ઈશા અંબાણીના લગ્ન માં લાઇવ પરફોર્મન્સ કરશે હોલીવુડ પૉપ સિંગર બેયોન્સે, એક રાત ના લેશે આટલા કરોડ

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે થવા જઈ રહ્યા છે. ઈશા અંબાણી ઉદ્યોગપતિ આનંદ પિરામલ સાથે લગ્ન કરી રહી છે. આ બંનેના લગ્ન શરૂઆતથી જ ચર્ચામાં છે. સૌપ્રથમ આનંદે ગોવામાં ઈશાને પ્રપોસ કર્યો હતો અને ત્યાં તેમની સગાઇ થઇ હતી અને સાથે ફોટોશૂટ પણ કરાવ્યો હતો.

આ પછી તેમણે મુંબઇમાં સગાઈની પાર્ટી રાખી હતી, જેમાં દુનિયાના ઘણા મોટા મોટા સેલિબ્રિટીઝ પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ ઇટલીમાં તેમની સગાઈની પાર્ટી થઇ હતી જે 3 દિવસ સુધી ચાલી હતી. અહેવાલો અનુસાર ઈશા અંબાણી લગ્ન પછી 452 કરોડ રૂપિયાના વૈભવી બાંગ્લામાં રેહશે, જે મુંબઈના વર્લી વિસ્તારમાં છે. ખાસ બાબત એ છે કે આ બંગલો ઇશાને તેના સાસરી પક્ષ તરફથી લગ્નની ભેટ તરીકે આપવામાં આવશે. થોડા સમય પહેલા ઇશા આ બંગલાને લઈને ઘણી ચર્ચામાં રહી હતી.

પોતાની દીકરીના લગ્નમાં મુકેશ અંબાણી કોઈ કસર છોડવા માંગતા નથી. તે તેમની દીકરીને તેના લગ્નમાં વિશ્વનું દરેક સુખ આપવા માંગે છે. અંબાણી પરિવાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ઈશાના સંગીત સમારોહમાં હોલીવુડની સૌથી જાણીતી પોપ ગાયિકા બેયોન્સે નોલ્સને બોલાવવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈશા અને આનંદ નો સંગીત સમારોહ ઉદયપુરમાં યોજાશે. એવું કહેવામાં આવે છે કે જો લગ્ન ૧૨ ડિસેમ્બરે છે તો લગ્ન પહેલાંનું કાર્ય 8 અને 9 ડિસેમ્બર માં હશે.

આ સંગીત સમારોહને વધુ ભવ્ય બનાવવા માટે પૉપ ગાયક બેયોન્સે લાઇવ પર્ફોર્મેન્સ કરશે. ધ ગાર્ડિયનના સમાચારપત્રએ પણ આ લગ્ન વિશે ઘણી બાબતો જાહેર કરી છે. આના જણાવ્યા મુજબ પોપ સિંગર બેયોન્સે ને સંગીત સમારોહમાં લાઇવ પર્ફોર્મેન્સ કરવા માટે રૂ. 15 કરોડ આપવામાં આવ્યા છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *