Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ
ગુજરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ

Gujju Media
Last updated: July 8, 2024 8:28 pm
By Gujju Media
3 Min Read
Share
new and old ellis bridge in ahmedabad v0 m447lrdi4kj81
SHARE

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી રકમ ફાળવાશે
૧૩૨ વર્ષ પહેલાં નિર્માણ થયેલા ઐતિહાસિક એલિસ બ્રિજનો રાહદારીઓ ફરીથી ઉપયોગ કરી શકે તે મુજબનું પુનઃ નિર્માણ કરવામાં આવશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ રકમ ફાળવીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ આપી છે.

- Advertisement -

સાબરમતી નદી ઉપર અમદાવાદ શહેરમાં આ સૌપ્રથમ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન ૧૮૯૨માં બનાવવામાં આવેલો છે. ૪૩૩.૪૧ મીટર લંબાઇ અને ૬.૨૫ મીટરની પહોળાઈનો આ એલિસ બ્રિજ, ૩૦.૯૬ મીટરના ૧૪ સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં નિર્માણ થયેલો છે.

 

- Advertisement -

elish bridge

આ ઐતિહાસિક બ્રિજનું સ્ટીલ સ્ટ્રક્ચર વેધરિંગ ઇફેક્ટના કારણે જર્જરીત અને ભયજનક થઈ જવાને કારણે આ બ્રિજ છેલ્લાં દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.

- Advertisement -

રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળવાઈ રહે અને તેનું સમય અનુરૂપ રીપેરીંગ કામ અદ્યતન ટેકનોલોજીથી થાય તેવા હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરીને આ માટે માતબર રકમ ફાળવી છે.

એટલું જ નહીં, પુનઃસ્થાપન બાદ આ બ્રિજનો ઉપયોગ રાહદારીઓ માટે પણ થઈ શકે તેમજ લોકો આ હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ ઐતિહાસિક સંભારણાની સ્મૃતિ સાચવી શકે તે પ્રકારની બ્રિજ રીપેરીંગ મેથડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન વગેરે કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન થવાથી સાબરમતી નદી પટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા-જવા આ બ્રિજનો પુનઃઉપયોગ રાહદારીઓ કરી શકશે.

અમદાવાદ મહાનગરપાલિકાએ આ સમગ્ર બાબતોને આવરી લઈને એલિસ બ્રિજ મજબૂતીકરણ તેમજ પુનઃસ્થાપન માટે શહેરી વિકાસ વિભાગને કરેલી દરખાસ્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ થતાં તેમણે આ માટે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

ઐતિહાસિક એલિસ બ્રિજની જે સ્ટ્રેન્‍ધનિંગ અને રિસ્ટોરેશન કામગીરી હાથ ધરાવાની છે, તેમાં મુખ્ય ટ્રસના જોઇન્ટ્સ રીપેરીંગ, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રીન્‍જર્સ તેમજ બોટમ જોઈન્ટ્સ બદલવામાં આવશે. નવી બેરિંગ્સ ઇન્સ્ટોલેશન, કોમ્પોઝિટ પિયર સ્ટ્રક્ચર વચ્ચેના લેસિંગ તથા બ્રેસિંગ જરૂરિયાત મુજબ બદલવાનો સમાવેશ કરાશે.

- Advertisement -

આ ઉપરાંત હયાત પિયરને કોરોઝનથી બચાવવા એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ, જર્જરીત થઈ ગયેલા બોટમ ડેક સ્લેબને દૂર કરી નવો કરવાની કામગીરી પણ હાથ ધરાશે.

નવસારીમાં 1.5 કરોડ રૂપિયાના કોકેન સાથે નાઇજીરીયન મહિલા પકડાઈ, પહેલા 10 થી 12 વખત કોકેનની દાણચોરી કરી ચૂકી છે!
બનાસકાંઠાનું મસાલી ગામ બન્યું દેશનું પહેલું ‘બોર્ડર સોલાર વિલેજ’
ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ શું છે? જે અંતર્ગત સુરતમાં મુસ્લિમ મહિલાની મિલકત સીલ કરવામાં આવી
રાજ્યમાં ભારે વરસાદથી 195 માર્ગો બંધ, રસ્તાઓ બંધ થતા એસટીની ટ્રીપો કરાઇ રદ
વિદેશથી રમકડાંના પાર્સલ આવ્યા, પોલીસે તેને ખોલીને જોયું તો 3.45 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
iNDIA 2026 08 28T102449.010.jpg.webp
આર પ્રજ્ઞાનાનંદનો ઐતિહાસિક વિજય: ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય
સ્પોર્ટ્સ
tata motors2.jpg.webp
કાર પ્રેમીઓ માટે મોટા સમાચાર: Tata Motors એ બદલી પોતાની ઓળખ, લોન્ચ કર્યું TATA.CARS
ઓટોમોબાઇલ
iNDIA 2026 08 28T154819.237.jpg.webp
અરે વાહ! જીઓએ ₹299 ના પ્લાનમાં આપ્યું એવું જે કોઈ કંપની નથી આપતી, જાણો વિગત!
ટેકનોલોજી
iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

Now a flight that landed at Gujarat airport has received a threat to blow it up a threatening letter was found under the seat12
ગુજરાત

હવે ગુજરાત એરપોર્ટ પર ઉતરેલી ફ્લાઇટને મળી ઉડાવી દેવાની ધમકી, સીટ નીચેથી મળ્યો ધમકી વાળો પત્ર

By Gujju Media
4 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 5 7
ગુજરાત

‘ટિમ્બીમાં ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરી દેખાડો…’ ઇટાલિયાએ હર્ષ સંઘવીને ફેંક્યો પડકાર

By Gujju Media
2 Min Read
rahul gandhi gujarat visit updates congress committee meeting kc venugopal news1
ગુજરાત

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ આજથી શરૂ; આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પર કોંગ્રેસ વિચાર-મંથન કરશે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?