદા બાદ બોલિવૂડના એક્શન હીરો અક્ષયકુમારે કહ્યું કે સુપ્રીમે સુશાંત સિંહ રાજપૂતનો કેસ તપાસ માટે સીબીઆઈને સોંપ્યો. આશા છે કે હવે સત્ય બહાર આવશે. ક્રિતી સેનને ટ્વિટ કરીને કહ્યું કે છેલ્લા બે મહિના ખુબ જ બેચેની ભર્યા…

Read More
BeFunky collage 2020 08 19T175820.436

કોરોના કહેર વચ્ચે ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે,ધરતીનો તાત એટલે ખેડૂત, આપણે સૌ જાણીએ છીએ કે જો ખેડૂત ન હોય તો વિશ્વની શું દશા થાય. ખેડૂતો પાકના ઓછા ભાવ મળવાને કારણે તો ક્યારેક વધારે પડતા વરસાદને કારણે પાક ન થાય તેની ચિંતાને લઇને આત્મહત્યા કરતા જોવા મળે છે. શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શેરડીના ભાવમાં રાજ્ય સરકારે પ્રતિ ક્વિનટલ 10 રૂપિયાનો વધારો કર્યો છે. શેરડીના વ્યાજબી અને પુનમૂલ્ય ભાવ પ્રતિ ક્વિનટલ 10 રૂપિયા વધારવાને મંજૂરી મળી ગઈ છે. અત્યાર સુધી 275 રૂપિયા પ્રતિ ક્વિનટલ ભાવ મળતો હતો. જેમાં વધારો કરીને 285 કરવામાં…

Read More
BeFunky collage 2020 08 19T164615.046

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીએ કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રિય ફ્લાઇટ માટે દ્વિપક્ષીય અસ્થાયી કરાર સ્થાપિત કરવા માટે ઓસ્ટ્રેલિયા, જાપાન, અને સિંગાપુર સહિત 13 દેશો સાથે ચર્ચા કરી રહ્યું છે. આ જ પ્રકારની વ્યવસ્થા હેઠળ બંને દેશોની એવિયેશન કંપનીઓ કેટલાક પ્રતિબંધો સાથે આંતરરાષ્ટ્રિય ફ્લાઇટસ સંચાલિત કરી શકે છે.ભારતે જુલાઇમાં અમેરિકા, બ્રિટન,ફ્રાંસ,જર્મની,યુએઇ,કતાર અને માલદિવની સાથે આ જ પ્રકારની સમજુતી કરાર છે. ત્યારે પુરીએ ટ્વીટર પર કહ્યું હવે અમે આ પ્રયાસોને આગળ વધારી રહ્યા છીએ, અને આ જ પ્રકારની વ્યવસ્થા કરવા માટે અન્ય 13 દેશો સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ઇટાલી, જાપાન, ન્યુઝિલેન્ડ, નાઇજીરિયા, બહેરીન, ઇઝરાયેલ,…

Read More
BeFunky collage 2020 08 19T131727.701

દેશમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આજે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકની અધ્યક્ષતા ખુદ PM મોદી કરશે. બેઠકમાં આર્થિક મામલાના મંત્રીમંડળની પણ બેઠક મળવાની છે. જેમાં કોરોના સહિત અનેક મુદ્દાઓની ચર્ચા થશે. ખેડૂતોના પાકના ભાવને લઈને પણ ચર્ચા થશે.પીએમના નિવાસ સ્થાને મળનાર આ બેઠકમાં શેરડીના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી શકે છે. શેરડીના ખરીદ મુલ્યમાં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. વાત કરીએ ગત વર્ષે આ ખરીદ મુલ્યમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત દેશના 3 એરપોર્ટને PPP ધોરણે વિકાસવવાની મંજૂરી પણ આ બેઠકમાં આપવામાં આવી શકે છે.આપણે સૌવ…

Read More
BeFunky collage 2020 08 19T123051.660

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા છે. સુપ્રીમે આ સાથે જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે. મહારાષ્ટ્ર સરકાર તમામ તપાસ સંબંધિત દસ્તાવેજોમાં મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસ સંબંધિત કેસને પોતાના હાથમાં લે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં સર્વોચ્ચ અદાલત ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હૃષિકેશ રાયની પીઠે આ ચુકાદો આપ્યો છે. નોંધનીય છે કે રિયા વિરુદ્ધ બિહારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે રિયા તરફથી સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી ગત મંગળવારે…

Read More