Hotel Industry
આ વર્ષનો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર ભારતના હોટેલ ઉદ્યોગ માટે સારો રહ્યો છે. બિઝનેસ અને લેઝર ડેસ્ટિનેશન બંનેની મજબૂત માંગને કારણે ક્વાર્ટર દરમિયાન હોટેલ ઉદ્યોગની પ્રતિ રૂમની આવક વાર્ષિક ધોરણે 11 ટકા વધી હતી. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ JLL ઈન્ડિયાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હોસ્પિટાલિટી સેક્ટરમાં વાર્ષિક સરેરાશ દૈનિક દર (ADR)માં 8.5 ટકા વૃદ્ધિ જોવા મળી છે, જેના પરિણામે ઉપલબ્ધ રૂમ દીઠ આવકમાં 11.4 ટકાનો વધારો થયો છે (RevPAR).
ચેન્નાઈએ જાન્યુઆરી-માર્ચમાં ઉપલબ્ધ રૂમ દીઠ આવકમાં 21.7 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. જેએલએલ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, “આ વૃદ્ધિમાં ફાળો આપતા મુખ્ય પરિબળોમાં કોર્પોરેટ ટ્રાવેલ, લગ્ન અને મીટિંગ્સ, કોન્ફરન્સ, એક્ઝિબિશન (MICE) વગેરેની માંગમાં વધારો સામેલ છે.” મુખ્ય વ્યાપારી બજારોમાં ઓક્યુપન્સી દરો સરેરાશ 70 ટકાની નજીક છે.